બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અરવલ્લી વિવાદ પર પર્યાવરણ મંત્રીનું મોટું નિવેદન : 90% થી વધુ વિસ્તાર સુરક્ષિત છે, પરંતુ...
Last Updated: 08:30 PM, 21 December 2025
ગુજરાતમાં અરવલ્લી પર્વતમાળાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે અરાવલીની નવી પરિભાષા બદલવાથી મોટા પાયે ખનનને મંજૂરી આપવામાં આવી રહી હોવાના દાવાઓ ભ્રામક છે. સરકારનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલો માળખો અરવલ્લી ક્ષેત્રને અગાઉ કરતાં વધુ મજબૂત સુરક્ષા આપે છે અને નવા ખનન પટ્ટાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ યથાવત્ રાખે છે, જ્યાં સુધી સમગ્ર મેનેજમેન્ટ પ્લાનને અંતિમ સ્વરૂપ આપવામાં ન આવે.
ADVERTISEMENT

સુપ્રીમ કોર્ટે અરવલ્લી પહાડીઓની એકસમાન પરિભાષાને મંજૂરી આપ્યા બાદ પર્યાવરણવિદો અને નાગરિકોમાં ચિંતા જોવા મળી હતી. આ ચિંતાને દૂર કરવા માટે પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવે જાહેરમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકૃત માળખા હેઠળ અરાવલી વિસ્તારનો 90 ટકાથી વધુ ભાગ સંરક્ષિત ક્ષેત્રમાં આવરી લેવાશે. તેમણે કહ્યું કે ખનનને છૂટ આપવામાં આવી રહી હોવાની વાત સંપૂર્ણ રીતે ખોટી છે અને જનમાનસમાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
#WATCH | South 24 Parganas, WB: On Aravalli Hills issue, Union Minister for Environment, Forest & Climate Change, Bhupendra Yadav, says, "... There are no relaxations on the Aravalli. The Aravalli range spreads across four states of the country, including Delhi, Haryana,… pic.twitter.com/NKfaSkfTeP
— ANI (@ANI) December 21, 2025
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, અરવલ્લી વિસ્તારમાં ખનનને લઈને વિવિધ રાજ્યોમાં અલગ-અલગ માપદંડો લાગુ હોવાથી લાંબા સમયથી ગૂંચવણ અને દુરુપયોગ થતો હતો. કેટલાક સ્થળોએ પહાડોની તળેટી નજીક સુધી ખનન ચાલી રહ્યું હતું, જેના કારણે પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું હતું. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે મે 2024માં એક સમિતિની રચના કરી હતી, જેને એકસમાન અને સ્પષ્ટ પરિભાષા તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
ADVERTISEMENT
આ સમિતિ પર્યાવરણ મંત્રાલયના સચિવની અધ્યક્ષતામાં રચાઈ હતી, જેમાં રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને દિલ્હી સહિતના રાજ્યોના પ્રતિનિધિઓ તેમજ તકનીકી સંસ્થાઓના નિષ્ણાતો સામેલ હતા. સમિતિના અભ્યાસમાં સામે આવ્યું કે રાજસ્થાન એ એકમાત્ર રાજ્ય હતું, જ્યાં વર્ષ 2006થી અરાવલીની સ્પષ્ટ પરિભાષા અમલમાં હતી. આ મોડલને અન્ય રાજ્યો દ્વારા અપનાવવા પર સહમતિ થઈ હતી.
આ પરિભાષા મુજબ, આસપાસની ભૂ-આકૃતિ કરતાં 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા ભૂ-આકારોને પહાડી ગણવામાં આવે છે. આવી પહાડીઓને આવરી લેતા બાઉન્ડિંગ કન્ટૂરની અંદર આવતો સમગ્ર વિસ્તાર ખનન માટે પ્રતિબંધિત રહેશે, ભલે અંદરના ભૂ-આકારોની ઊંચાઈ અથવા ઢાળ કંઈ પણ હોય. સરકારનું કહેવું છે કે આ નિયમો ખનનને નિયંત્રિત કરવા માટે વધુ કડક અને પારદર્શક છે.
ADVERTISEMENT
સરકાર દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતા મુજબ, માત્ર 100 મીટરનો માપદંડ ખનનની છૂટ માટે નથી, પરંતુ તે પહાડી પ્રણાલી ઓળખવા માટેનો વૈજ્ઞાનિક ધોરણ છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે એવું માનવું ખોટું છે કે 100 મીટરથી નીચેના તમામ વિસ્તારો ખનન માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. વાસ્તવમાં, આખી પહાડી વ્યવસ્થા અને તેની અંદર આવતો વિસ્તાર સંરક્ષણ હેઠળ જ રહેશે.
સરકારી આંકડાઓ દર્શાવે છે કે રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતના અરાવલી જિલ્લાઓમાં હાલ કાયદેસર રીતે મંજૂર ખનન કુલ ભૌગોલિક વિસ્તારના માત્ર 0.19 ટકા જેટલું છે. દિલ્હી, જ્યાં અરાવલીના પાંચ જિલ્લાઓ આવે છે, ત્યાં કોઈપણ પ્રકારનું ખનન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. સરકારનું કહેવું છે કે અરાવલી માટે સૌથી મોટો ખતરો હજુ પણ ગેરકાયદેસર અને અનિયંત્રિત ખનન છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : અમદાવાદમાં TET-1 પરીક્ષા, મેથ્સ અઘરું પૂછાતા ઉમેદવારો અટવાયાં, બે વિદ્યાર્થીઓને અકસ્માત
આ ગેરકાયદેસર ખનનને રોકવા માટે સમિતિએ ડ્રોન, સેટેલાઇટ અને આધુનિક મોનીટરીંગ ટેકનોલોજીના ઉપયોગની ભલામણ કરી છે. સાથે સાથે, કોર અને ઇનવાયોલેટ વિસ્તારોની સ્પષ્ટ ઓળખ કરીને ત્યાં ખનન પર સંપૂર્ણ પ્રતિબંધ રાખવાની પણ વાત કરવામાં આવી છે. સરકારના મતે, આ પગલાંઓથી અરાવલી પર્વતમાળાનું સંરક્ષણ વધુ મજબૂત બનશે અને પર્યાવરણનું સંતુલન જળવાશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.