ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / Navratri diet plan that can help you lose weight

Health Tips / નવરાત્રી દરમિયાન ફૉલો કરો આ ડાયટ પ્લાન, 9 દિવસ બાદ આપોઆપ ઘટી જશે વજન

Published By: Kavan

Last Updated: 04:59 PM, 28 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે વધતા વજનથી પરેશાન હોવ તો નવરાત્રી દરમિયાન ઉપવાસ રાખીને પણ વજન ઘટાડી શકો છો. આ દરમિયાન તમારે કેલેરીથી બચવું જોઇએ. વધારે પડતું તળેલું કે ગળ્યું ખાવાથી ઉપવાસ દરમિયાન વજન વધે છે. એટલે કે જો થોડી સમજણ સાથે ઉપવાસમાં ખાવાનું ખાવામાં આવે તો વજન ઘટશે સાથે જ તંદુરસ્તી પણ જળવાઇ રહેશે. વ્રતમાં કઇ રીતે ફાળાહાર કરવો તેની માહિતી હોવી જરૂરી છે.

ADVERTISEMENT

  • નવરાત્રીમાં તૈયાર કરો ડાયેટ પ્લાન
  • વ્રત દરમિયાન વિવિધ બાબતોનું ધ્યાન રાખવાથી થાય ફાયદો

વ્રતમાં શેકેલા બાફેલા અને ઓછા ઘીમાં બનાવેલા ફરાળ ખાવાથી વજન ઘટશે. સિંધાળું મીઠું પણ વજન ઘટાડવામાં મદદ કરશે અને સામાન્ય રીતે ઉપવાસમાં સિંધાલું મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટની સાથે ફાઇબરનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો વજન ઘટી શકે છે. આગળ વાંચો નવ દિવસના ડાયટ પ્લાનને ફૉલો કરીને વજન ઘટાડી શકો છો. 

navratri-diet-plan-to-lose-weight-how-to-lose-weight
નવરાત્રીનો ડાયટ પ્લાન

નવરાત્રીનો પહેલો દિવસ:

બ્રેકફાસ્ટ: રાજગરાના લોટના ચિલ્લા દૂધ કે દહીં સાથે એક સફરજન
લંચ: શેકેલા પનીર સાથે કાકડી અને શક્કરિયાનું સલાડ અને એક સફરજન
ડિનર: મોરિયો દહીં અને બાફેલા બટાકા અથવા કોળાંનું શાક

નવરાત્રીનો બીજો દિવસ:

બ્રેકફાસ્ટ: 500 ગ્રામ જેટલું ફ્રૂટ સલાડ 30 ગ્રામ બદામ અને અખરોટ
લંચ: મોરિયાનો પુલાવ દહીં અને કાકડીનું સલાડ
ડિનર: રાજગરાના લોટની 2 રોટલી 100 ગ્રામ બાફેલા બટાકાં 1 કપ દહીં અને 1 સફરજન

નવરાત્રીનો ત્રીજો દિવસ:

બ્રેકફાસ્ટ: બનાના શેક બાફેલા બટાકાની ચાટ કોઇપણ એક ફ્રૂટ
લંચ: પનીર- સાબુદાણાની ખીચડી દહીં અને કાકડી-બીટનું સલાડ
ડિનર: શિંગોડાનો લોટની રોટલી પનીર ચાટ પપૈયું

નવરાત્રીનો ચોથો દિવસ:

બ્રેકફાસ્ટ: આશરે 30 ગ્રામ બદામ અખરોટ મખાના અને એક કપ દહીં
લંચ: પનીર-પાલકનું શાક શિંગોડાનો લોટ 2 રોટલી દહીં
ડિનર: મોરિયાનો પુલાવ દહીં અને દૂધીનું શાક

નવરાત્રીનો પાંચમો દિવસ:

બ્રેકફાસ્ટ: ફ્રૂટ ચાટ સાથે 100 ગ્રામ પનીર 5 બદામ અને 5 અખરોટ
લંચ: રાજગરાના લોટની 2 રોટલી અને 1 કપ દહીં
ડિનર: શિંગોડાના લોટની 2 રોટલી સાથે કોળાનું શાક દહીં અને એક સફરજન

નવરાત્રીનો છઠ્ઠો દિવસ:

બ્રેકફાસ્ટ: મોરિયાના ચિલ્લા અથવા ઇડલી એક વાડકી પપૈયું દહીં અથવા દૂધ
લંચ: રાજગરાની રોટલી દૂધીનું શાક દહીં અને સફરજન
ડિનર: પનીર-ટામેટાનું શાક 1 પ્લેટ સલાડ અને શેકેલા બટાકા

નવરાત્રીનો સાતમો દિવસ:

બ્રેકફાસ્ટ: આશરે 30 ગ્રામ બદામ અખરોટ મખાના અને એક કપ દહીં
લંચ: રાજગરાના લોટની રોટલી બાફેલા બટાકા દહીં-કાકડીનું રાયતું અને 1 સફરજન
ડિનર: શિંગોડાના લોટની રોટલી પનીર ટિક્કા પપૈયુ

નવરાત્રીનો આઠમો દિવસ:

બ્રેકફાસ્ટ: બાફેલા બટાકા સાથે ફ્રૂટ ચાટ બદામ અને અખરોટ સાથે ફ્રૂટ ચાટ
લંચ: કોળાનું શાક સાબુદાણાની ખીચડી દહીં
ડિનર: બટાકા-પાલકનું શાક રાજગરાના લોટની રોટલી 1 સફરજન 1 કપ દહીં

નવરાત્રીનો નવમો દિવસ:

બ્રેકફાસ્ટ: બદામ કાજૂ અખરોટ પિસ્તા આશરે 30 ગ્રામ દહીં એક કપ પ્લેટ ફ્રૂટ ચાટ
લંચ: વેજિટેબલ પુલાવ દહીં અને 1 સફરજન
ડિનર: શિંગોડાના લોટની રોટલી શેકેલા બટાકા પનીરનું શાક દૂધ
 

સંકળાયેલા મુદ્દાઓ

Health Navratri 2019 Weight Loss Tips ગુજરાતી ન્યૂઝ ડાયટ પ્લાન વજન હેલ્થ ટિપ્સ Navratri 2019

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ