બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:59 PM, 23 March 2026
National News: સરકાર એક બંધારણીય સુધારો પણ રજૂ કરવાની તૈયારી કરી રહી છે જેનાથી સીમાંકન અને બેઠકોની સંખ્યામાં વધારો કરી શકાશે. 2011 ની વસ્તી ગણતરીના આધારે લોકસભા બેઠકોની સંખ્યા 816 હોઈ શકે છે, જેમાંથી 273 બેઠકો મહિલાઓ માટે આરક્ષિત કરી શકાય છે.
ADVERTISEMENT
સરકારે લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવા માટે નારી શક્તિ વંદન અધિનિયમ લઇને આવી હતી. આ બિલ પસાર થયા છતાં લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત લાગુ કરવામાં આવ્યું નથી. હવે સરકાર આ કાયદાને લાગુ કરવા અને શક્ય તેટલી વહેલી તકે મહિલાઓ માટે બેઠકો અનામત રાખવાની તૈયારી કરી રહી છે.
સરકાર હવે મહિલાઓ માટે આરક્ષણ આપવા માટે સંસદમાં એક સુધારો બિલ રજૂ કરશે. આ બિલમાં 2011 ની વસ્તી ગણતરીને સીમાંકન અને લોકસભા બેઠકોમાં વધારો કરવાના આધાર તરીકે ઉપયોગમાં લેવાની જોગવાઈ કરવામાં આવશે. આ સુધારા બિલ પસાર થયા પછી નવા સીમાંકનમાં લોકસભાની બેઠકોની સંખ્યા 543 થી વધીને 816 થઇ જશે. 816 સભ્યોની લોકસભામાં 273 બેઠકો મહિલાઓ માટે આરક્ષિત રહેશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરાયેલા નારી શક્તિ વંદન અધિનિયમમાં એવી જોગવાઈ હતી કે તે નવી વસ્તી ગણતરી અને સીમાંકન પછી અમલમાં આવશે. સૂત્રો હવે કહે છે કે સરકાર આ અઠવાડિયે નારી શક્તિ વંદન અધિનિયમમાં સુધારો રજૂ કરશે. આ સુધારો 2029ની લોકસભા ચૂંટણી સુધીમાં મહિલા અનામત લાગુ કરવા માટે રજૂ કરવામાં આવી રહ્યો છે.
બંધારણીય સુધારા લાવવાની પણ તૈયાર
ADVERTISEMENT
સરકાર નારી શક્તિ વંદન કાયદામાં સુધારો કરવાની તૈયારી કરી રહી છે તેમજ બંધારણીય સુધારો પણ રજૂ કરવામાં આવશે. આ બંધારણીય સુધારો 2011ની વસ્તી ગણતરીના આધારે લોકસભામાં બેઠકોની સંખ્યા વધારવા અને 2029ની સામાન્ય ચૂંટણીઓમાં મહિલા અનામત લાગુ કરવા માટે રજૂ કરવામાં આવશે. 2011 ની વસ્તી ગણતરીના આધારે 2029 ની લોકસભા ચૂંટણીમાં બેઠકોની સંખ્યા 543 થી વધારીને 816 કરી શકાય છે, જેમાં 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.

ADVERTISEMENT
આ પણ વાંચો: ''પેટ્રોલ-ડીઝલ અને ગેસની...'', મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે લોકસભામાં PM મોદીનું મોટું નિવેદન
ગૃહમંત્રીએ વિપક્ષી નેતાઓ સાથે કરી વાત
ADVERTISEMENT
મહિલા અનામત બિલમાં સુધારા અંગે સરકારે વિપક્ષી નેતાઓ સાથે પણ વાતચીત શરૂ કરી છે. ગૃહમંત્રી અમિત શાહે શિવસેના (યૂબીટી) અને એનસીપી (શરદ પવાર) જેવા વિપક્ષી પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરી છે. શરૂઆતમાં ગૃહમંત્રીએ નાના વિપક્ષી પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરી છે. મુખ્ય વિપક્ષી પક્ષ, કોંગ્રેસ અને અન્ય મુખ્ય પક્ષોના નેતાઓ સાથે ચર્ચા હજુ બાકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.