બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / એક્સપ્રેસવે પર આપવો પડશે હાઇવેથી પણ ઓછો ટોલ! સરકારે નિયમોમાં કર્યો ફેરફાર, જાણો ક્યારથી લાગુ
Last Updated: 08:48 AM, 13 February 2026
દેશભરમાં એક્સપ્રેસવેનું નેટવર્ક બનાવવામાં આવી રહ્યું છે, જેથી એક શહેરથી બીજા શહેર જવા માટે સમયની બચતની સાથે જ ઇંધણ અને પૈસા પણ બચે. પરંતુ મુસાફરોને એક્સપ્રેસવેનો ટોલ ટેક્સ ભારે પડે છે. એક્સપ્રેસવે પર સામાન્ય રીતે સમાન અંતર માટે હાઇવે ટોલ કરતાં 25 ટકા વધુ વસૂલ કરવામાં આવે છે. એવામાં દેશભરમાં ઝડપી અને આરામદાયક મુસાફરીનું સપનું જોનારા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જો કે, સરકારે ટોલ ટેક્સના નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે અને 15 ફેબ્રુઆરીથી એક્સપ્રેસવે પર ઓછો ટોલ ટેક્સ વસૂલવામાં આવશે.
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે આંશિક રીતે કાર્યરત નેશનલ એક્સપ્રેસવે પર ટોલ ચાર્જ ઘટાડવા માટે નેશનલ હાઇવે ફીસના નિયમોમાં સુધારો કર્યો છે. હવે, જો કોઈ એક્સપ્રેસવે તેની સમગ્ર લંબાઈ માટે ચાલુ ન હોય, તો મુસાફરો પાસેથી ફક્ત ચાલુ ભાગ માટે જ અને ઓછા દરે ટોલ વસૂલવામાં આવશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કહ્યું છે કે આ નવો નિયમ 15 ફેબ્રુઆરી 2026થી અમલમાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારે નેશનલ હાઇવે ફીસ (દર નિર્ધારણ અને વસૂલાત) નિયમો, 2008માં સુધારાને સૂચિત કર્યા છે.
સરકારે નેશનલ હાઇવે ફીસ (નિર્ધારણ અને સંગ્રહ) નિયમો, 2008માં સુધારો કર્યો છે. મંત્રાલયે જણાવ્યું કે નવી જોગવાઈ અંતર્ગત જો કોઈ નેશનલ એક્સપ્રેસવે શરૂઆતથી અંત સુધી સંપૂર્ણપણે ચાલુ ન હોય, તો તેના માત્ર તૈયાર ભાર પર સામાન્ય નેશનલ હાઇવે પ્રમાણે જ ટોલ લેવામાં આવશે. નિયમિત નેશનલ હાઇવે ટોલ ટેક્સ એક્સપ્રેસવે કરતાં ઓછો હોય છે. અત્યાર સુધી નેશનલ એક્સપ્રેસ વે પર પૂર્ણ લંબાઈ પ્રમાણે સામાન્ય નેશનલ હાઇવેના ટેક્સ કરતાં 25 ટકા વધુ ટોલ વસૂલવામાં આવે છે, કારણ કે તેઓ ઝડપી અને સરળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરે છે. પરંતુ હવે આ અસમાનતાને દૂર કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત દેશના વિવિધ ભાગોમાં એક્સપ્રેસવેના નિર્માણનું કામ ચાલી રહ્યું છે અને સંપૂર્ણ રીતે તૈયાર થાય એ પહેલા કેટલાક ભાગો ટ્રાફિક માટે ખોલી દેવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં NH-46 સહિત અનેક એક્સપ્રેસવે પર અધૂરા પ્રોજેક્ટ્સ માટે ટોલ વસૂલાતની ફરિયાદો મળી રહી હતી. આ ફરિયાદો બાદ, હાઇવે મંત્રાલયે બાંધકામ હેઠળના એક્સપ્રેસવે પર ટોલ ફી ઘટાડવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: હવામાનનો બેવડો માર! પહાડો પર બરફ અને મેદાનો પર વધી ગરમી, દરિયાકાંઠે તોફાની પવનોનું એલર્ટ
ADVERTISEMENT
સરકારનું એવું માનવું છે કે ઓછા ટોલ દરોથી વધુ લોકો એક્સપ્રેસવેના કાર્યરત ભાગોનો ઉપયોગ કરશે. આનાથી સમાંતર ચાલી રહેલા જૂના નેશનલ હાઇવે પર ટ્રાફિક ઘટશે અને ટ્રક અને કાર્ગો વાહનોની અવરજવર ઝડપી થશે, જેનાથી લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે અને માલની સમયસર ડિલિવરી સુનિશ્ચિત થઈ શકશે. ઝડપી અને સરળ ટ્રાફિકથી મુસાફરોનો સમય બચશે અને બળતણનો વપરાશ ઘટશે. નિયમમાં સુધારો કરવા પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાફિક ઘટાડવાનો છે. જેમ જેમ વાહનો ઓછા ભીડવાળા એક્સપ્રેસવે પર જતાં થશે, આનાથી અવ્યવસ્થિત ટ્રાફિક ઘટશે અને પ્રદૂષણ ઘટવાની અપેક્ષા છે.
ADVERTISEMENT
આ સુધારો 15 ફેબ્રુઆરી 2026થી અમલમાં આવશે. આ પછી, દેશભરમાં જ્યાં પણ એક્સપ્રેસવે આંશિક રીતે કાર્યરત છે ત્યાં નવા નિયમો લાગુ કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે આ પગલું નેશનલ હાઇવે અને એક્સપ્રેસવે વાપરતા મુસાફરો માટે મુસાફરી વધુ સસ્તી અને અનુકૂળ બનાવવાનો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.