બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:46 AM, 13 February 2026
ખાડામાં પાડીને લોકો દમ તોડી રહ્યા છે અને તંત્ર મૌન સેવી રહ્યું છે. છેલ્લા 5 વર્ષના આંકડા જોઈને તો આવું જ લાગી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષોમાં દેશના 9,438 લોકોના ખાડામાં પડીને મોત થયા છે. કોઈ જૉબ પર જઈ રહ્યું હતું તો કોઈ ઓફિસથી ઘરે આવી રહ્યું હતું, પણ તંત્રની બેદરકારીને લીધે રસ્તા પરના ખાડાને કારણે 2020થી 2024 સુધીમાં 9 હજારથી વધારે લોકોએ દુનિયાને અલવિદા કહી દીધું.
ADVERTISEMENT
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે લોકસભામાં જણાવ્યું કે 2020ની સરખામણીમાં 2024માં ખાડાઓને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યામાં વધારો થયો છે. 2020 (કોવિડ-19 વર્ષ)માં 1555 લોકોના મોત ખાડામાં પડીને થયા હતા, તો 2024માં આ સંખ્યા વધીને 2385 થઈ ગઈ. આંકડા પ્રમાણે જોવા જઈએ તો આવા મામલામાં 25 ટકાનો વધારો નોંધાયો. માહિતી પ્રમાણે, ખાડામાં પાડીને વર્ષ 2020માં 1555 મોત, 2021માં 1481 મોત, 2022માં 1856 મોત, 2023માં 2161 મોત અને 2024માં 2385 મોત થયા છે.
ADVERTISEMENT
આ લિસ્ટમાં ઉત્તર પ્રદેશનું નામ સૌથી ઉપર આવે છે, એ પછી બીજી નામ મધ્ય પ્રદેશનું છે. મધ્ય પ્રદેશમાં પાંચ વર્ષમાં ખાડામાં પાડીને 969 લોકોના મોત થયા છે. આ પછી તમિલનાડુ 612 મૃત્યુ સાથે ત્રીજા ક્રમે અને જ્યારે ઓડિશા 425 મૃત્યુ સાથે ચોથા ક્રમે છે. ખાડાઓને કારણે પંજાબમાં 414 અને આસામમાં 395 મૃત્યુ થયા.
ચોંકાવનારી વાત એ છે કે ઉત્તર પ્રદેશમાં ખાડાઓને કારણે થતા મૃત્યુની સંખ્યા સમગ્ર દેશમાં કુલ મૃત્યુના અડધાથી વધુ છે. છેલ્લા પાંચ વર્ષમાં, ઉત્તર પ્રદેશમાં 5,127 લોકો મૃત્યુ પામ્યા છે. સરકારી આંકડામાં એક આશ્ચર્યજનક હકીકત પણ સામે આવી છે, જે પ્રમાણે, બિહાર, ગોવા, ચંદીગઢ અને આંધ્રપ્રદેશમાં એવા રાજ્યો છે કે જ્યાં આ પાંચ વર્ષમાં ખાડામાં પડવાથી એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. આ સામે આવ્યા પછી, હવે સવાલો ઉભા થઈ રહ્યા છે કે પોલીસ ડેટા કેવી રીતે રેકોર્ડ કરે છે, કારણ કે આ રાજ્યોમાં આ કેટેગરીમાં એક પણ કેસ નોંધાયેલ નથી.
ADVERTISEMENT

ADVERTISEMENT
દેશની રાજધાની દિલ્હીમાં તાજેતરમાં જ ખાડામાં પાડીને એક યુવકના મોતનું મોત થતાં આ મામલો દેશભરમાં ચર્ચાનો વિષય હતો. જાણીને નવાઈ લાગશે કે છેલ્લા 5 વર્ષોમાં દિલ્હીની અંદર આ રીતે મોતના 50 કેસ જ નોંધાયેલા છે. આંકડા પ્રમાણે, ઉત્તરપૂર્વના રાજ્યોએ સારું પ્રદર્શન કર્યું છે. મણિપુર, નાગાલેંડ અને ત્રિપુરામાં ખાડામાં પડીને થયેલા મોતનો એક પણ કેસ નોંધાયો નથી. આંધ્રપ્રદેશ જેવા મોટા રાજ્યમાં પણ ખાડામાં પાડીને એક પણ મોતનો કેસ સામે નાથી આવ્યો. જો કે એક પણ મોત ન થવાના મામલે બિહારનું નામ ચોંકાવનારું છે, જ્યાં ખૂબ જ લાંબુ રોડ નેટવર્ક છે.
આ પણ વાંચો: એક્સપ્રેસવે પર આપવો પડશે હાઇવેથી પણ ઓછો ટોલ! સરકારે નિયમોમાં કર્યો ફેરફાર, જાણો ક્યારથી લાગુ
ADVERTISEMENT
પરિવહન મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા આંકડા પ્રમાણે, 2017ની સરખામણીમાં ખાડાઓને કારણે મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે, ત્યારે એક જ વર્ષમાં 3,597 લોકોના મૃત્યુ થયા હતા. 2018માં એક અખબારનો અહેવાલ સામે આવ્યા પછી સ્વતઃ સંજ્ઞાન લઈને સુપ્રીમ કોર્ટે અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એ તો બધાને જ ખબર છે કે ખાડાઓને કારણે મોટી સંખ્યામાં મૃત્યુ થયા છે. જે અધિકારીઓએ રસ્તાઓની યોગ્ય રીતે જાળવણી કરવી જોઈએ તેઓ તેમનું કામ યોગ્ય રીતે કરી રહ્યા નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.