ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / monkeypox virus patient died without sympotoms congolese strain changed

ગંભીર / મંકીપોક્સે વધાર્યું ટેન્શન, કોઈ જ લક્ષણો વિના જ મૃત્યુ પામ્યો દર્દી! કાંગો સ્ટ્રેનમાં ફેરફારથી વૈજ્ઞાનિકો પણ મૂંઝાયા

Published By: Mayur

Last Updated: 08:21 AM, 18 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંકીપોક્સના કોંગો સ્વરૂપમાં ફેરફારો જોવા વૈજ્ઞાનિકો પણ મૂંઝાયા છે. કેટલાક દર્દીઓ કોઈ જ લક્ષણો વિના મૃત્યુ પામતા દુનિયાભરમાં ગંભીરતા વધી છે. ડોકટરો આ મુદ્દે સંશોધન કરી રહ્યા છે.

ADVERTISEMENT

  • મંકીપોક્સના કોંગો સ્વરૂપમાં ફેરફાર
  • દર્દીમાં કોઈ લક્ષણો દેખાતા નથી
  • કેરળમાં એક યુવકનું મોત

વિશ્વના ઘણા દેશોમાં મંકીપોક્સના કોંગો સ્વરૂપમાં ફેરફારો જોવા મળ્યા છે. જો કે ભારતમાં અત્યાર સુધી જે સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે તેમાં આવા ફેરફારો થયા છે કે કેમ? તે અંગે નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની એક ટીમે અભ્યાસ શરૂ કર્યો છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે અભ્યાસથી વાયરસની ગંભીરતા જાણી શકાશે જેથી તેને અટકાવી શકાય.  એવા ઘણા કેસ છે જેમાં કોઈ લક્ષણો દેખાતા નથી. નવી દિલ્હી સ્થિત IGIBના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. વિનોદ સ્કરિયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં યુકેથી એક દર્દી અમેરિકા પહોંચ્યો હતો, જે મંકીપોક્સથી સંક્રમિત હતો. પરંતુ તેની  જાતીય સંપર્ક, વાયરલ પ્રોડ્રોમ અથવા ઘા (wound)ની કોઈ હિસ્ટ્રી જોવા મળી નહોતી. જેના કારણે વૈજ્ઞાનિકો ચિંતામાં છે. 

કેરળમાં એક યુવકનું મોત
તેમણે કહ્યું કે, ઘણા દેશોમાં એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં સંક્રમણના કોઈ લક્ષણો નથી. આવો જ એક કિસ્સો ભારતમાં પણ નોંધાયો હતો જ્યારે કેરળમાં એક યુવકનું મોત થયું હતું. મૃતક યુવકની ત્વચા પર કોઈ ઘા નથી.

ભારત માટે જીવલેણ નથી મંકીપોક્સ
ભૂતપૂર્વ ICMR ના નિષ્ણાત ડૉ. રમણ ગંગાખેડકરે જણાવ્યું હતું કે, “મંકીપોક્સ ચેપ ભારત માટે જીવલેણ નથી, કારણ કે યુએસ અને યુકેની સરખામણીમાં આપણા દેશમાં હાલની પરિસ્થિતિ તદ્દન અલગ છે. જો કે, તેમણે પેથોલોજી અનુસાર  ચેપનું નિરીક્ષણ ચાલુ રાખવાની પણ સલાહ આપી છે.

મંકીપોક્સ ટેસ્ટ કીટ, રસી બનાવવા માટે 31 કંપનીઓએ અરજી કરી
અત્યાર સુધીમાં 31 કંપનીઓને મંકીપોક્સ વાયરસ ટેસ્ટ કીટ અને રસીના ઉત્પાદન માટે અરજીઓ કરી છે. તેમાંથી આઠ લોકોએ રસી માટે રસ દાખવ્યો છે. તેમાં પૂણેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા, રિલાયન્સ લાઇફ સાયન્સ, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, બાયોલોજિકલ ઇ, મુંબઈમાં હફકિન ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ લિમિટેડ કંપનીનો સમાવેશ થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News India monkeypox virus ગુજરાતી ન્યૂઝ મંકીપોકસ વાયરસ monkeypox

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ