બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / શુભાંશુ શુક્લા ડ્રેગન કેપ્સ્યુલમાંથી બહાર આવ્યા, 18 દિવસ પછી સફળ વાપસી

ગૌરવની ક્ષણ / શુભાંશુ શુક્લા ડ્રેગન કેપ્સ્યુલમાંથી બહાર આવ્યા, 18 દિવસ પછી સફળ વાપસી

Published By: Priykant Shrimali

Last Updated: 04:00 PM, 15 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે એટલે કે 15 જુલાઈ, 2025ના રોજ બપોરે 3:00 વાગ્યે અવકાશયાત્રી શુભાંશુ શુક્લાની 18 દિવસની આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) યાત્રાનો અંત આવ્યો

Subhanshu Shukla : અંતરીક્ષમાં ઈતિહાસ સર્જી મૂળ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા 18 દિવસ બાદ પૃથ્વી પર પરત ફર્યા છે. આજે એટલે કે 15 જુલાઈ, 2025 ના રોજ બપોરે 3:00 વાગ્યે અવકાશયાત્રી શુભાંશુ શુક્લાની 18 દિવસની આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) યાત્રાનો અંત આવ્યો. તેઓ કેલિફોર્નિયાના કિનારા પર પેસિફિક મહાસાગરમાં સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલથી ઉતર્યા હતા.

પ્રવેશ માટેની તૈયારી

શરૂઆતમાં ડ્રેગન કેપ્સ્યુલને ડીઓર્બિટ બર્ન માટે યોગ્ય ખૂણા અને સ્થાન પર મૂકવામાં આવ્યા હતા. આ પગલું મહત્વપૂર્ણ છે કારણ કે, તે અવકાશયાનને સુરક્ષિત ઉતરાણ માટે યોગ્ય સ્થાને ઉતરાણ કરવાની મંજૂરી આપી હતી.

વાતાવરણમાં પ્રવેશ

ડ્રેગન 27,000 કિમી/કલાકની ઝડપે વાતાવરણમાં પ્રવેશ કર્યો હતો જ્યાં ગરમી અને ઘર્ષણને કારણે તેનું તાપમાન 1,600°C સુધી પહોંચ્યું હતું.

ઉતરાણ અને પુનઃપ્રાપ્તિ

વાતાવરણમાંથી બહાર આવ્યા પછી નાના અને મોટા પેરાશૂટ ખુલ્યા હતા. જે વાહનની ગતિ ઘટાડશે અને તેને સુરક્ષિત રીતે સમુદ્રમાં ઉતારશે. રિકવરી ટીમની બોટ અને હેલિકોપ્ટર નજીકમાં તૈયાર રહેશે જે તરત જ શુભાંશુ અને તેની ટીમને તબીબી તપાસ માટે લઈ જશે.

આ પણ વાંચો : 41 વર્ષ બાદ શુભાંશુ શુક્લાએ સર્જ્યો ઇતિહાસ, પરિવારજનોમાં ખુશીનો માહોલ

10 દિવસનો આઇસોલેશન

ઉતરાણ પછી શુભાંશુ અને એક્સ-4 ટીમને તેમના સ્વાસ્થ્યની તપાસ કરવા અને અવકાશના પ્રભાવોમાંથી સ્વસ્થ થવા માટે સમય મેળવવા માટે 10 દિવસ માટે એકાંતમાં રહેવું પડશે. આ પરત ભારત માટે ગર્વની ક્ષણ હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

International Space Station Subhanshu Shukla Indian astronaut Subhanshu Shukla

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ