ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / 4-4 EVM પર મતદાન કરવાનું! તદ્દન અલગ છે આ વખતની 'મહારાષ્ટ્ર મ્યુનિ. ઇલેક્શન'ની વોટિંગ પ્રોસેસ

જાણવું જરૂરી / 4-4 EVM પર મતદાન કરવાનું! તદ્દન અલગ છે આ વખતની 'મહારાષ્ટ્ર મ્યુનિ. ઇલેક્શન'ની વોટિંગ પ્રોસેસ

Published By: Vidhata Gothi

Last Updated: 01:22 PM, 13 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra Election New Voting Rules: આ વખતની મહારાષ્ટ્રની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં એક નહીં પણ ચાર EVM પર મતદાન થશે. ચાલો જાણીએ વોટ કરવાની સાચી રીત.

ADVERTISEMENT

મહારાષ્ટ્રમાં આવનારી મહાનગરપાલિકાની ચૂંટણી મતદારો માટે એકદમ અલગ અને નવી રહેવાની છે. આનું કારણ મતદાન પ્રક્રિયામાં કરવામાં આવેલો મોટો ફેરફાર છે. હવે મતદારોને એક EVM પર નહીં, ચાર જુદા-જુદા EVM પર મત કરવાના રહેશે. આ ફેરફાર મુંબઈ સિવાય મહારાષ્ટ્રની 28 મહાનગરપાલિકાઓમાં લાગુ કરવામાં આવ્યો છે, જ્યાં આ વખતે Multi-Member Ward System અંતર્ગત ચૂંટણી થશે.

શું છે મળતી-મેમ્બર વૉર્ડ સિસ્ટમ? શા માટે બદલાયો નિયમ?

નવી વ્યવસ્થા અંતર્ગત હવે એક વૉર્ડથી માત્ર એક નહીં, પણ ચાર નગરસેવક ચૂંટવામાં આવશે. આનો અર્થ સ્પષ્ટ છે કે દરેક મતદારોએ ચાર જુદા-જુદા વોટ કરવાના રહેશે. આ જ કારણ છે કે મતદાન કેન્દ્ર પર એક સાથે 2 કે 4 EVM જોવા મળશે, જે વોર્ડની બેઠકોની સંખ્યા પર આધાર રાખશે.

vtv app promotion

કન્ફ્યુઝન ન થાય એ માટે દરેક EVMનો અલગ રંગ

મતદાન પ્રક્રિયાને સરળ કરવા માટે ચૂંટણી પંચે દરેક બેઠક માટે અલગ રંગનું EVM નક્કી કર્યું છે, બેઠક ‘A’ માટે સફેદ રંગ, બેઠક ‘B’ માટે આછો ગુલાબી રંગ, બેઠક ‘C’ માટે આછો પીળો રંગ, બેઠક ‘D’ માટે આછો વાદળી રંગ. દરેક મશીન પર મતદારે એક-એક બટન દબાવવું જરૂરી છે. મતદાર ઇચ્છે તો ચારેય વોટ અલગ-અલગ પાર્ટીના ઉમેદવારોને આપી શકે છે કે કોઈ એક કે વધારે મશીન પર NOTAનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે.

આ પણ વાંચો: આજથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત, 227 બેઠકો માટે 1700 ઉમેદવારો મેદાને, ક્યારે મતદાન?

ચારે મશીન પર વોટ આપવો જરૂરી

જણાવી દઈએ કે જો મતદારે ચારમાંથી કોઈ એક EVM પર પણ વોટ ન આપ્યો, તો તેમનું મતદાન અધૂરું માનવામાં આવશે. એટલે કે એ મતદારનો વોટ ગણવામાં નહીં આવે. સાથે જ એક વાત ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે કે પહેલા ત્રણ EVM પર બટન દબયા પછી માત્ર લાલ લાઇટ જ થશે. પણ જ્યારે ચોથા અને છેલ્લા મશીન પર બટન દબાવવામાં આવશે, એ પછી જ બીપનો અવાજ આવશે. આ જ સંકેત છે કે મતદારનું મતદાન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે. આ વખતે વોટ કરવામાં ઉતાવળ ન કરો, દરેક EVM પર ધ્યાનથી વોટ કરો, જેથી મતદારનો લોકતાંત્રિક અધિકાર સંપૂણપણે નોંધાઈ શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Election New Voting Rules Maharashtra BMC Election 2026 BMC Election 2026

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ