ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / નોકરી ગઈ કે છોડી તો કંપનીએ તરત કરવું પડશે આ કામ
Last Updated: 02:42 PM, 4 April 2026
ADVERTISEMENT
દેશમાં નવો લેબર કોડ અમલમાં આવી ગયો છે. આ વચ્ચે એક ખાસ બદલાવ કરવામાં આવ્યો છે જે દરેક કર્મચારી માટે મહત્વનું છે. હવે જો તમે કોઈ કંપનીમાં નોકરી કરો છો અને પછી તે છોડો છો તો તમને માત્ર 2 દિવસમાં જ પુરેપુરુ સેટલમેન્ટ મળી જશે. એટલે કે નોકરી છોડ્યા પછી બે દિવસમાં જ તમારા પૈસાનો હિસાબ પૂરો કરી દેવામાં આવશે.
ADVERTISEMENT
અત્યાર સુધી નોકરી છોડ્યા પછી અથવા નોકરીમાંથી કાઢી મૂક્યા પછી કર્મચારીઓને પોતાનો બાકી પૈસા મેળવવા માટે 40 થી 45 દિવસ સુધી રાહ જોવી પડતી હતી જેના કારણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ઘરનું ભાડું ચૂકવવું હોય કે માસિક ખર્ચ સંભાળવો હોય તે માટે પણ મુશ્કેલી ઉભી થતી હતી. પરંતુ હવે આ સમસ્યા દૂર થવા જઈ રહી છે. હવે સેટલમેન્ટ માત્ર 2 દિવસમાં જ કરી દેવામાં આવશે. જોકે કેટલીક શરતો હેઠળ આ સેટલમેન્ટનો સમય હજુ પણ 1 મહિના સુધી હોઈ શકે છે.

ADVERTISEMENT
1 એપ્રિલ 2026થી નવા નિયમ મુજબ કંપનીઓને કર્મચારીઓનું ફુલ એન્ડ ફાઈનલ (FnF) સેટલમેન્ટ માત્ર 2 વર્કિંગ દિવસમાં કરવું ફરજિયાત રહેશે. આ નિયમ Code on Wages, 2019 હેઠળ લાગુ કરવામાં આવ્યો છે. નવા કાયદા મુજબ જો કોઈ કર્મચારી નોકરી છોડે તેને કાઢી મૂકવામાં આવે અથવા કંપની બંધ થઈ જા તો આવી સ્થિતિમાં કંપનીએ તેના તમામ બાકી ચૂકવણાં 2 વર્કિંગ દિવસમાં જ કરવા પડશે. પહેલાં આ પ્રક્રિયામાં 30થી 90 દિવસ સુધીનો સમય લાગતો હતો.
ADVERTISEMENT
ફુલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટનો અર્થ એ છે કે જ્યારે કોઈ કર્મચારીની નોકરી પુરી થાય ત્યારે તેને મળવાના બધા બાકી પૈસાનો હિસાબ કરીને ચૂકવણી કરવામાં આવે છે. આમાં માત્ર સેલેરી જ નહીં પરંતુ અન્ય એલાઉન્સ અને સેવાઓ સાથે જોડાયેલા બધા પેમેન્ટનો પણ સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT

આ પણ વાંચોઃ રેલ્વેમાં નોકરી મેળવવાની ઉત્તમ ત્તક, 23 પદો પર થઇ રહી છે ભરતી- જાણો સંપૂર્ણ વિગત
ADVERTISEMENT
નવા લેબર કોડમાં એક મહત્વનો બદલાવ કરવામાં આવ્યો છે. હવે માત્ર એક વર્ષ નોકરી કર્યા પછી પણ કર્મચારીઓને ગ્રેચ્યુઇટીનો લાભ મળશે પહેલાં ગ્રેચ્યુઇટી મેળવવા માટે ઓછામાં ઓછા 5 વર્ષ નોકરી કરવી જરૂરી હતી, પરંતુ હવે આ સમયગાળો ઘટાડવામાં આવ્યો છે. કંપનીએ આ રકમ 30 દિવસની અંદર ચૂકવવી ફરજિયાત રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT