બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ક્યારેય નહીં જોયો હોય આટલો ભયાવહ મંજર! સામે આવ્યા દિલ્હી બ્લાસ્ટના નજીકના CCTV

Video / ક્યારેય નહીં જોયો હોય આટલો ભયાવહ મંજર! સામે આવ્યા દિલ્હી બ્લાસ્ટના નજીકના CCTV

Vidhata Gothi

Last Updated: 07:38 AM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Blast Video: દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટની વાસ્તવિક ઇમ્પેક્ટ દર્શાવતા અત્યાર સુધીના સૌથી નજીકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે અચાનક જોરદાર બ્લાસ્ટ થાય છે અને વાહનોના છોતરા ઉડી જાય છે.

દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે સાંજે લાલ કિલ્લા નજીક જબરદસ્ત બ્લાસ્ટ થયો. આ પછી આ ઘટનાના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. હવે આ બ્લાસ્ટના નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ઘટનાની ભયાનકતા વધુ સ્પષ્ટ રીતે દેખાય છે. આ સામે આવેલા વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે હ્યુન્ડાઈ i20 કારમાં બ્લાસ્ટ થયો હતો, તે ભારે ટ્રાફિક વચ્ચે ચાલી રહી હતી. અચાનક જોરદાર વિસ્ફોટ થાય છે, આગની ભારે જ્વાળાઓ ઉઠે છે અને આસપાસની ગાડીના છોતરાં ઉડી જાય છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે બ્લાસ્ટ પછી થોડી જ સેકન્ડમાં લોકો ગભરાઈને ગાડીની બહાર નીકળીને ભાગવા લાગે છે. ઘણા વાહનોના એરબેગ્સ ખુલી જાય છે, અને કેટલાક બાઇક સવાર પોતાનું સંતુલન ગુમાવીને પડી જાય છે. બ્લાસ્ટ પછી તરત જ, આગની જ્વાળાઓ અને ધુમાડા ફેલાતો દેખાય છે. ચારેય તરફ અફરાતફરી મચી જાય છે. માહિતી પ્રમાણે, આ અત્યાર સુધીના સૌથી નજીકના સીસીટીવી ફૂટેજ છે, જે બ્લાસ્ટની વાસ્તવિક ઇમ્પેક્ટ દર્શાવે છે. તપાસ એજન્સીઓ હવે વિસ્ફોટ વિશે સચોટ માહિતી એકત્રિત કરવા માટે ફૂટેજનું ફોરેન્સિક એન્હાન્સમેન્ટ કરાવી રહી છે.

vtv app promotion

કેન્દ્ર સરકારે વિસ્ફોટને જાહેર કર્યો આતંકવાદી હુમલો

આ પહેલા, ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે તપાસ એજન્સીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને નિર્દેશ આપ્યો હતો કે તપાસ વ્યાવસાયિક અને ઝડપી રીતે હાથ ધરવામાં આવે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં, સરકારે આ બ્લાસ્ટને એક જઘન્ય આતંકવાદી હુમલો ગણાવ્યો. કેબિનેટે જણાવ્યું કે દેશમાં આતંકવાદ પ્રત્યે શૂન્ય-સહિષ્ણુતા નીતિ ચાલુ રહેશે. બેઠકમાં બે મિનિટ મૌન રાખીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરવામાં આવી.

આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી અપડેટ, બ્લાસ્ટવાળી કારમાં હતો આતંકી ઉમર, DNA ટેસ્ટ થયા મેચ

બ્લાસ્ટમાં 12 લોકોના મોત

સોમવાર, 10 નવેમ્બરની સાંજે આ બ્લાસ્ટ થયો હતો, જેમાં 12 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટ પહેલા, ફરીદાબાદમાં એક મોટા ઓપરેશનમાં મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા હતા, જેનાથી એક વ્હાઇટ-કોલર આતંકવાદી નેટવર્ક સક્રિય થવાની પુષ્ટિ થઈ. તપાસ એજન્સીઓએ અત્યાર સુધીમાં હુમલાના સંબંધમાં ઘણા ડોકટરોની ધરપકડ કરી છે, જેમના તાર સીધા આ હુમલા સાથે જોડાઈ રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Blast CCTV Footage Delhi Red Fort Blast Red Fort Car Explosion Video
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ