બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / માત્ર 4 રાજ્યો જ નહીં, હિમાલય પર પણ અરવલ્લી ધર્મ સંકટનો ખતરો!
Last Updated: 11:30 AM, 24 December 2025
Aravalli Crisis : અરવલ્લી પર્વતમાળા ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંની એક છે. તે માત્ર એક ભૂગોળીય રચના નથી, પરંતુ ઉત્તર ભારતના પર્યાવરણ માટે એક કુદરતી રક્ષાકવચ છે. આ તરફ તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યાને મંજૂરી મળ્યા બાદ પર્યાવરણવિદોમાં ગંભીર ચિંતા જોવા મળી રહી છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
નવેમ્બર 2025માં મંજૂર થયેલી વ્યાખ્યા અનુસાર આસપાસની જમીનથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા ભૂમિ સ્વરૂપને અરવલ્લી ગણવામાં આવશે અને જો આવા બે કે વધુ પર્વતીય ભાગો એકબીજાથી 500 મીટરની અંદર હોય તો તેને અરવલ્લી પર્વતમાળા માનવામાં આવશે. સરકાર માટે આ વ્યાખ્યા જૂની વ્યવસ્થાનું વિસ્તરણ છે, પરંતુ પર્યાવરણ નિષ્ણાતો માને છે કે, આ નિર્ણયથી અરવલ્લીનો મોટો ભાગ સંરક્ષણથી બહાર થઈ શકે છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટનો એક આદેશ, અને ગુજરાતથી છેક દિલ્હી સુધી અરવલ્લીના પડઘા પડ્યાં!
ADVERTISEMENT
અરવલ્લી કેમ એટલી મહત્વપૂર્ણ છે?
અરવલ્લી પર્વતમાળા થાર રણ અને ઉત્તર ભારત વચ્ચે એક કુદરતી અવરોધ તરીકે કાર્ય કરે છે. તે રણના વિસ્તરણને રોકે છે, ભૂગર્ભજળને સાચવે છે અને દિલ્હી–NCR સહિત ઉત્તર ભારતમાં હવાની ગુણવત્તા જાળવવામાં મદદ કરે છે. જો અરવલ્લી નબળી પડે તો થાર રણ પૂર્વ તરફ વિસ્તરી શકે છે જેના કારણે રેતીના તોફાનો, પાણીની અછત અને પ્રદૂષણ વધવાની શક્યતા રહે છે.
ADVERTISEMENT

અરવલ્લી સંકટ અને હિમાલય વચ્ચેનો સંબંધ
ADVERTISEMENT
નિષ્ણાંતો અનુસાર જો અરવલ્લી વિસ્તારમાં ખાણકામ, વનનાબૂદી અને અયોગ્ય જમીન ઉપયોગ વધે, તો ધૂળના કણોનું પ્રમાણ ખૂબ વધી શકે છે. અરવલ્લી હાલ થાર રણમાંથી ઊડતી ધૂળને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેની ઊંચાઈ, ખડકાળ રચના અને જંગલો પવનની ગતિ ધીમી કરે છે, જેથી મોટાભાગની ધૂળ ભારત-ગંગાના મેદાનમાં જ જમા થઈ જાય છે. પરંતુ જો અરવલ્લી નબળી પડશે, તો પવન વધુ ઝડપથી ધૂળને ઉત્તર ભારત અને હિમાલય તરફ લઈ જશે. વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે, મધ્ય એશિયા અને થાર રણમાંથી ઊડતી ધૂળ પહેલેથી જ તિબેટીયન પ્રદેશ અને હિમાલય સુધી પહોંચી રહી છે.
આ પણ વાંચો : જો અરવલ્લી ન રહી તો શું થશે? 5 બાબતોમાં સમજો અસલી ખતરો, ભારતને ભારે પડશે
ADVERTISEMENT
ધૂળ હિમાલય સુધી કેવી રીતે પહોંચે છે?
ઉનાળાના સમયમાં દક્ષિણ-દક્ષિણપશ્ચિમ પવનો રણમાંથી સૂક્ષ્મ ધૂળના કણો (PM2.5 અને PM1) ઊડાવી લે છે. મોટા કણો માર્ગમાં જ પડી જાય છે પરંતુ નાના કણો લાંબી દૂરી સુધી જઈ શકે છે. આ પવનો રસ્તામાં ઔદ્યોગિક અને વાહનજન્ય પ્રદૂષણ પણ સાથે લઈ જાય છે. ઉપગ્રહ ચિત્રો બતાવે છે કે ચોમાસા પહેલા થાર રણની ધૂળ મધ્ય હિમાલય સુધી પહોંચી શકે છે.

હિમનદીઓ પર ધૂળનો ખતરો
જ્યારે આ ધૂળ હિમનદીઓ અને બરફ પર જમા થાય છે ત્યારે તે સૂર્યપ્રકાશને વધુ શોષે છે. ખાસ કરીને કાળો કાર્બન બરફની સપાટીને ગરમ કરે છે જેના કારણે હિમનદીઓ ઝડપથી પીગળે છે. વૈજ્ઞાનિકો કહે છે કે, બરફની પ્રતિબિંબ ક્ષમતા (આલ્બેડો)માં માત્ર 2–5% ઘટાડો પણ ગ્લેશિયર પીગળવાની ગતિને ઘણી ગણી વધારી શકે છે.

આ પણ વાંચો : અરવલ્લીને બચાવવા ગુજરાતમાં અભિયાન, નેતાઓ,સ્થાનિકો અને સાધુ-સંતોએ વિરોધ કર્યો
શું ઉત્તરાખંડના વરસાદ પર અસર પડશે?
આ મુદ્દે નિષ્ણાંતો સ્પષ્ટ કરે છે કે, અરવલ્લી પર્વતમાળાનો ઉત્તરાખંડના વરસાદ પર કોઈ સીધો પ્રભાવ નથી. ઉત્તરાખંડમાં વરસાદ મુખ્યત્વે બંગાળની ખાડીમાંથી આવતા ચોમાસાના પવનો અને હિમાલયની ઊંચી ભૂગોળને કારણે થાય છે. અરવલ્લી પર્વતમાળા ભૂગોળીય રીતે દૂર છે અને તેની ઊંચાઈ પણ ઓછી હોવાથી તે ચોમાસાના પવનોને રોકવા કે વળાવવા સક્ષમ નથી. ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા મુખ્યત્વે બંગાળની ખાડીમાંથી આવતા દક્ષિણપશ્ચિમ ચોમાસા, હિમાલયના દક્ષિણ ઢોળાવ પર થતી તીવ્ર ઓરોગ્રાફિક પ્રક્રિયા અને શિયાળામાં પશ્ચિમી વિક્ષેપો દ્વારા નિયંત્રિત થાય છે.
આ પણ વાંચો : અરવલ્લીની ગોદમાં છુપાયેલો છે કુબેરનો ખજાનો, કોઈ ન શોધી શક્યું, શોધનારા ગાયબ
તો ચિંતા શા માટે?
ભલે અરવલ્લી ઉત્તરાખંડના વરસાદને સીધો અસર ન કરતી હોય પરંતુ તેની નબળાઈથી ધૂળ અને પ્રદૂષણનો પ્રવાહ હિમાલય તરફ વધે શકે છે. આ હિમનદીઓ, તાપમાન અને લાંબા ગાળાના પર્યાવરણ સંતુલન માટે જોખમરૂપ છે. હિમાલય “પૃથ્વીનો મુગટ” અને “ભારતની કરોડરજ્જુ” કહેવાય છે, અને તેમાં થતો નાનો ફેરફાર પણ દૂરગામી અસર કરી શકે છે.

નિષ્ણાંતો માને છે કે, સમસ્યાનો ઉકેલ વિકાસ અટકાવવામાં નથી, પરંતુ નિયમોનો યોગ્ય અમલ કરવામાં છે. જો ખાણકામ, જમીન ઉપયોગ અને વન સંરક્ષણ સંબંધિત નીતિઓને સાચી રીતે જમીન પર લાગુ કરવામાં આવે, તો વિકાસ અને પર્યાવરણ બંને સાથે ચાલી શકે છે. એટલે જો આપણે સરળ શબ્દોમાં સમજીએ તો અરવલ્લી સંકટ માત્ર ચાર રાજ્યોની સમસ્યા નથી. તે ભારતના પર્યાવરણ, હિમાલયની સ્થિરતા અને ભવિષ્યની પેઢીઓ સાથે જોડાયેલો મુદ્દો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.