ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Politics / AI સમિટમાં કોંગ્રેસનું શર્ટલેસ પ્રદર્શન, દિલ્હી પોલીસે કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ, નીકળ્યું નેપાળ કનેક્શન!

નેશનલ / AI સમિટમાં કોંગ્રેસનું શર્ટલેસ પ્રદર્શન, દિલ્હી પોલીસે કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ, નીકળ્યું નેપાળ કનેક્શન!

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:23 PM, 21 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi News: નવી દિલ્હીમાં આયોજિત ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ દરમિયાન યુથ કોંગ્રેસના શર્ટલેસ પ્રદર્શન અંગે દિલ્હી પોલીસે કોર્ટમાં દાવો કર્યો હતો કે તે નેપાળના ઝેન-ઝેડ પ્રોટેસ્ટથી પ્રેરિત છે.

ADVERTISEMENT

Delhi News: નવી દિલ્હીમાં આયોજિત ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ દરમિયાન યુથ કોંગ્રેસના શર્ટલેસ પ્રદર્શન અંગે દિલ્હી પોલીસે કોર્ટમાં દાવો કર્યો હતો કે તે નેપાળના ઝેન-ઝેડ પ્રોટેસ્ટથી પ્રેરિત છે. કોર્ટે આ કેસમાં આરોપી યુવક કોંગ્રેસના ચાર કાર્યકરોના જામીન નામંજૂર કરી 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા હતા.

પટિયાલા હાઉસ કોર્ટે ભારત મંડપમ ખાતે આયોજિત ઈન્ડિયા-એઆઈ ઈમ્પેક્ટ સમિટ દરમિયાન અર્ધ નગ્ન થઈને સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે વિરોધ કરનારા 4 યુથ કોંગ્રેસના કાર્યકરોના જામીન ફગાવી દીધા હતા અને તેમને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા હતા.સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે યુથ કોંગ્રેસના કાર્યકરોને લઈને મોટો દાવો કર્યો છે. પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું કે વિરોધ નેપાળમાં હિંસક જનરલ-ઝેડ ચળવળથી પ્રેરિત હતો, જેણે ત્યાંની સરકારને ઉથલાવી દીધી હતી.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ પ્રદર્શન પાછળ કોઈ મોટું ષડયંત્ર હોઈ શકે છે. કોર્ટમાં પોલીસે કહ્યું કે, આરોપીઓને સામસામે બેસાડીને અને ડિજિટલ પુરાવા સાથે પૂછપરછ કરવી જરૂરી છે. વિરોધ માટેનું ભંડોળ ક્યાંથી આવ્યું અને ટી-શર્ટ છાપવાનો ખર્ચ કોણે ઉઠાવ્યો તેની પણ તપાસ થવી જોઈએ. આ ટી-શર્ટ પર 'PM is Compromized', 'India-US Trade Deal' અને 'Epstein Files' જેવા નારા લખેલા હતા, જેમાં વડાપ્રધાન મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરો પણ હતી.

કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના લગભગ 10 કાર્યકરો શુક્રવારે ઈન્ડિયા-એઆઈ ઈમ્પેક્ટ સમિટના સ્થળ ભારત મંડપમમાં પ્રવેશ્યા અને સૂત્રોચ્ચાર કર્યા. દિલ્હી પોલીસે આ કેસમાં યુથ કોંગ્રેસના ચાર કાર્યકરોની અટકાયત કરી અને શનિવારે સવારે પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર કર્યા અને પૂછપરછ માટે 5 દિવસના રિમાન્ડની માંગણી કરી. આરોપીના વકીલે પોલીસના દાવાઓનો વિરોધ કર્યો અને કહ્યું કે વિરોધ શાંતિપૂર્ણ હતો અને કોઈ પર હુમલો થયો નથી. ઉલટાનું પ્રદર્શનકારીઓને માર મારવામાં આવ્યો હતો.

vtv app promotion

આ પણ વાંચોઃ 'PM મોદી ફરીથી સરન્ડર કરશે'...', ટેરિફ પર US કોર્ટના ચુકાદા બાદ રાહુલ ગાંધીના આકરા પ્રહાર

આ ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય યુદ્ધ છેડાયું હતું. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ અને ભૂપેન્દ્ર યાદવ સહિત ભાજપના ઘણા નેતાઓએ યુથ કોંગ્રેસના આ પગલાને 'રાષ્ટ્ર વિરોધી' ગણાવ્યા અને આંતરરાષ્ટ્રીય મહેમાનોની સામે ભારતની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસે વિરોધને લોકશાહી અધિકાર ગણાવીને યુથ કોંગ્રેસના કાર્યકરોનો બચાવ કર્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AI Summit Congress Delhi News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ