બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં TET-1 પરીક્ષા, મેથ્સ અઘરું પૂછાતા ઉમેદવારો અટવાયાં, બે વિદ્યાર્થીઓને અકસ્માત

ગુજરાત / અમદાવાદમાં TET-1 પરીક્ષા, મેથ્સ અઘરું પૂછાતા ઉમેદવારો અટવાયાં, બે વિદ્યાર્થીઓને અકસ્માત

Priykant Shrimali

Last Updated: 06:15 PM, 21 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TET Exam 2025 : TET-1 પરીક્ષા દરમિયાન અકસ્માતની ઘટના, ઉમેદવારો માટે મુશ્કેલ સાબિત થયું મેથ્સનું પેપર

TET Exam 2025 : ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા આજે 21 ડિસેમ્બરના રોજ ધોરણ 1થી 5 માટેના સરકારી પ્રાથમિક શિક્ષક બનવા માટે TET-1 પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા બપોરના 12 થી 2 વાગ્યા સુધી યોજાઈ હતી, જેમાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભાગ લીધો હતો. રાજ્યભરમાં કુલ અંદાજે 1.01 લાખ ઉમેદવારો નોંધાયા હતા. આ તરફ આજે હિંમતનગરથી પરીક્ષા આપવા આવેલા બે યુવકો જ્યારે બાપુનગર વિસ્તારમાં અજીતમીલ ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે એક કાર સાથે અકસ્માત સર્જાયો હતો.

પરીક્ષા પહેલા નડ્યો અકસ્માત

પરીક્ષા પહેલા અમદાવાદમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. હિંમતનગરથી પરીક્ષા આપવા આવેલા બે યુવકો જ્યારે બાપુનગર વિસ્તારમાં અજીતમીલ ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે એક કાર સાથે અકસ્માત સર્જાયો હતો. હ્યુન્ડાઈ અલ્કાઝર કારના ચાલકે બંને યુવકોને અડફેટે લેતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે શારદાબેન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કારચાલકે પણ જવાબદારી દાખવી તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. હાલ ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

38 હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચ્યા હતા. અમદાવાદમાં 38 હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં પણ મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : VIDEO : 5 વર્ષની બાળકીના દુષ્કર્મીને ગોળી કેમ મારી? ગાંધીનગર લેડી PIનો મોટો ઘટસ્ફોટ

મેથ્સ અઘરું પૂછાતા ઉમેદવારો અટવાયાં

આ તરફ પરીક્ષા આપનારા ઘણા ઉમેદવારો માટે આજનું પેપર સરળ ન રહ્યું. ખાસ કરીને મેથ્સ વિષયના પ્રશ્નો અઘરા હોવાનું ઉમેદવારોનું કહેવું છે. બે વર્ષ બાદ લેવાયેલી આ પરીક્ષામાં સમય મર્યાદા 30 મિનિટ વધારીને કુલ 120 મિનિટ રાખવામાં આવી હતી, તેમ છતાં ઘણા ઉમેદવારો સમયસર પેપર પૂર્ણ કરી શક્યા ન હતા. જો કે પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારનો વિવાદ થયો ન હતો અને સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. 150 ગુણના પેપરમાં નેગેટિવ માર્કિંગ ન રાખવામાં આવતા ઉમેદવારોને થોડી રાહત મળી હતી. આ પરીક્ષામાં સફળ થનારા ઉમેદવારોને ધોરણ 1 થી 5 માટેના સરકારી પ્રાથમિક શિક્ષક તરીકે પસંદગી આપવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad TET Exam Student Accident
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ