બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મુંબઈ / Politics / અજિત પવારના ભત્રીજાનો આરોપ, પ્લેન ક્રેશમાં મોટું ષડયંત્ર, દુર્ઘટના સમયે ઘણા વિસ્ફોટ, પેટ્રોલના ડબ્બા હતા

નેશનલ / અજિત પવારના ભત્રીજાનો આરોપ, પ્લેન ક્રેશમાં મોટું ષડયંત્ર, દુર્ઘટના સમયે ઘણા વિસ્ફોટ, પેટ્રોલના ડબ્બા હતા

Ajitsinh Jadeja

Last Updated: 05:09 PM, 21 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Plane crash News: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના ધારાસભ્ય રોહિત પવારે શનિવારે ફરી અજિત પવારના વિમાન દુર્ઘટના પર સવાલ ઉઠાવ્યા છે.

Plane crash News: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના ધારાસભ્ય રોહિત પવારે શનિવારે ફરી અજિત પવારના વિમાન દુર્ઘટના પર સવાલ ઉઠાવ્યા છે. તેણે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં સ્ક્રીન પર ડેટા અને ફોટા બતાવ્યા હતા. નોધનીય છે કે, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું 28 જાન્યુઆરીએ બારામતીમાં પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું. આ પ્લેન વીએસઆર કંપનીનું હતું.

રોહિતે કહ્યું કે બ્લેક બોક્સને લઈને શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમના કહેવા પ્રમાણે દુર્ઘટના સમયે માત્ર એક વિસ્ફોટ નહોતો પરંતુ અનેક વિસ્ફોટ થયા હતા. પ્લેનના લગેજ કમ્પાર્ટમેન્ટમાં એક્સ્ટ્રા પેટ્રોલ કેન રાખવામાં આવ્યા હતા, જેના કારણે આગ લાગી હતી. તમામ પાસાઓની ઉંડાણપૂર્વક તપાસ થવી જોઈએ.

તેમણે કહ્યું કે જો આપણે ષડયંત્રની વાત કરીએ તો તે બે પ્રકારના હોઈ શકે છે, રાજકીય અથવા વ્યાપારીક. હાલ આ કેસમાં કયા પ્રકારનું ષડયંત્ર સામેલ છે તે જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રોહિતે કહ્યું- પીએમ મોદી અને ગૃહમંત્રી શાહ ન્યાય અપાવે

રોહિતે આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકો અજિત પવાર પ્લેન ક્રેશ કેસને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેણે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે.

હું તમને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુના મામલામાં તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરું છું. કંપની VSR અને તેમની પાર્ટી વચ્ચેના સંબંધોને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. આ સંબંધોની તપાસ સ્વતંત્ર અને નિષ્પક્ષ એજન્સી દ્વારા થવી જોઈએ, જો જરૂરી હોય તો આંતરરાષ્ટ્રીય એજન્સીઓની પણ મદદ લેવી જોઈએ.

તમે હંમેશા અજીત દાદા અને દેશ પ્રત્યેના તેમના યોગદાનનું સન્માન કર્યું છે. તેથી હું વિનંતી કરું છું કે રામ મોહન નાયડુને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી મંત્રી પદેથી રાજીનામું આપવા કહેવામાં આવે. દુર્ઘટનામાં સામેલ પ્લેનની કંપની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) સાથે સીધો સંબંધ ધરાવે છે.

અમારી માહિતી મુજબ વીએસઆર મામલામાં ઉદ્યોગ અને રાજકારણ સાથે સંકળાયેલા કેટલાક પ્રભાવશાળી લોકો સંડોવાયેલા છે. આવી સ્થિતિમાં તપાસ નિષ્પક્ષ રીતે ન થાય તેવી દહેશત છે. તેથી તમને વિનંતી કરવામાં આવે છે કે વીએસઆર કેસમાં DGCA ની ભૂમિકાની તપાસ કોઈપણ દબાણ કે દખલ વિના નિષ્પક્ષ રીતે કરવામાં આવે.

રોહિતના 3 આરોપ

અમે જે સીવીઆર વિશે વાત કરી રહ્યા છીએ, કોકપિટ વૉઇસ રેકોર્ડર તે ફ્લાઇટમાં માત્ર 30 મિનિટની રેકોર્ડિંગ ક્ષમતા હતી. પરંતુ જો તમે સરકારી નિયમો પર નજર નાખો તો DGCA (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)ની જરૂરિયાત બે કલાકની રેકોર્ડિંગની છે. તેથી જો પ્લેનનું સીવીઆર માત્ર 30 મિનિટનું રેકોર્ડ કરી શકે છે, જ્યારે નિયમ બે કલાકનો છે, તો તે પ્લેન કેવી રીતે રજીસ્ટર થયું? આપણે બધા આ જાણવા માંગીએ છીએ.

vtv app promotion

આ પણ વાંચોઃ AI સમિટમાં કોંગ્રેસનું શર્ટલેસ પ્રદર્શન, દિલ્હી પોલીસે કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ, નીકળ્યું નેપાળ કનેક્શન!

આ અકસ્માત પહેલાની છેલ્લી 30 મિનિટનો રેકોર્ડ છે, એટલે કે આ છેલ્લો રેકોર્ડ થયેલો ભાગ છે. તે છેલ્લી 30 મિનિટમાં શું થયું તેની માહિતી ફક્ત સીવીઆર પરથી જ મેળવી શકાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીવીઆરને નુકસાન થયું છે, પરંતુ અમે આ વાત પર વિશ્વાસ કરતા નથી.

મુદ્દો એ છે કે તેના પર ખરેખર શું રેકોર્ડ કરવામાં આવ્યું હતું. તે રેકોર્ડિંગમાંથી ઘણી મહત્વપૂર્ણ હકીકતો બહાર આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ajit Pawar Rohit Pawar Plane crash
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ