ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Technology / ms-word-font-calibri-played-major-role-in-nawaz-sharif-s-panama-papers-leak

NULL / માઈક્રોસોફ્ટના ફોન્ટે નવાઝ શરીફની બાઝી બગાડી છોડવી પડી રાજગાદી..જાણો કેમ..?

Published By: vtvAdmin

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

પનામા પેપર્સના મામલે દોષિત ઠરેલ પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે પ્રધાનમંત્રી પદ છોડવાનો વારો આવ્યો હતો. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે નવાઝ શરીફને ગુન્હેગાર ઠેરવતા રાષ્ટ્રના વડાપ્રધાનપદેથી રાજીનામુ આપ્યું પડ્યું હતું. પનામા પેપર્સ કૌભાંડ બહાર આવ્યાની સાથે નવાઝ શરીફના પરિવારજનો સાથે જોડાયેલી કેટલીક કંપનીઓએ લંડનમાં લક્ઝરી પ્રોપર્ટી ખરીદી હોવાનું ધ્યાને આવતા શરીફના પરિવારજનોએ આચરેલ ભ્રષ્ટચારની પણ ચર્ચા મોટાપાયે થઇ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને પ્રધાનમંત્રીપદ છોડવામાં જાણીતી કંપની માઈક્રોસોફ્ટના કેલિબરી ફોન્ટની પણ અગત્યની ભુમિકા રહેતા તે પણ નવાઝ શરીફ સાથે ચર્ચાનો વિષય બન્યા છે.

સૂત્રો પાસેથી મળેલ માહિતી અનુસાર શરીફના પરિવારજનોએ નવાઝ શરીફ પનામા પેપર્સમાં સંડોવાયેલ નહી  હોવાની તરફેણ કરતા કેટલાક દસ્તાવેજો પાકિસ્તાનની કોર્ટમાં રજૂ કર્યા હતા. 2006 માં રજૂ કરેલ આ દસ્તાવેજોનું ટાઈપિંગ કેલિબરી ફોન્ટમાં થયું હતું. પરંતુ કેલિબર ફોન્ટ 2007માં કંપનીએ માર્કેટમાં મુકેલ હોવાથી કોર્ટને સંદેહ જતા કોર્ટે જણાવ્યું હતુ કે જે ફોન્ટ માર્કેટમાં આવ્યા જ નથી તે ફોન્ટમાં આ દસ્તાવેજ ટાઈપ કેવી રીતે થઇ શકે..?

અહીં એ પણ ઉલ્લેખનીય છે કે 2006માં કેલિબરી ફોન્ટનું બીટા વર્ઝન ઉપલબ્ધ હતું પરંતુ MS WORD વાપરનાર વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે તેમ નહોતું. 31 જાન્યુઆરી 2007માં અધિકૃત રીતે માર્કેટમાં આ ફોન્ટ મળવાપાત્ર બન્યા હતા તો આ દસ્તાવેજોમાં કેલિબરી ફોન્ટ આવ્યા કેવી રીતે તેવું તપાસ સમિતિએ પોતાના રિપોર્ટમાં કોર્ટને જણાવ્યું હતું 

પનામા પેપર્સ કૌભાંડનો મામલો સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે ભારતના પણ કેટલાક મોટા માથા સંડોવાયેલા હોવાનુ જાણવા મળ્યુ હતુ.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ