ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / તુર્કીયેમાં ગુપ્ત બેઠકથી દિલ્હીમાં વિસ્ફોટ સુધી : આ એપ મારફતે ઘડાઈ ખતરનાક યોજના

ઘટસ્ફોટ / તુર્કીયેમાં ગુપ્ત બેઠકથી દિલ્હીમાં વિસ્ફોટ સુધી : આ એપ મારફતે ઘડાઈ ખતરનાક યોજના

Published By: Priykant Shrimali

Last Updated: 11:27 AM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Blast Update : જૈશ-એ-મોહમ્મદના ફરીદાબાદ-સહારનપુર મોડ્યુલની તપાસમાં થયો અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ, જાણો અહીં એક જ ક્લિકમાં તમામ વિગતો

ADVERTISEMENT

Delhi Blast Update : દિલ્હીમાં આતંક ફેલાવવાના કાવતરાં અને લાલ કિલ્લા બોમ્બ વિસ્ફોટની સાજિશના કેસમાં તપાસ એજન્સીઓને મોટો ખુલાસો સામે આવ્યો છે. મીડિયા અહેવાલો મુજબ જૈશ-એ-મોહમ્મદના ફરીદાબાદ-સહારનપુર મોડ્યુલની તપાસમાં જાણવા મળ્યું છે કે, આતંકી સંગઠનના સભ્યો ‘સેશન’ (Session) નામની એન્ક્રિપ્ટેડ મેસેન્જર એપનો ઉપયોગ કરીને પોતાની ખતરનાક યોજના ઘડતા હતા. આ એપની ખાસિયત એ છે કે, તેમાં એકાઉન્ટ બનાવવા માટે મોબાઇલ નંબરની જરૂર પડતી નથી અને ચેટ મેટાડેટા સેવ થતો નથી. એટલે જ એજન્સીઓ માટે વાતચીત ટ્રેક કરવી લગભગ અશક્ય બની જાય છે.

હેન્ડલર “અબુ ઉકાસા” સાથે ગુપ્ત વાતચીત

સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકી ડૉ. મુઝમ્મિલે પૂછપરછમાં કબૂલ્યું છે કે, શરૂઆતમાં તેઓ “અબુ ઉકાસા” નામના હેન્ડલર સાથે જોડાયા હતા. શરૂઆતમાં આ હેન્ડલરે +90 કોડ ધરાવતો વર્ચ્યુઅલ ટર્કિશ WhatsApp નંબર આપ્યો હતો. પરંતુ બાદમાં તેણે સુરક્ષાના કારણોસર “સેશન” એપ પર જ વાતચીત ચાલુ રાખવા જણાવ્યું હતું, જેથી સંચાર ગુપ્ત રહે અને એજન્સીઓને કોઈ પુરાવો ન મળે.

હેન્ડલર સાથે મુલાકાત માટે તુર્કીયેનું પસંદગીનું કારણ

તપાસમાં ખુલ્યું છે કે, 2022 દરમિયાન ડૉ. મુઝમ્મિલ અને ડૉ. ઉમર તુર્કી ગયા હતા, જ્યાં તેઓ અબુ ઉકાસા સહિત જૈશના હેન્ડલરોને મળ્યા હતા. તુર્કીયેને પસંદ કરવાનો મુખ્ય કારણ હતું એજન્સીઓના રડારથી બચવું. તુર્કીયે એવો દેશ છે જ્યાંથી મુસાફરો માટે ભારત આવવું સામાન્ય ગણાય છે, તેથી શંકા ઊભી થવાની શક્યતા ઓછી રહે. વધુમાં હેન્ડલર પણ ટર્કિશ વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતો હતો જેથી જો આરોપીઓ પકડાય તો પાકિસ્તાન અથવા જૈશ સાથેનો સીધો સંબંધ સાબિત ન થાય.

આ પણ વાંચો : દિલ્હીમાં આ શું થવા બેઠું છે ? કાર બ્લાસ્ટ બાદ હવે વધુ એક ઘટનાથી સાંસદોના જીવ અધ્ધર

ટેલિગ્રામ જૂથો મારફતે જૈશની વિચારધારા પ્રસાર

તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, આ આતંકી મોડ્યુલ બે ટેલિગ્રામ જૂથો‘ઉમર બિન ખિતાબ’ અને ‘ફરઝાન દારૂલ ઉલૂમ’ સાથે જોડાયેલો હતો. આ જૂથોમાં સતત જૈશ-એ-મોહમ્મદ અને મૌલાના મસૂદ અઝહરના જૂના નિવેદનો પત્રો અને જેહાદને ઉશ્કેરતી પોસ્ટ્સ શેર થતી હતી. સુરક્ષા એજન્સીઓ માને છે કે, આ જૂથો જૈશની વિચારધારાનું પ્રચારક તરીકે કાર્ય કરતા હતા અને નવા સભ્યોની ભરતી માટે ઉપયોગમાં લેવાતા હતા.

આ પણ વાંચો : ફરી એકવાર દિલ્હીમાં સંભળાયો બ્લાસ્ટ જેવો અવાજ, પોલીસ થઈ દોડતી

સુરક્ષા એજન્સીઓ એલર્ટ

આ આખી ઘટના બાદ હવે દેશની ગુપ્તચર એજન્સીઓએ હાઇબ્રિડ ટેરર નેટવર્ક સામે એલર્ટ લેવલ વધારી દીધું છે. એજન્સીઓના જણાવ્યા અનુસાર, હવે આતંકવાદી સંગઠનો પરંપરાગત માધ્યમોને છોડીને ડાર્ક વેબ, એન્ક્રિપ્ટેડ એપ્સ અને વર્ચ્યુઅલ નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે જેના કારણે તપાસ વધુ જટિલ બની રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Saharanpur Module Delhi Blast Session App

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ