ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / Mumbai High Court acquits husband of wife's murder

ચુકાદો / પતિએ કરી પત્નીની હત્યા, છતાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો મુંબઇ હાઇકોર્ટે, જાણો શું છે કારણ ?

Published By: Khyati

Last Updated: 05:48 PM, 10 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોમ્બે હાઇકોર્ટે પત્નીના આરોપી પતિને નિર્દોષ જાહેર કર્યો, કોર્ટ કહ્યું 'પબ્લિકમાં નપુંસક કહેવુ દરેક શખ્સ માટે શરમની વાત '

ADVERTISEMENT

  • મુંબઇમાં પતિએ કરી પત્નીની હત્યા
  • બોમ્બે હાઇકોર્ટે આરોપીને જાહેર કર્યો નિર્દોષ
  • નિર્દોષ જાહેર કરવા પાછળ કારણ શું

પત્નીની હત્યા કરનારા પતિને હાઇકોર્ટે સજા પણ ન કરી અને છોડી મૂક્યો. આ જાણીને નવાઇ લાગીને કે પોતાની પત્નીની હત્યા કરનાર પતિને સજા કેમ ન થઇ. કેમ હાઇકોર્ટે આરોપી પતિને છોડી દીધો ? આવો સવાલ થાય છે વ્યાજબી છે પરંતુ આ તમામ પાછળ માત્ર એક જ શબ્દ જવાબદાર છે અને તે છે નપુસંક.

કેમ નિર્દોષ જાહેર કર્યો આરોપીને ?

બોમ્બે હાઇકોર્ટે પત્નીની હત્યામાં આરોપી પતિને એમ કહીને છોડી મુક્યો કે જાહેરમાં નપુસંક કહેવુ દરેક શખ્સ માટે શરમની વાત છે. કોર્ટના પ્રમાણે આરોપી કામે જઇ રહ્યો હતો ત્યારે તેની પત્નીએ તેને ઉશ્કેર્યો. 3 બાળકોનો પિતા હોવા છતાં પત્નીએ જાહેરમાં તેને નપુસંક કહી દીધો. આ મામલે હત્યા કરનાર પતિને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં હાઇકોર્ટે તેને સજા આપ્યા વિનાજ છોડી મૂક્યો છે.

શું હતી ઘટના
નંદુ અને તેની મૃતક પત્નીની 15 વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેના બે બાળકો હતા અને એક દિકરી હતી.  ઘરકંકાસને કારણે તેઓ અલગ રહેતા હતા. 2009માં તેની પત્ની શકુંતલા સાથે તેની મુલાકાત બસ સ્ટોપ પર થઇ હતી. તે વખતે નંદૂની પત્નીએ તેનો રસ્તો રોક્યો, કોલર પકડીને અપશબ્દો પણ કહ્યા. આ ઉપરાંત નપુસંક પણ કહી રહી હતી.

શું કહે છે કોર્ટ ?

કોર્ટમાં પીઠનું કહેવુ ચે કે આરોપીના સંયોગ જોવામાં આવે તો તેને હાથે કરીને ઉશ્કેરવામાં આવ્યો હતો. કોલર અને ગરદન પકડીને તેનો રસ્તો રોકવામાં આવ્યો હતો. અપશબ્દો બોલીને ટિપ્પણીઓ કરીને પતિને ઉશ્કેરવામાં આવ્યો હતો અનેતેના સ્વાભિમાનને ઠેસ પહોંચી હતી.  આ ઘટના જાહેર સ્થળ પર બની હતી. આરોપીને નપુસંક કહેવા બદલ શરમ અનુભવે તે સ્વાભાવિક હતુ,. આ મામલે હાઇકોર્ટે નિર્ણય સંભાળાવતા આરોપીને છોડી મૂક્યો. મહત્વનુ છે કે આ આરોપી અગાઉ 12 વર્ષની સજા ભોગવી ચૂક્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bombay Highcourt National News આરોપી નિર્દોષ પત્ની હત્યા બોમ્બે હાઇકોર્ટ bombay high court

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ