ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / પૂર્વ CMના ઘર બહાર EDના અધિકારીઓની ગાડી પર હુમલો, પથ્થરમારો કરીને કાચ તોડાયા

National / પૂર્વ CMના ઘર બહાર EDના અધિકારીઓની ગાડી પર હુમલો, પથ્થરમારો કરીને કાચ તોડાયા

Published By: Nidhi Panchal

Last Updated: 04:13 PM, 27 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના નિવાસસ્થાને EDની કાર્યવાહી બાદ રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. CPI(M)એ આ સમગ્ર કાર્યવાહી રાજકીય બદલો ગણાવી કેન્દ્ર સરકાર અને ED સામે આકરા પ્રહાર કર્યા છે

ADVERTISEMENT

કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન વિપક્ષી નેતા પિનરાઈ વિજયનના નિવાસસ્થાને ED દ્વારા કરાયેલા દરોડા બાદ રાજ્યના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ કાર્યવાહી બાદ CPI(M)ના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સમગ્ર ઘટનાને રાજકીય બદલો ગણાવી કેન્દ્ર સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. તિરુવનંતપુરમ અને કન્નુર સહિતના વિસ્તારોમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું.

ED-2

કેરળમાં કુલ 10 સ્થળોએ દરોડા

માહિતી અનુસાર, EDએ બુધવારે કેરળમાં કુલ 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં પિનરાઈ વિજયન અને તેમની પુત્રી વીણા વિજયનના નિવાસસ્થાનોનો પણ સમાવેશ થાય છે. આ કાર્યવાહી કથિત મની લોન્ડરિંગ કેસ અને નાણાકીય ગેરરીતિઓ સાથે સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે. દરોડા પૂરા થયા બાદ જ્યારે ED અધિકારીઓ બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે CPI(M)ના કાર્યકરોએ ગેટ બહાર વિરોધ શરૂ કર્યો હતો અને સૂત્રોચ્ચાર સાથે અધિકારીઓની પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિ એટલી બગડી ગઇ હતી કે , થોડા સમય માટે ધક્કામુક્કી અને ગેરવ્યવસ્થા ઉભી થઈ હતી. બાદમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ અને સ્થાનિક અધિકારીઓએ કાર્યકરોને સમજાવી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. ED અધિકારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ખાસ વ્યવસ્થા કરવી પડી હતી.

કેન્દ્ર સરકાર અને ED પર ગંભીર આરોપો

CPI(M)ના મહાસચિવ એમએ બેબીએ કેન્દ્ર સરકાર અને ED પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું કે દેશભરમાં વિપક્ષી નેતાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને આ સમગ્ર કાર્યવાહી ભાજપ અને RSSની રાજકીય રણનીતિનો ભાગ છે. એમએ બેબીએ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાના કેસનો ઉલ્લેખ કરતા કહ્યું કે અનેક વખત અદાલતો દ્વારા રાહત આપવામાં આવી હોવા છતાં તપાસ એજન્સીઓનો ઉપયોગ રાજકીય દબાણ માટે કરવામાં આવે છે.

keralal

સેવા આપ્યા વગર કરોડો રૂપિયાની શંકાસ્પદ ચુકવણી

આ સમગ્ર મામલો પિનરાઈ વિજયનની પુત્રી વીણા વિજયનની કંપની “એક્સાલોજિક સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ” સાથે જોડાયેલો છે. આરોપ મુજબ, કંપનીએ કોચીન મિનરલ્સ એન્ડ રૂટાઇલ લિમિટેડ (CMRL) પાસેથી કોઈ સેવા આપ્યા વગર કરોડો રૂપિયાની શંકાસ્પદ ચુકવણી મેળવી હતી. વર્ષ 2017માં બંને કંપનીઓ વચ્ચે સોફ્ટવેર અને માર્કેટિંગ સેવાઓ માટે કરાર થયો હતો, પરંતુ તપાસ દરમિયાન વચન આપેલી સેવાઓ પૂરી પાડવામાં આવી નહોતી તેવું સામે આવ્યું છે.

આ પણ વાંચો : મમતા બેનરજીને મોટો ઝટકો, આ લેડી સાંસદે TMCમાં તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું

આ કેસ સૌપ્રથમ 2019માં આવકવેરા વિભાગની તપાસ દરમિયાન બહાર આવ્યો હતો. બાદમાં જાન્યુઆરી 2024માં કેન્દ્ર સરકારે Serious Fraud Investigation Office (SFIO)ને સમગ્ર મામલાની તપાસ સોંપી હતી. SFIOની ચાર્જશીટના આધારે EDએ માર્ચ 2024માં મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. હવે ED દ્વારા થયેલા દરોડા બાદ કેરળના રાજકારણમાં ભારે ઉથલપાથલ મચી છે અને આગામી દિવસોમાં આ મામલો વધુ ગરમાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CPI(M) Pinarayi Vijayan Kerala ED Raid

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ