બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:08 PM, 7 March 2026
Helicopter Emergency landing : ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય આજે એક ગંભીર પરિસ્થિતિમાંથી સુરક્ષિત બહાર આવ્યા. લખનૌથી કૌશામ્બી જતી તેમની હેલિકોપ્ટર ફ્લાઇટ દરમિયાન અચાનક ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
પ્રાથમિક વિગતો મુજબ નાયબ મુખ્યમંત્રી લખનૌના લા માર્ટ્સ મેદાનમાંથી કૌશામ્બી જવા માટે હેલિકોપ્ટર દ્વારા રવાના થયા હતા. ટેકઓફ કર્યા પછી થોડા જ સમયમાં હેલિકોપ્ટરના કેબિનમાં અચાનક ધુમાડો જોવા મળ્યો. સાથે જ હેલિકોપ્ટરનો ડિસ્પ્લે સિસ્ટમ પણ બંધ થઈ ગયો હતો.
ADVERTISEMENT
The helicopter of Uttar Pradesh Deputy Chief Minister Keshav Prasad Maurya, which was flying from Lucknow's La Mart Ground to Kaushambi, made an emergency landing at Lucknow airport due to a technical fault. The helicopter had to make an emergency landing because it suddenly…
— ANI (@ANI) March 7, 2026
આ ઘટનાથી હેલિકોપ્ટરમાં હાજર લોકોમાં થોડી ક્ષણો માટે ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું. પરિસ્થિતિને ગંભીરતાથી સમજીને પાયલોટે તરત જ લખનૌ એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને Chaudhary Charan Singh International Airport (અમૌસી એરપોર્ટ) પર ઇમરજન્સી લેન્ડિંગ માટે મંજૂરી માંગવામાં આવી.
ADVERTISEMENT

આ પણ વાંચો : રશિયન તેલ મુદ્દે ટ્રમ્પ સરકારનું નરમ વલણ, ભારત માટે સારા સમાચાર
ADVERTISEMENT
આ તરફ એરપોર્ટ સત્તાવાળાઓએ તાત્કાલિક તમામ જરૂરી તૈયારીઓ કરી અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી. થોડા જ સમયમાં હેલિકોપ્ટર સુરક્ષિત રીતે એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું. લેન્ડિંગ બાદ સુરક્ષા અને ટેકનિકલ ટીમોએ તરત જ હેલિકોપ્ટરને તપાસ માટે ઘેરી લીધું અને નાયબ મુખ્યમંત્રીને સંપૂર્ણ સુરક્ષામાં બહાર લાવવામાં આવ્યા. પ્રાથમિક તપાસમાં હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે નિષ્ણાતોની ટીમ દ્વારા સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવશે જેથી ખામીનું સાચું કારણ જાણી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.