ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સંસદ ભવનમાં PM મોદીની અધ્યક્ષતામાં મોટી બેઠક, શાહ-નડ્ડા અને રાજનાથ સહિત આ નેતાઓ હાજર

દિલ્હી / સંસદ ભવનમાં PM મોદીની અધ્યક્ષતામાં મોટી બેઠક, શાહ-નડ્ડા અને રાજનાથ સહિત આ નેતાઓ હાજર

Published By: Priykant Shrimali

Last Updated: 06:33 PM, 21 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Meeting : સંસદનું ચોમાસું સત્ર શરુ થાય તે પહેલા PM મોદીએ સંસદ પરિસરમાં ઘણી સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો, ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, શિવરાજ સિંહ ચૌહાણ, નિર્મલા સીતારમણ, કિરેન રિજિજુ અને અર્જુન મેઘવાલ સહીત આ લોકો બેઠકમાં રહ્યા હાજર

ADVERTISEMENT

PM Modi Meeting : આજથી એટલે કે સોમવારથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ ગયું છે. આ દરમિયાન સંસદ પરિસરમાં તેમના કાર્યાલયમાં PM મોદીની અધ્યક્ષતામાં એક મોટી બેઠક યોજી હતી. ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, શિવરાજ સિંહ ચૌહાણ, નિર્મલા સીતારમણ, કિરેન રિજિજુ અને અર્જુન મેઘવાલ પણ તેમાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સંસદ સત્ર શરૂ થાય તે પહેલાં PM મોદીએ કહ્યું કે, આ ચોમાસુ સત્ર વિજયોત્સવ છે. આખી દુનિયાએ ભારતની લશ્કરી શક્તિ જોઈ છે.

સંસદનું ચોમાસું સત્ર શરુ થાય તે પહેલા PM મોદીએ સંસદ પરિસરમાં ઘણી સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, આપણા દેશનું બંધારણ બોમ્બ અને બંદૂકો પર વિજય મેળવી રહ્યું છે. નક્સલવાદ ઝડપથી ઘટી રહ્યો છે. રેડ ઝોન ધીમે ધીમે ગ્રીન ઝોનમાં ફેરવાઈ રહ્યો છે. આ સત્ર દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે. તે વિજયોત્સવ (વિજય ઉજવણી) જેવું છે. દેશના સુરક્ષા દળોએ ઓપરેશન સિંદૂર હેઠળ 100% લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. આખી દુનિયાએ આપણા સુરક્ષા દળોની ક્ષમતા જોઈ છે.

બહુપક્ષીય પ્રતિનિધિમંડળોની પણ PM મોદીએ કરી પ્રશંસા

આ સાથે PM મોદીએ ઓપરેશન સિંદૂર પછી દેશનો પક્ષ રજૂ કરવા માટે વિવિધ દેશોમાં ગયેલા બહુપક્ષીય પ્રતિનિધિમંડળોની પ્રશંસા કરી હતી. PM મોદીએ કહ્યું કે, આ પ્રતિનિધિમંડળોએ આતંકવાદના માસ્ટરમાઇન્ડ પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે. દેશના હિતમાં કરવામાં આવેલા આ કાર્ય માટે હું બધા સાંસદો અને પક્ષોની પ્રશંસા કરું છું. બધા પક્ષોના અલગ અલગ એજન્ડા હોય છે, પક્ષના હિતમાં મત મેળ ખાતા ન હોય શકે પરંતુ દેશના હિતમાં હૃદય મેળ ખાતા હોવા જોઈએ.

આ પણ વાંચો : તેમને રાજકીય લડાઈ લડવા દો, તમે કેમ ઉપયોગ થઈ રહ્યા છો... CJI એ EDને કેમ આવું કહ્યું?

ઓપરેશન સિંદુરની 22 મિનિટની એ કહાનીને લઇ પણ PM મોદીએ આપ્યું નિવેદન

PM મોદીએ કહ્યું કે, ઓપરેશન સિંદૂર હેઠળ આપણા સુરક્ષા દળોએ માત્ર 22 મિનિટમાં આતંકવાદીઓ અને તેમના ઠેકાણાઓનો નાશ કર્યો. PM મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ચોમાસુ સત્રમાં બધા સાંસદો એકતા અને વિજયની ભાવના સાથે દેશની લશ્કરી શક્તિ, જાહેર પ્રેરણા અને મેડ ઇન ઇન્ડિયા સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવાની ભાવનાને અવાજપૂર્વક રજૂ કરશે. નોંધનીય છે કે, PM મોદીએ નક્સલવાદ સામે સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણાયક પગલાંનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, દેશમાં નક્સલવાદ ઘણા સમયથી અસ્તિત્વમાં છે. પરંતુ આજે નક્સલવાદ સંકોચાઈ રહ્યો છે. હું ગર્વથી કહી શકું છું કે, દેશના ઘણા જિલ્લાઓ હવે નક્સલવાદમાંથી બહાર આવી ગયા છે. આપણું બંધારણ જીતી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

M Modi meeting Operation Sindoor Monsoon session

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ