બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 41 વર્ષ બાદ શુભાંશુ શુક્લાએ સર્જ્યો ઇતિહાસ, પરિવારજનોમાં ખુશીનો માહોલ

ઐતિહાસિક મિશન / 41 વર્ષ બાદ શુભાંશુ શુક્લાએ સર્જ્યો ઇતિહાસ, પરિવારજનોમાં ખુશીનો માહોલ

Vidhata Gothi

Last Updated: 03:03 PM, 15 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shubhanshu Shukla Return to Earth: શુભાંશુ શુક્લાની આજે પૃથ્વી પર વાપસી થઈ ગઈ છે. તેઓ ગઈકાલે પૃથ્વી માટે રવાના થયા હતા. એક્સિઓમ-4 મિશન પૂર્ણ થઈ ગયું છે.

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા Axiom 4 મિશન સફળતાપૂર્વક પૂર્ણ કરીને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા આવી ગયા છે. તેમના આગમન પર સમગ્ર દેશમાં ઉત્સાહ અને ગર્વનો માહોલ છે. લોકોએ તેમની સુરક્ષિત વાપસી માટે પૂજા-પાઠ અને પ્રાર્થના કરી. આ વાપસી ભારતીય અવકાશ કાર્યક્રમ માટે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે અને ભવિષ્યના મિશન માટે પ્રેરણારૂપ બનશે.

સાન ડિએગોના દરિયાકાંઠે ઉતર્યું ડ્રેગન અવકાશયાન

શુભાંશુ શુક્લાને પાછા લાવતું સ્પેસએક્સનું ડ્રેગન અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરીને ભારતીય સમય મુજબ બપોરે 3:01 વાગ્યે સાન ડિએગોના દરિયાકાંઠે સમુદ્રમાં ઉતર્યું. આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં 18 દિવસ વિતાવ્યા બાદ, ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે પૃથ્વી પર પાછા ફર્યા. 'એક્સિઓમ-4' મિશન હેઠળ, તેમના ત્રણ અન્ય સાથી અવકાશયાત્રીઓ પણ શુભાંશુ સાથે પૃથ્વી પર પાછા ફર્યા. રાકેશ શર્માની 1984ની યાત્રા પછી શુભાંશુ શુક્લા અવકાશમાં મુસાફરી કરનાર બીજા ભારતીય અવકાશયાત્રી છે.

યાત્રા શરૂ કરતા પહેલા કલ્પના પણ નહોતી કરી: શુભાંશુ શુક્લા

તાજેતરમાં જ શુભાંશુ શુક્લાએ કહ્યું હતું કે જ્યારે મેં 25 જૂને ફાલ્કન-9 પર અવકાશ યાત્રા શરૂ કરી હતી, ત્યારે મેં તેની કલ્પના પણ નહોતી કરી. મને લાગે છે કે તેમાં સામેલ લોકોને કારણે જ આ અવિશ્વસનીય રહ્યું છે. મારી (એક્સપીડિશન 73 ક્રૂ) પાછળ ઉભેલા લોકોએ તેને અમારા માટે ખરેખર ખાસ બનાવી દીધું છે. હું અહીં આવીને અને તમારા જેવા વ્યાવસાયિકો સાથે કામ કરીને ખૂબ જ ખુશ છું.

શુભાંશુ શુક્લા માટે ઐતિહાસિક યાત્રા

શુભાંશુ શુક્લા માટે આ એક ઐતિહાસિક યાત્રા રહી છે, જે ISSની યાત્રા કરનાર પ્રથમ ભારતીય બન્યા. રાકેશ શર્મા 1984 માં તત્કાલીન સોવિયેત યુનિયનના સેલ્યુટ-7 અવકાશ મથકના મિશનના ભાગ રૂપે અવકાશમાં ગયા પછી તેઓ અવકાશમાં યાત્રા કરનાર બીજા ભારતીય છે.

vtv app promotion

પિતાને શુભાંશુ શુક્લાના પાછા ફરવાની રાહ

એરફોર્સ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા પૃથ્વી પર રવાના થઈ ગયા પછીથી તેમના પિતા શંભુ દયાળ શુક્લા તેમના પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે અમે ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છીએ અને તેમનું સ્વાગત કરવા તૈયાર છીએ.

આ પણ વાંચો: Video: કેવો દેખાય છે TESLAનો શોરૂમ? ના જોયો હોય તો VTV પર જોઇ લેજો પ્રથમ ઝલક

શુભાંશુ શુક્લાએ શૂન્ય-ગુરુત્વાકર્ષણ પ્રયોગ કર્યો

શુભાંશુ શુક્લાએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર શૂન્ય-ગુરુત્વાકર્ષણ પ્રયોગ કર્યો અને સમજાવ્યું કે સૂક્ષ્મ-ગુરુત્વાકર્ષણ રોજિંદા ભૌતિકશાસ્ત્રને કેવી રીતે અસર કરે છે. આ પ્રયોગ, જે એક્સિઓમ સ્પેસના આઉટરીચ અને વૈજ્ઞાનિક મિશનનો ભાગ હતો, તેણે અવકાશમાં પાણીના અનોખા વર્તન પર પ્રકાશ પાડ્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Axiom 4 Mission Shubhanshu Shukla Return to Earth Shubhanshu Shukla
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ