બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : 5 વર્ષની બાળકીના દુષ્કર્મીને ગોળી કેમ મારી? ગાંધીનગર લેડી PIનો મોટો ઘટસ્ફોટ

ઘટસ્ફોટ / VIDEO : 5 વર્ષની બાળકીના દુષ્કર્મીને ગોળી કેમ મારી? ગાંધીનગર લેડી PIનો મોટો ઘટસ્ફોટ

Priykant Shrimali

Last Updated: 06:17 PM, 21 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar Firing : ગાંધીનગરમાં બાળકી પર દુષ્કર્મ કેસમાં હવે ખુદ મહિલા PIએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું ?

Gandhinagar Firing : ગાંધીનગરમાં ચાર વર્ષની માસૂમ બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસમાં ગઇકાલે પોલીસ કાર્યવાહી દરમિયાન એક ગંભીર ઘટના સામે આવી હતી. વિગતો મુજબ આરોપીની ઘટનાસ્થળ પર તપાસ (રિકન્સ્ટ્રક્શન) દરમિયાન ભાગવાની કોશિશ કરતાં મહિલા PIએ ફરજ દરમિયાન ફાયરિંગ કર્યું હતું. આ સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી છે.

શું કહ્યું દુષ્કર્મી પર ફાયરિંગ કરનાર મહિલા PI એ ?

સેક્ટર-24 પોલીસ સ્ટેશનના PI લતા દેસાઈએ જણાવ્યું કે, આરોપીએ એક ચાર વર્ષની બાળકીનું અપહરણ કરી તેને એક અવાવરી જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ ગંભીર ગુનો કર્યા બાદ આરોપી સીધો પોતાની નોકરીની જગ્યાએ એક ડેરીમાં કામ પર જતો રહ્યો હતો અને ત્યાં જ રહેતો હતો. પોલીસે ઘટનાની તપાસ દરમિયાન અંદાજે 300 જેટલા CCTV ફૂટેજ ચકાસ્યા બાદ આરોપીની ઓળખ કરી હતી અને તેને પકડી લેવામાં આવ્યો હતો. આરોપીને ઘટનાની વિગત સમજવા માટે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાયો હતો.

આ પણ વાંચો : જો અરવલ્લી ન રહી તો શું થશે? 5 બાબતોમાં સમજો અસલી ખતરો, ભારતને ભારે પડશે

ભાગવાનો પ્રયાસ કર્યો અને પછી...

PI લતા દેસાઈના જણાવ્યા મુજબ, રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ અચાનક પોલીસને ધક્કો મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી લગભગ 25 ફૂટ જેટલો દૂર ભાગી ગયો હતો. પોલીસ દ્વારા તેને રોકવા માટે પહેલા ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ આરોપી ન અટકતાં ફરજના ભાગરૂપે ફાયરિંગ કરવું પડ્યું હતું. કુલ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા જેમાંથી બે ગોળી મિસ થઈ હતી અને એક ગોળી આરોપીના પગમાં વાગી હતી. બાદમાં આરોપીને કાબૂમાં લઈ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, સમગ્ર મામલે આજે પોલીસ દ્વારા નિયમ મુજબ પંચનામું કરવામાં આવ્યું છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Reconstruction PI Lata Desai Gandhinagar Firing
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ