ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ફરી એકવાર દિલ્હીમાં સંભળાયો બ્લાસ્ટ જેવો અવાજ, પોલીસ થઈ દોડતી

મોટા સમાચાર / ફરી એકવાર દિલ્હીમાં સંભળાયો બ્લાસ્ટ જેવો અવાજ, પોલીસ થઈ દોડતી

Published By: Priykant Shrimali

Last Updated: 11:09 AM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Blast : દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટની ઘટના બાદ હવે ફરી એકવાર મહિપાલપુર નજીક વિસ્ફોટ જેવો અવાજ સંભળાયો હોવાનું સામે આવ્યું છે. જાણો અહીં તમામ વિગતો એક જ ક્લિકમાં

ADVERTISEMENT

Delhi Blast : દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં શુક્રવારની સવારે વિસ્ફોટ જેવો અવાજ સંભળાતા સ્થાનિકોમાં થોડી ક્ષણો માટે દહેશત ફેલાઈ ગઈ. રેડિસન હોટલ નજીક આ અવાજ સંભળાયો હોવાનું જણાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ દિલ્હી પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.

દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સવારે 9:18 વાગ્યે એક મહિલાએ ફાયર કન્ટ્રોલ રૂમમાં કોલ કરી અવાજ વિશે માહિતી આપી હતી. કોલ મળતા જ ત્રણ ફાયર ટેન્ડર સ્થળ પર મોકલવામાં આવ્યા હતા.

દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સવારે 9:18 વાગ્યે એક મહિલાએ ફાયર કન્ટ્રોલ રૂમમાં કોલ કરી અવાજ વિશે માહિતી આપી હતી. કોલ મળતા જ ત્રણ ફાયર ટેન્ડર સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસને કંઈ શંકાસ્પદ મળ્યું નથી. તેમણે કહ્યું કે DTC બસનું ટાયર ફાટ્યું હતું, અને ગાર્ડે તેમને જાણ કરી કે ડ્રાઈવર ઘટનાસ્થળે હાજર છે. ગભરાવાની જરૂર નથી. આ એક સામાન્ય ટાયર ફાટવાની ઘટના છે. મહિપાલપુર વિસ્તાર દિલ્હી-ગુરુગ્રામ સરહદ પર છે, અને આઈજીઆઈ એરપોર્ટ પણ ખૂબ નજીક છે.

Promo New Parul

આ પણ વાંચો : ક્યારેય નહીં જોયો હોય આટલો ભયાવહ મંજર! સામે આવ્યા દિલ્હી બ્લાસ્ટના નજીકના CCTV

દિલ્હી પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં વિસ્તાર સુરક્ષિત છે અને તપાસ ચાલુ છે. અવાજનું કારણ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.તાજેતરમાં લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટની ઘટનાને ધ્યાનમાં રાખીને રાજધાનીમાં સુરક્ષા એજન્સીઓ પહેલેથી જ સતર્ક છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Radisson Hotel Mahipalpur Delhi Blast

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ