ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, પેટ્રોલ-ડીઝલ બાદ બ્રેડના ભાવ ઊંચકાયા

મોટા સમાચાર / હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, પેટ્રોલ-ડીઝલ બાદ બ્રેડના ભાવ ઊંચકાયા

Published By: Priykant Shrimali

Last Updated: 10:57 AM, 19 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bread Price Hike : મોટા શહેરોમાં બ્રેડના ભાવમાં વધારો થતા મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોની ચિંતા વધી ગઈ, અહીં જાણો તમામ વિગતો

ADVERTISEMENT

Bread Price Hike : દેશમાં સતત વધી રહેલી મોંઘવારી હવે સામાન્ય માણસના રોજિંદા જીવન પર સીધી અસર કરતી જોવા મળી રહી છે. પેટ્રોલ-ડીઝલ અને દૂધના વધતા ભાવથી લોકો પહેલાથી જ પરેશાન હતા ત્યારે હવે સવારના નાસ્તાની સૌથી જરૂરી વસ્તુ ગણાતી બ્રેડ પણ મોંઘી બની ગઈ છે. ખાસ કરીને મુંબઈ સહિતના મોટા શહેરોમાં બ્રેડના ભાવમાં પ્રતિ પેકેટ ₹5 સુધીનો વધારો થતા મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોની ચિંતા વધી ગઈ છે.

મહત્વનું છે કે, બ્રેડના ભાવમાં થયેલો આ વધારો માત્ર એક કારણને કારણે નથી, પરંતુ અનેક આર્થિક પરિબળો તેની પાછળ જવાબદાર છે. પ્લાસ્ટિક પેકેજિંગ માટે વપરાતા કાચા માલના ભાવમાં ભારે વધારો થયો છે. સાથે જ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધી ગયો છે. ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન થવાને કારણે આયાતી સામગ્રી મોંઘી બની છે, જેના કારણે બ્રેડ બનાવવામાં વપરાતી ઈસ્ટ, પ્રિઝર્વેટિવ્સ અને અન્ય સામગ્રીના ખર્ચમાં પણ વધારો થયો છે.

બજારમાં હવે 400 ગ્રામ સેન્ડવિચ બ્રેડનો ભાવ ₹40માંથી વધીને ₹45 થયો છે, જ્યારે આખા ઘઉંની બ્રેડ ₹55માંથી ₹60 સુધી પહોંચી ગઈ છે. મલ્ટિગ્રેન અને બ્રાઉન બ્રેડના ભાવમાં પણ ₹5નો વધારો નોંધાયો છે. નાના પેકેટોમાં પણ ₹2 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. વેપારીઓનું કહેવું છે કે વધતા ખર્ચ વચ્ચે જૂના ભાવે ઉત્પાદન વેચવું હવે શક્ય રહ્યું નથી.

આ પણ વાંચો : આગામી 12 કલાકમાં આ 15 રાજ્યોને વરસાદ ઘમરોળશે, એ પણ આંધી સાથે!

બેકરી ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓનું માનવું છે કે, જો કાચા માલ અને ઇંધણના ભાવમાં રાહત નહીં મળે, તો આવનારા સમયમાં બિસ્કિટ, કેક અને અન્ય બેકરી ઉત્પાદનોના ભાવમાં પણ વધારો થઈ શકે છે. નાના બેકર્સ માટે હાલની પરિસ્થિતિ સૌથી વધુ પડકારજનક બની રહી છે. બીજી તરફ ગ્રાહકોમાં આ નિર્ણયને લઈને ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય પરિવાર માટે બ્રેડ અને દૂધ સસ્તો અને સરળ નાસ્તો માનવામાં આવતો હતો, પરંતુ હવે તે પણ ધીમે ધીમે મોંઘો બની રહ્યો છે. ગૃહિણીઓ માટે રોજિંદા રસોડાનું બજેટ સંભાળવું વધુ મુશ્કેલ બન્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bread Price Hike Rising Bread Prices petrol and diesel

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ