બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / અરવલ્લીની ગોદમાં છુપાયેલો છે કુબેરનો ખજાનો, કોઈ ન શોધી શક્યું, શોધનારા ગાયબ

નેશનલ / અરવલ્લીની ગોદમાં છુપાયેલો છે કુબેરનો ખજાનો, કોઈ ન શોધી શક્યું, શોધનારા ગાયબ

Ajitsinh Jadeja

Last Updated: 06:19 PM, 23 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aravalli Hills : અરવલ્લી પર્વતમાળા જેને આપણે આજે ફક્ત પથ્થર અને ધૂળના પહાડ ગણીએ છીએ, તે વાસ્તવમાં ભારતની 2.5 અબજ વર્ષ જૂની ફૌલાદી દિવાલ છે.

Aravalli Hills : અરવલ્લી પર્વતમાળા જેને આપણે આજે ફક્ત પથ્થર અને ધૂળના પહાડ ગણીએ છીએ, તે વાસ્તવમાં ભારતની 2.5 અબજ વર્ષ જૂની ફૌલાદી દિવાલ છે. આ પર્વતમાળા રણની તપતી ગરમીને રોકીને ઉત્તર ભારતને હર્યુભર્યુ લીલુછમ રાખે છે. પરંતુ વિકાસ અને પર્યાવરણ વચ્ચે છેડાયેલ આ જંગ વચ્ચે રાજસ્થાનનો એક ઐતિહાસિક પ્રહેરી આજે પણ શાનથી ઉભો છે. જેને આપણે "બાલા કિલા" તરીકે ઓળખીએ છીએ.

અરવલ્લી પર્વતમાળા ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંની એક છે. ગુજરાતથી શરૂ થઈને રાજસ્થાન, હરિયાણા પસાર કરતી આ પર્વતમાળા દિલ્હી સુધી પહોંચે છે. આ ટેકરીઓ માત્ર પર્વતમાળા નથી, પરંતુ ઉત્તર ભારત માટે પાણી, હવા અને પર્યાવરણનું રક્ષણ કરતી એક કુદરતી દીવાલ છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અરવલ્લી પર્વતમાળા વિકાસ અને પર્યાવરણ વચ્ચે ફસાઈ ગઈ છે. ખાણકામ, ઉદ્યોગો અને સરકારી નીતિઓના કારણે આ પર્વતમાળા સતત ચર્ચામાં છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના એક નિર્ણય પછી આ વિવાદ ફરીથી ગરમાયો છે.

Bala-Fort

અરવલ્લીની પહાડીઓમાં ઊંચો, અલવરનો બાલા કિલ્લો ફક્ત એક ઐતિહાસિક ઇમારત જ નથી, પણ સદીઓથી ટકી રહેલું એક વણઉકેલાયેલ રહસ્ય પણ છે. આ શાંત દેખાતો કિલ્લો એવા રહસ્યો ધરાવે છે જે આજ સુધી વણઉકેલાયેલા છે.

સદીઓ જૂનું રહસ્ય આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી

આ કિલ્લા વિશે સૌથી ચર્ચિત વાત અહી છુપાયેલો છે કુબેરનો ખજાનો. લોકવાયકાઓ માનીએ તો આ કિલ્લાની નીચે ધનના દેવતા કુબેરનો અતિ કીમતિ ખજાનો દટાયેલો છે. એવું કહેવાય છે કે મુઘલોએ તેમની પુરી તાકાત લગાવી દીધી, મરાઠાઓએ તેને ઘેરો ઘાલ્યો, અને જાટોએ દરેક ખૂણે શોધ કરી, પરંતુ કોઈને ક્યારેય ખજાનો મળ્યો નથી. કેટલાક તેને ફક્ત એક કહાની માને છે, તો કેટલાક લોકો તેને એવુ રહસ્ય કહે છે જેનો શોધનાર ક્યારેય પાછો ફરતો નથી. આ જ કારણ છે કે આ ખજાનો આજે પણ ઇતિહાસ પ્રેમીઓ અને સાહસિકો માટે એક મુખ્ય કોયડો બન્યો છે.

આ પણ વાંચો : જો અરવલ્લી ન રહી તો શું થશે? 5 બાબતોમાં સમજો અસલી ખતરો, ભારતને ભારે પડશે

જાણો કેમ કહેવાય છે આ કુંવારા કિલ્લા?

જ્યારે હસન ખાન મેવતીએ 1492માં આ કિલ્લાનો પાયો નાખ્યો, ત્યારે કદાચ તેમને પણ ખ્યાલ નહોતો કે તે ઇતિહાસમાં એક અનોખી ઓળખ સ્થાપિત કરશે. આશરે 5 કિલોમીટર લાંબો અને 1.5 કિલોમીટર પહોળો આ કિલ્લો તેની ખાસ બનાવટ માટે જાણીતો છે. તેની દિવાલોમાં 446 નાના છિદ્રો બનાવાયા છે, જેનાથી સૈનિકો 10 ફૂટ લાંબી બંદૂકોથી દુશ્મનો પર સચોટ નિશાન સાધી શકતા હતા.

vtv app promotion

આ પણ વાંચો : અરવલ્લીને બચાવવા ગુજરાતમાં અભિયાન, નેતાઓ,સ્થાનિકો અને સાધુ-સંતોએ વિરોધ કર્યો

આ ઉપરાંત કિલ્લામાં 66 ગઢ (15 મોટા અને 51 નાના) બનાવવામાં આવ્યા હતા જેથી દુશ્મનોની ગતિવિધિઓ પર નજર રાખી શકાય. રસપ્રદ વાત એ છે કે આ કિલ્લો મુઘલ, મરાઠા અને જાટ શાસકો દ્વારા કબજો કરવામાં આવ્યો હતો, પરંતુ ઇતિહાસમાં અહીં ક્યારેય કોઈ મોટું યુદ્ધ થયું નથી. આ કારણે તેને "કુંવારા કિલ્લા" પણ કહેવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aravalli Hills Controversy Kunwara Fort Bala Fort
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ