બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:43 AM, 19 May 2026
દેશભરમાં રખડતા શ્વાનના વધતા હુમલાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે હોસ્પિટલો, શાળાઓ, કોલેજો, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોએથી રખડતા શ્વાનોને દૂર કરવાની નવેમ્બર 2025ની પોતાની જ સૂચનાને યથાવત રાખી છે. આ નિર્ણય સામે શ્વાન પ્રેમીઓ અને પ્રાણી અધિકાર કાર્યકરો દ્વારા કરવામાં આવેલી તમામ અરજીઓને કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જાહેર સલામતી સામે આંખ આડા કાન કરી શકાય નહીં અને સરકારોએ લોકોના જીવનની સુરક્ષા માટે સખત પગલાં લેવા જ પડશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટની બેન્ચે નોંધ્યું કે છેલ્લા કેટલાક સમયમાં દેશભરમાં શ્વાનોના હુમલાની અનેક ગંભીર ઘટનાઓ સામે આવી છે. નાના બાળકો, વૃદ્ધો અને વિદેશી પ્રવાસીઓ સુધી પર હુમલા થયાના કિસ્સાઓ ચિંતાજનક બની ગયા છે. કોર્ટે કહ્યું કે જાહેર સ્થળોએ લોકો સતત ભયમાં જીવે તે યોગ્ય નથી. રખડતા શ્વાનોના કારણે અનેક જગ્યાએ લોકોમાં અસુરક્ષા વધી રહી છે, જેના કારણે સરકારોએ હવે માત્ર કાગળ પર નહીં પરંતુ ખરેખર અસરકારક કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે.
ADVERTISEMENT
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે રખડતા શ્વાનોને જાહેર સ્થળોએથી દૂર કરીને આશ્રયસ્થાનોમાં રાખવાની વ્યવસ્થા કરવી જોઈએ. કોર્ટે સરકારોને યાદ અપાવ્યું કે લોકોના જીવન અને સુરક્ષાનું રક્ષણ કરવું તેમની બંધારણીય ફરજ છે. બેન્ચે ટિપ્પણી કરતા કહ્યું કે “ડાર્વિનના સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ”નો સિદ્ધાંત ખરેખર અમલમાં હોય તેમ લાગી રહ્યું છે, જ્યાં નબળા લોકો પોતાની સુરક્ષા માટે એકલા છોડી દેવામાં આવે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે બાળકો અને વૃદ્ધોને આવા જોખમ સામે એકલા ન છોડાઈ શકે.

ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે કલમ 21નો ઉલ્લેખ કરતાં કહ્યું કે જીવન અને સ્વતંત્રતાના અધિકારમાં દરેક નાગરિકને ભયમુક્ત વાતાવરણમાં જીવવાનો અધિકાર સામેલ છે. કોઈ વ્યક્તિ જાહેર સ્થળે જાય ત્યારે તેને શ્વાનના હુમલાનો સતત ભય રહે તે બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન ગણાય. કોર્ટે વધુમાં કહ્યું કે રાજ્ય માનવ જીવન સામે ઉભા થતા અટકાવી શકાય એવા જોખમો સામે મૂક પ્રેક્ષક બની રહી શકતું નથી. જો યોગ્ય કાયદાકીય વ્યવસ્થાઓ હોવા છતાં આવી ઘટનાઓ વધી રહી હોય તો તે ચિંતાજનક બાબત છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, પેટ્રોલ-ડીઝલ બાદ બ્રેડના ભાવ ઊંચકાયા
આ કેસની સુનાવણી દરમિયાન શ્વાન પ્રેમીઓ, પ્રાણી અધિકાર કાર્યકરો, કૂતરાના હુમલાના ભોગ બનેલા લોકો તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારોના વકીલોની દલીલો સાંભળવામાં આવી હતી. 28 જાન્યુઆરીએ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો અને તમામ પક્ષોને લેખિત દલીલો રજૂ કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો હતો. હવે અંતિમ નિર્ણય જાહેર થતાં દેશભરમાં આ મુદ્દે નવી ચર્ચા શરૂ થઈ છે. એક તરફ પ્રાણીપ્રેમીઓ આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી તરફ સામાન્ય લોકો જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોર્ટે લીધેલા નિર્ણયને આવકારી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.