ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:27 PM, 21 July 2025
ADVERTISEMENT
Supreme Court On ED : ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ બીઆર ગવઈએ આજે (સોમવાર, 21 જુલાઈ) કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને સ્પષ્ટપણે કહ્યું કે, રાજકારણીઓને જનતા વચ્ચે રાજકીય લડાઈ લડવા દો અને આ લડાઈમાં ED જેવી એજન્સીનો ઉપયોગ ન થવો જોઈએ. વાસ્તવમાં તેમણે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તેમની પત્ની સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં આ ટિપ્પણી કરી હતી. હકીકતમાં ED એ કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો જેમાં મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (MUDA) દ્વારા ગેરકાયદેસર જમીન ફાળવણી સંબંધિત કથિત અનિયમિતતાઓના સંદર્ભમાં સિદ્ધારમૈયાની પત્ની બીએમ પાર્વતી સામેની તપાસ રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આ કેસની સુનાવણી CJI જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે વિનોદ ચંદ્રનની બેન્ચ દ્વારા કરવામાં આવી રહી હતી. આ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરતા CJI એ મૌખિક રીતે કહ્યું, "રાજકીય લડાઈ તેમના વચ્ચે લડવા દો. આ માટે તમારો (ED) ઉપયોગ કેમ કરવામાં આવી રહ્યો છે?"
The Supreme Court on Monday (July 21) asked the Enforcement Directorate why it was being used for "political battles", while refusing to entertain the ED's appeal against the Karnataka High Court quashing the summons against Karnataka CM Siddaramiah's wife..
— Live Law (@LiveLawIndia) July 21, 2025
Read more:… pic.twitter.com/nbv30h3zLm
ADVERTISEMENT
મને મોં ખોલવા માટે મજબૂર ના કરો : CJI
એક અહેવાલ મુજબ CJI સીજેઆઈ ગવઈએ ED વતી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુને કહ્યું, "શ્રી રાજુ કૃપા કરીને અમને મોં ખોલવા માટે દબાણ ન કરો. નહીં તો અમને ED વિશે કેટલીક કઠોર ટિપ્પણીઓ કરવાની ફરજ પડશે. કમનસીબે મને મહારાષ્ટ્રનો થોડો અનુભવ છે. હવે તમારે દેશભરમાં આ હિંસા ચાલુ રાખવી જોઈએ નહીં. રાજકીય લડાઈ મતદારો વચ્ચે લડવી જોઈએ. તમારો ઉપયોગ શા માટે થઈ રહ્યો છે...?
ADVERTISEMENT

સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી EDની અરજી
ADVERTISEMENT
આ સાથે સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પત્ની બી એમ પાર્વતીને રાહત આપતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી. વાસ્તવમાં બેન્ચે આ કેસમાં કર્ણાટક હાઈકોર્ટના 7 માર્ચના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો જેમાં ED દ્વારા પાર્વતી અને અન્યોને જાહેર કરાયેલા સમન્સ રદ કરવામાં આવ્યા હતા. સંબંધિત પક્ષોની દલીલો સાંભળ્યા પછી સુપ્રીમ કોર્ટે EDની અપીલ અરજી ફગાવી દીધી અને કહ્યું, સિંગલ બેન્ચના અભિગમમાં અપનાવવામાં આવેલા તર્કમાં અમને કોઈ ભૂલ જણાતી નથી. ચોક્કસ તથ્યો અને સંજોગોને જોતા, અમે તેને (અપીલ) ફગાવી દઈએ છીએ.
ADVERTISEMENT
અમે અરજી પાછી ખેંચી રહ્યા છીએ : ED
આ તરફ સર્વોચ્ચ અદાલતના આ વલણ પછી EDનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ કહ્યું, ઠીક છે અમે (અરજી) પાછી ખેંચી લઈશું, પરંતુ આને મિસાલ ન માનવી જોઈએ. નોંધનીય છે કે, કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ એમ. નાગપ્રસન્નાની સિંગલ બેન્ચે પાર્વતી તેમજ રાજ્ય મંત્રી બાયરાથી સુરેશને ED દ્વારા જાહેર કરાયેલા સમન્સને રદ કર્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ