ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:15 PM, 18 January 2026
ADVERTISEMENT
Jharkhand Accident News: ઝારખંડના લાતેહારમાં લગ્ન સમારંભમાંથી પરત ફરી રહેલી બસ પલટી જતાં 4 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે. બસ છત્તીસગઢના બલરામપુરથી મહુઆદાનર જઈ રહી હતી. પોલીસે બચાવ કામગીરી શરૂ કરી છે અને ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે.
ADVERTISEMENT
ઝારખંડના લાતેહાર જિલ્લામાં એક ભયંકર માર્ગ અકસ્માત થયો છે, લગ્ન સમારંભમાંથી પરત ફરી રહેલી બસ પલટી જતાં 4 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઝારખંડના લાતેહાર જિલ્લામાં રવિવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત થયો છે. જ્યારે છત્તીસગઢથી આવી રહેલી એક રિઝર્વ બસ મહુઆદંડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓરસા ઘાટીમાં કાબુ ગુમાવીને પલટી ગઈ. મુસાફરો બલરામપુરના મહારાજગંજ ગામથી સગાઈ સમારોહમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ 'મારો સતત પ્રયાસ રહ્યો છે કે હું સેવા કરું પરંતુ TMC...', બંગાળથી PMના પ્રહાર
ADVERTISEMENT
રાહત અને બચાવ કામગીરી
ઘટનાની જાણ થતા ગ્રામજનોએ વહીવટીતંત્રને જાણ કરી અને રાહત પ્રયાસો શરૂ કર્યા. તાત્કાલિક આરોગ્ય વિભાગ અને અન્ય ટીમોને ઘટનાસ્થળે મોકલી દીધી. મહુઆદંડ, ગરુ અને નેતરહાટની આરોગ્ય ટીમો એમ્બ્યુલન્સ સાથે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલમાં લઇ ગઇ છે. કેટલાક ગંભીર રીતે ઘાયલોને અન્ય હોસ્પિટલોમાં રિફર કરાયા છે.
ADVERTISEMENT
સ્થાનિક રહેવાસીઓએ પણ માનવતા દાખવી અને ઘાયલ મુસાફરોને ખાનગી વાહનોમાં હોસ્પિટલમાં લઈ જવામાં મદદ કરી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલોની સારવાર ચાલી રહી છે, અને મૃત્યુઆંક અને ઘાયલોની સ્થિતિ અંગે સત્તાવાર માહિતી તબીબી તપાસ પછી જાહેર કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ