ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Video: કેવો દેખાય છે TESLAનો શોરૂમ? ના જોયો હોય તો VTV પર જોઇ લેજો પ્રથમ ઝલક

મુંબઈ / Video: કેવો દેખાય છે TESLAનો શોરૂમ? ના જોયો હોય તો VTV પર જોઇ લેજો પ્રથમ ઝલક

Published By: Vidhata Gothi

Last Updated: 12:22 PM, 15 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tesla Launches in India: એલન મસ્કની ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની ટેસ્લાએ ભારતમાં એન્ટ્રી કરી લીધી છે. આજે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં ટેસ્લાનો પહેલો શોરૂમ ખુલી ગયો છે. જુઓ વીડિયો.

ADVERTISEMENT

Tesla First showroom in Mumbai BKC: આજે 15 જુલાઈએ એલન મસ્કની ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની ટેસ્લાએ ભારતમાં સત્તાવાર રીતે એન્ટ્રી કરી લીધી છે. કંપનીનો પહેલો શોરૂમ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં મેકર મેક્સિટી મોલમાં ખુલ્યો છે.

ટેસ્લાના શોરૂમનો લૂક

ટેસ્લાના શોરૂમના સામે આવેલા વીડિયોમાં સફેદ દિવાલ પર કાળા રંગમાં ટેસ્લાનો લોગો એમ્બોસ્ડ કરેલો દેખાઈ રહ્યો છે. કાચની પેનલ પાછળ આંશિક રીતે ઢંકાયેલી Model Y કારે પણ ત્યાં હાજર લોકોને આકર્ષિત કર્યા.

VIP મહેમાનોની હાજરીમાં થયું ઉદ્ઘાટન

ટેસ્લાના શોરૂમના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્ય પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે પણ હાજરી આપી. આ પ્રસંગે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી અને પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવ્યું.

ભારતમાં ટેસ્લા કારની કિંમત કેટલી હશે?

ટેસ્લા હાલમાં ભારતમાં Model Y ના બે વેરિયન્ટ્સ ઓફર કરે છે - રીઅર-વ્હીલ ડ્રાઇવ વેરિયન્ટની કિંમત રૂ. 60.1 લાખ ($70,000) અને લોંગ-રેન્જ વેરિયન્ટની કિંમત રૂ. 67.8 લાખ ($79,000) છે. આ કિંમતો યુએસ, ચીન અને જર્મની જેવા બજારો કરતા ઘણી વધારે છે. જેમ કે Model Y ની કિંમત યુએસમાં રૂ. 38.6 લાખ ($44,990), ચીનમાં રૂ. 30.5 લાખ ($36,700) અને જર્મનીમાં રૂ. 46 લાખ ($53,700) છે.

ભારતમાં આટલી ઊંચી કિંમતોનું મુખ્ય કારણ ભારે ઈમ્પોર્ટ ડ્યુટી છે. મોડેલ Y એક મધ્યમ કદની ઇલેક્ટ્રિક SUV છે જે પાવરફુલ બેટરી પેકથી સજ્જ છે.

આ વૈશ્વિક મોડેલ એક ચાર્જ પર 574 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. આ ઉપરાંત, ટેસ્લા ભારતીય બજારમાં તેના મોડેલ 3 અને મોડેલ X પણ રજૂ કરી શકે છે, જોકે મોડેલ X ખૂબ મોંઘું હશે.

ભારતમાં EV બજારની સ્થિતિ

ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું કાર બજાર છે, પરંતુ ઇલેક્ટ્રિક વાહનો (EV) ની ભાગીદારી હજુ પણ મર્યાદિત છે. આનું કારણ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવ અને ઇલેક્ટ્રિક કારની ઊંચી કિંમતો માનવામાં આવે છે. ટેસ્લાની એન્ટ્રીથી EV માર્કેટમાં હલચલ થવાની ધારણા છે.

શરૂઆતમાં ટેસ્લા ભારતમાં ઇમ્પોર્ટેડ કાર લાવી રહી હોવા છતાં, ભવિષ્યમાં અહીંના બજારની માંગને આધારે કંપની તેની વ્યૂહરચના બદલી શકે છે. એવા પણ સમાચાર છે કે કંપની ભારત જેવા બજાર માટે એક સસ્તા મોડેલ પર પણ કામ કરી રહી છે.

આ પણ વાંચો: TESLAની ભારતમાં દમદાર એન્ટ્રી: માત્ર સિંગલ ચાર્જમાં જ દોડશે 574 કિમી, જાણો કિંમત

ત્રણ સ્ટોર ખોલશે કંપની

ટેસ્લાએ ભારતમાં તેનું પહેલું એક્સપીરીયન્સ સેન્ટર મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે શરૂ કર્યું છે. આ પછી, કંપની નવી દિલ્હીમાં બીજું અને બેંગલુરુમાં ત્રીજું એક્સપીરીયન્સ સેન્ટર ખોલવાની તૈયારી કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tesla Launch in India Tesla First showroom Elon Musk

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ