ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મુંબઈ / આજથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત, 227 બેઠકો માટે 1700 ઉમેદવારો મેદાને, ક્યારે મતદાન?

BMC Election 2026 / આજથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત, 227 બેઠકો માટે 1700 ઉમેદવારો મેદાને, ક્યારે મતદાન?

Published By: Vishal Khamar

Last Updated: 10:59 AM, 13 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી સમયમાં મહારાષ્ટ્રમાં BMC સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી તા. 15 જાન્યુઆરીના રોજ યોજાવાની છે. આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. BMC માં 227 વોર્ડ માટે 1700 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં BMC માં શિવનેસા-મનસે ગઠબંધન અને ભાજપ-શિંદે સેના ગઠબંધન આમને-સામને છે. જ્યારે કોંગ્રેસ ગઠબંધન અને NCP જૂથ અલગથી ચૂંટણી લડી રહ્યા છે.

ADVERTISEMENT

મહારાષ્ટ્રમાં BMC સહિત 29 મહાનગર પાલિકા માટે મતદાન તા. 15 જાન્યુઆરીના રોજ યોજાનાર છે. આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. માત્ર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ કુલ 227 વોર્ડ છે. જેમાં 1700 જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણીનું પરિણામ તા. 16 જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવશે. BMC ના વર્તમાન કોર્પોરેટરોનો કાર્યકાળ 7 માર્ચ 2022 ના રોજ પૂર્ણ થયો છે. ત્યારથી BMC નું કામકાજ અધિકારીઓ સંભાળી રહ્યા છે. આ ચૂંટણી ફેબ્રુઆરી 2022 માં યોજાવાની હતી. પરંતું કોઈ કારણોસર તેને મુલત્વી રાખવામાં આવી હતી.

BMC ની ચૂંટણીમાં કોણ ગઠબંધનમાં છે અને કોણ એકલું?

મહારાષ્ટ્રની બે મુખ્ય રાજકીય ગઠબંધન મહા વિકાસ આઘાડી અને મહાયુતી BMC ની ચૂંટણી લડી રહ્યા નથી. ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ભાજપ અને શિવસેને (શિંદે જૂથ) સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસે બહુજન વંચિત આઘાડી સાથે જોડાણ કરીને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળ ગઠબંધનમાં ડાબેરી અને રાષ્ટ્રીય સમાજ પક્ષ સહિતના પક્ષોનો પણ સમાવેશ થાય છે. તેમજ NCP ના બંને જૂથ શરદ પવાર અને અજિત પવાર પોતાના દમ પર ચૂંટણી લડી રહ્યા છે.

BMC ચૂંટણીમાં કયો પક્ષ કેટલી બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે?

ભાજપ 137 બેઠકો પર અને એકનાથ શિંદેની શિવસેના 90 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે ઉદ્ધવ સેના આશરે 150 બેઠકો પર અને મનસે 70 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. 31 BMC બેઠકો પર ભાજપ-શિદે સેના અને ઠાકરે સેના-મનસે વચ્ચે સીધી સ્પર્ધા છે. જેના કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે કોંગ્રેસ-બહુજન વંચિત આઘાડી ગઠબંધને કોઈ ઉમેદવાર ઉભા રાખ્યા નથી. કોગ્રેસે મુંબઈમાં 143 ઉમેદવારોની જાહેરાત કરી છે. જ્યારે VBS એ 46 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને છ બેઠકો પર ડાબેરી પક્ષો અને રાષ્ટ્રીય સમાજ પાર્ટી સહિત અન્ય સાથી પક્ષોને ફાળવવામાં આવી છે. કોંગ્રેસે તેની આગેવાની હેઠળ ગઠબંધનને કુલ 195 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. જેના પરિણામે 32 બેઠકો એવી છે જ્યાં ત્રીજો કોઈ મોરચો નથી. જેના કારણે મતોનું વિભાજન નહી થાય.

આ પણ વાંચોઃ માત્ર રસ્તાઓ પૂરતી નહીં, હવે તો છેક ડિજિટલ પ્લેટફોર્મ સુધી પહોંચી BMC ઇલેક્શનની જંગ

BMC ની ચૂંટણી તમામ પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ

BMC ની ચૂંટણીઓ ફક્ત મ્યુનિસિપલ કોર્પોરેશનનો મુદ્દો નથી. પરંતું મુંબઈમાં સત્તા પર કબ્જો મેળવવાની લડાઈ છે. ભાજપ-શિવસેના અને શિવસેના(યુબીટી)-મનસે ગઠબંધન માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાની લડાઈ બની ગઈ છે. રૂા. 74000 કરોડન વાર્ષિક બજેટ સાથે બીએમસી એશિયાની સૌથી મોટી મ્યુનિસિપલ સંસ્થા છે. જેનું બજેટ ગોવા, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરા કરતા પણ વધુ છે. ભાજપ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, એકનાથ શિંદેની શિવસેના, કોંગ્રેસ શરદ પવાર અને અજિત પવાર તમામ પક્ષો BMC પર પોતાની પકડ વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Municipal Polls 2026 Maharashtra Civic Polls 2026 BMC Elections 2026

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ