ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Mystery of Rocks move across Death Valley

અકલ્પનીય / કેલિફોર્નિયા સ્થિત આ રણ છે રહસ્યથી ભરપૂર, અહીં આપમેળે ખસી રહ્યાં છે 320 કિ.ગ્રા સુધીનાં પથ્થર

Published By: vtvAdmin

Last Updated: 05:09 PM, 4 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વિજ્ઞાને ભલે ગમે તેટલી પ્રગતિ કરી લીધી હોય, પરંતુ દુનિયામાં એવા રહસ્યો આજે પણ છે, જે વણઉકેલ્યા જ છે. આ રહસ્યોનો તાગ આજે પણ વૈજ્ઞાનિકો શોધી શક્યા નથી. એક આવું જ રહસ્ય કેલિફોર્નિયા સ્થિત રણમાં પણ છૂપાયેલું છે, જેને ‘ડેથ વેલી’ એટલે કે ‘મોતની ઘાટી’ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ મોતની ઘાટીમાં પોતાની રીતે જ રેતીમાં તરતા, ખસતા રહેતા અને આગળ વધતા પથ્થરો આવેલાં છે, જેને ‘સેલિંગ સ્ટોન્સ’ નામ આપવામાં આવ્યું છે.

ADVERTISEMENT

Sailing stones

અહીંનાં રેસ ટ્રેક વિસ્તારમાં 320 કિલોગ્રામ વજન સુધીના પથ્થર પણ પોતાની રીતે જ ખસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. ડેથ વેલીમાં (Death Valley) પથ્થરો (Sailing stones) જાતે કઈ રીતે ખસે છે તેનો તાગ મેળવવો વૈજ્ઞાનિકો માટે પણ મોટો પડકાર બન્યો છે. ડેથ વેલીમાં પથ્થરો જાતે સરકી રહ્યા હોવાની વાત કદાચ તમને આશ્ચર્યચકિત પણ કરી દેશે. રેસ ટ્રેક પ્લાયા 2.5 માઈલ ઉત્તરથી દક્ષિણ અને 1.25 માઈલ પૂર્વથી પશ્ચિમ સુધી બિલકુલ સપાટ છે, પરંતુ અહીં વિખરાયેલા પથ્થરો પોતાની રીતે જ ખસતા રહે છે.

Sailing stones

આટલું જ નહીં તેના ખસવાના નિશાન પણ તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. અહીં આવા 150થી પણ વધારે પથ્થરો છે. કોઈ વ્યક્તિએ હજુ સુધી જો કે આ પથ્થરો ખસવાની ઘટના પોતાની આંખે જોઈ હોવાનો દાવો કર્યો નથી. શિયાળાની સીઝનમાં આ પથ્થર લગભગ 250 મીટરથી પણ વધુ અંતર સુધી ખસેલા જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ એનુસાર, વર્ષ 1972માં આ રહસ્યને ઉકેલવા માટે વૈજ્ઞાનિકોની એક ટીમ બનાવવામાં આવી હતી.

Sailing stones

આ ટીમે પથ્થરોનાં એક ગ્રુપનું નામકરણ કરીને તેના પર સતત સાત વર્ષ સુધી અભ્યાસ હાથ ધર્યો હતો. કેરીન નામનો લગભગ 317 કિલોગ્રામનો પથ્થર આ અભ્યાસ દરમિયાન જરા પણ હલ્યો કે ખસ્યો ન હતો, પરંતુ જ્યારે વૈજ્ઞાનિકો થોડા વર્ષો પછી ડેથ વેલીમાં પરત ફર્યા ત્યારે તેમણે જોયું તો એ પથ્થર ખસીને એક કિલોમીટર દૂર આવી ગયો હતો.
કેટલાંક વૈજ્ઞાનિકોનો એવો પણ દાવો છે કે, તોફાની ગતિથી ફૂંકાતા પવનોના કારણે પથ્થરો એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી જાય છે. રણપ્રદેશમાં 90 માઈલ પ્રતિકલાકની ઝડપથી ફૂંકાતા પવનો, રાતે જામેલો બરફ અને સપાટી પરની ભીની માટી સાથે મળીને આ પથ્થરને ખસેડતા હોય તેવું વૈજ્ઞાનિકો માની રહ્યાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

California Death Valley OMG OMG NEWS Sailing stones કેલિફોર્નિયા ડેથ વેલી OMG!

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ