ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / NASA just discovered a surprisingly close super Earth and it may actually be habitable

સંશોધન / NASAએ શોધી કાઢ્યો પૃથ્વી જેવો જ ગ્રહ, જીવન હોવાની શક્યતા

Published By: vtvAdmin

Last Updated: 02:51 PM, 3 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય અન્ય કોઇ ગ્રહમાં જીવનની ભાળ મેળવવા વિજ્ઞાનીઓ વર્ષોથી મથી રહ્યા છે. જોકે હજુ સુધી કયાંય પણ જીવન હોય તેવા પુરાવા મળ્યા નથી. તેમ છતાં વિજ્ઞાનીઓએ એવા કેટલાક ગ્રહો જરુર શોધ્યા છે જેમાં જીવન હોવાની શકયતા હોઇ શકે છે.

ADVERTISEMENT

super-Earth

બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય અન્ય કોઇ ગ્રહમાં જીવનની ભાળ મેળવવા વિજ્ઞાનીઓ વર્ષોથી મથી રહ્યા છે. જોકે હજુ સુધી કયાંય પણ જીવન હોય તેવા પુરાવા મળ્યા નથી. તેમ છતાં વિજ્ઞાનીઓએ એવા કેટલાક ગ્રહો જરુર શોધ્યા છે જેમાં જીવન હોવાની શકયતા હોઇ શકે છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસા (NASA) એ આપણા સુર્યમંડળ એટલે કે સોલર સિસ્ટમની બહાર 31 પ્રકાશ વર્ષ દુર પૃથ્વી જેવો જ ગ્રહ શોધી કાઢ્યો છે. જેને વિજ્ઞાનીઓએ સુપર અર્થ પ્લેનેટ (Super-Earth) કહે છે. આ ગ્રહને GJ 357 d નામ અપાયું છે.

આ ગ્રહની ભાળ નાસાના ટેસ નામના સેટેલાઇટથી મળી છે. એસ્ટ્રોફિઝિકલ જર્નલમાં આ અંગે પ્રસિધ્ધ એક અહેવાલમાં જણાવાયું છે કે આ એક મોટી શોધ છે. આપણા સુર્યમંડળની નજીક પૃથ્વી જેવા આ ગ્રહમાં જીવન હોવાની સંભાવના છે. આ ગ્રહ આપણી પૃથ્વી કરતા મોટો છે. તેમાં પણ પૃથ્વી જેવું ગાઢ વાતાવરણ છે અને તેની સપાટી પર પાણી પણ છે. જે જીવન માટે અત્યંત જરુરી છે. 

આપણા સુર્ય કરતા નાના તારાની ફરતે આ ગ્રહ ઉપરાંત અન્ય બે ગ્રહ પ્રદક્ષિણા કરે છે. જેમાંનો GJ 357 b નામનો અન્ય ગ્રહ પૃથ્વી કરતા 22 ગણો મોટો છે અને ગરમ છે. જેને હોટ અર્થ કહે છે.  કેમ કે તેનું તાપમાન પૃથ્વી કરતા ઘણું વધારે છે.

super-Earth

ઉલ્લેખનીય છે કે નાસા સહિતની સ્પેસ એજન્સીઓના વિશાળ ટેલિસ્કોપથી બ્રહ્માંડમાં જીવનની શોધ કરી રહ્યા છે. પૃથ્વી સિવાય કયાંય પણ આપણા જેવા કે પછી આપણાથી વધુ વિકસિત પરગ્રહવાસી હોય તો તેઓ રેડિયો સિગ્નલથી સંપર્ક કરવા પ્રયાસ કરતા હશે.  જો કે અત્યાર સુધીમાં બ્રહ્માંડમાંથી આવતા કોઇ પણ સિગ્નલ પરગ્રહવાસીએ મોકલ્યા હોવાનો પુરાવો મળ્યો નથી.

 

સંકળાયેલા મુદ્દાઓ

Earth Nasa Super-Earth planet research scientist ગ્રહ નાસા પૃથ્વી સંશોધન સુપર અર્થ Super-Earth

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ