ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / દિલ્હીમાં તમામ સરકારી યોજનાઓ થશે બંધ! અપાત્ર લોકોની હકાલપટ્ટી કરાશે

મોટી કવાયત / દિલ્હીમાં તમામ સરકારી યોજનાઓ થશે બંધ! અપાત્ર લોકોની હકાલપટ્ટી કરાશે

Published By: Priykant Shrimali

Last Updated: 07:57 PM, 21 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Govt Schemes : દિલ્હીની રેખા ગુપ્તા સરકાર બધી મફત યોજનાઓની સમીક્ષા કરવા જઈ રહી છે અને બધા અયોગ્ય લોકોને તેમાંથી બાકાત રાખવામાં આવશે, જાણો શું છે સરકારનો પ્લાન ?

ADVERTISEMENT

Delhi Govt Schemes : દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એક મોટી જાહેરાત કરી છે. વાસ્તવમાં CM રેખા ગુપ્તાએ કહ્યું કે, બધી કલ્યાણકારી યોજનાઓની ફરીથી સમીક્ષા કરવામાં આવશે અને અપાત્ર લાભાર્થીઓની હકાલપટ્બી કરવામાં આવશે.

આ સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે, હવેથી ફક્ત સાચા જરૂરિયાતમંદોને જ આ યોજનાઓનો લાભ મળશે. આ બધા પરથી એક વાત તો સ્પષ્ટ છે કે, દિલ્હીની રેખા ગુપ્તા સરકાર બધી મફત યોજનાઓની સમીક્ષા કરવા જઈ રહી છે અને બધા અયોગ્ય લોકોને તેમાંથી બાકાત રાખવામાં આવશે.

મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત

આ સાથે દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિવ્યાંગો માટે ડિજિટલ કાર્ડ સિસ્ટમ શરૂ કરવાની પણ જાહેરાત કરી. ઉપરાંત તેમણે વરિષ્ઠ નાગરિકો અને ગંભીર દિવ્યાંગો માટે માસિક સહાય યોજનાઓની પુનઃ ચકાસણી ઝડપી બનાવવાની વાત કરી. વિગતો મુજબ હાલની સ્થિતિએ દિલ્હીમાં 4 લાખથી વધુ વૃદ્ધો અને 1.34 લાખ દિવ્યાંગો આ યોજનાઓના લાભાર્થી છે.

આ સાથે કૌટુંબિક લાભ યોજના હેઠળ, 1,100 થી વધુ પરિવારોને 20,000 રૂપિયાની એકમ રકમ સહાય આપવામાં આવી છે. SMILE યોજના હેઠળ સરકાર ભિખારીઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે કામ કરી રહી છે. આ બધાની વચ્ચે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ અધિકારીઓને પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો.

આ પણ વાંચો : સંસદ ભવનમાં PM મોદીની અધ્યક્ષતામાં મોટી બેઠક, શાહ-નડ્ડા અને રાજનાથ સહિત આ નેતાઓ હાજર

હવે જાણીએ કે કઈ યોજનાઓમાં કેટલો લાભ ?

  • દિવ્યાંગ સહાયતા યોજના - સરકાર ગંભીર રીતે અપંગ વ્યક્તિઓને દર મહિને 2,500 રૂપિયાની સહાય આપે છે. અત્યાર સુધીમાં આ લાભ 1.34 લાખ લોકોને આપવામાં આવ્યો છે.
  • વરિષ્ઠ નાગરિક સહાય યોજના - 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને લાભ. દર મહિને રૂ. 2,000થી રૂ. 2,500ની નાણાકીય સહાય. અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વરિષ્ઠ નાગરિકોએ આનો લાભ લીધો છે.
  • કૌટુંબિક લાભ યોજના - સરકાર પરિવારના કમાતા સભ્યના મૃત્યુ પર સહાય પૂરી પાડે છે. 20,000 રૂપિયાની એકમ રકમ સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 1,100 થી વધુ આશ્રિત પરિવારોને લાભ આપવામાં આવ્યો છે.
  • SMILE યોજના - ભિખારીઓને મદદ કરવા માટેની યોજના. તેમને ઘર આપવામાં આવે છે. તાલીમ આપવામાં આવે છે. કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને રોજગારની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rekha Gupta Delhi Government Scheme

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ