બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / જો અરવલ્લી ન રહી તો શું થશે? 5 બાબતોમાં સમજો અસલી ખતરો, ભારતને ભારે પડશે
Last Updated: 04:24 PM, 21 December 2025
Save Aravalli : હાલ તમે સોશિયલ મીડિયા કે સમાચારોમાં તમે એક શબ્દ સાંભળ્યો જ હશે અને એ છે "Save Aravalli". હવે તમારા મનમાં એમ હશે કે, આ "Save Aravalli" એટલે શું ? આજે આપણે આર્ટિકલમાં એ તમામ મુદ્દાઓ વિશે જાણીશું કે, જે તમારે જાણવા જોઈએ. અરવલ્લી પર્વતમાળા ફક્ત પથ્થરો અને ટેકરીઓની શ્રેણી નથી. તે ઉત્તર ભારત માટે શ્વાસ, પાણી, હવા અને જીવનની રક્ષાકવચ છે. આજે જ્યારે અરવલ્લી પર ખતરો ઊભો થયો છે ત્યારે આ મુદ્દો ફક્ત પર્યાવરણનો નહીં પરંતુ કરોડો લોકોના ભવિષ્યનો બની ગયો છે. પર્યાવરણ નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો અરવલ્લી પર્વતમાળાનું રક્ષણ ન થયું, તો ઉત્તર ભારત ગંભીર સંકટમાં ફસાઈ શકે છે. તાજેતરમાં અરવલ્લીની નવી વ્યાખ્યા સામે આવ્યા બાદ આ ચિંતા વધુ વધી ગઈ છે.
ADVERTISEMENT
સૌથી પહેલા જાણો છે શું છે આ સમગ્ર વિવાદ ?
સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા જવાબમાં કહેવામાં આવ્યું છે કે, ફક્ત જમીનથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી ટેકરીઓને જ અરવલ્લી પર્વતમાળાનો ભાગ માનવામાં આવશે. પર્યાવરણ નિષ્ણાતોનું કહેવું છે કે, આ વ્યાખ્યા અમલમાં આવે તો લગભગ 90 ટકા ટેકરીઓ સંરક્ષણની બહાર થઈ જશે. આનો સીધો અર્થ એ થાય છે કે, આવી ટેકરીઓ પર ખાણકામ, બાંધકામ, વૃક્ષો કાપવાની પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ શરૂ થઈ શકે છે.
ADVERTISEMENT
અરવલ્લીની પર્વતમાળા કેમ આટલી મહત્વની છે?
અરવલ્લી પર્વતમાળા વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક છે. તે ગુજરાતથી શરૂ થઈને રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી ફેલાયેલી છે. આ પર્વતમાળા ઉત્તર ભારતને રણ બનતા અટકાવે છે, વરસાદ અને હવામાનનું સંતુલન જાળવે છે, ભૂગર્ભજળને ભરાવે છે, ધૂળ અને પ્રદૂષણથી રક્ષણ આપે છે અને હજારો પ્રજાતિઓના જીવજંતુઓ અને વૃક્ષોનું ઘર છે
ADVERTISEMENT
હવે આપણે 5 મુદ્દામાં સમજીએ અરવલ્લી વગરનું ઉત્તર ભારત
ADVERTISEMENT

ADVERTISEMENT
હવે જાણો આખરે કેમ અચાનક અરવલ્લીની પર્વતમાળા ચર્ચામાં આવી ?
અરવલ્લી ફક્ત ટેકરીઓની સાંકળ નથી, પરંતુ ઉત્તર ભારતની જીવનરેખા છે. આ પર્વતમાળા થાર રણની રેતી, ગરમી અને ધૂળના તોફાનોને દિલ્હી, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ફળદ્રુપ વિસ્તારો સુધી પહોંચતા અટકાવે છે. અરવલ્લી ભૂગર્ભજળને રિચાર્જ કરે છે, જંગલો અને વન્યજીવનને ટેકો આપે છે અને લાખો લોકોને શુદ્ધ હવા પૂરી પાડે છે. પરંતુ આજે અરવલ્લી ફરી એકવાર રાજકારણ, કાયદો અને પર્યાવરણ વચ્ચેના સંઘર્ષનું કેન્દ્ર બની ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં સરકારના જવાબ બાદ સોશિયલ મીડિયાથી લઈને રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને દિલ્હીના રસ્તાઓ સુધી વિરોધ શરૂ થયો છે. પ્રશ્ન ફક્ત કાનૂની વ્યાખ્યાનો નથી, પરંતુ ભાવિ પેઢીઓના ભવિષ્યનો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ગુજરાતમાં આ દિવસથી વધવા લાગશે ઠંડીનું જોર, હવામાન વિભાગે કરી આગાહી
સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, અરવલ્લીની ઓળખ માટે ઊંચાઈને આધાર બનાવવો જોઈએ. ફક્ત 100 મીટરથી વધુ ઊંચી ટેકરીઓને જ અરવલ્લી ગણવામાં આવશે. પર્યાવરણ નિષ્ણાતોનું કહેવું છે કે આ વ્યાખ્યા ખતરનાક છે કારણ કે ઘણી ઊંચી ટેકરીઓને કાગળ પર 60–80 મીટર બતાવવામાં આવે છે, અલ્ટિમીટરથી ખોટું માપ બતાવી ખાણકામની પરવાનગી લેવાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.