બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ભાવનગર / ભગુડા ગામે સાક્ષાત બિરાજતા મોગલ માતાનો ઈતિહાસ, મા જીવંત સ્વરૂપે હાજર

દેવ દર્શન / ભગુડા ગામે સાક્ષાત બિરાજતા મોગલ માતાનો ઈતિહાસ, મા જીવંત સ્વરૂપે હાજર

Last Updated: 08:54 AM, 28 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: મોગલ માતા કાઠિયાવાડી સંસ્કૃતિમાં લોકદેવી તરીકે પૂજાય છે. લોકોની ગાઢ આસ્થા મા મોગલ સાથે જોડાયેલી છે.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભગુડા ગામે મોગલમાતાનુ મંદિર આવેલુ છે દેશભરમાં જાણીતા મંદિરમાં બિરાજમાન મા ભગવતી મોગલનો ઇતિહાસ ઘણો લાંબો અને રોચક છે. ભગુડા ગામનો એક પરિવાર ગીર ગયો હતો અને ત્યાંથી પરિવાર સાથે માતાજી ભગુડા ગામે આવ્યા ત્યારે માતાજીની નાની દેરી બનાવવામાં આવી હતી, બાદમાં તે દેરીની જગ્યાએ આજથી 23 વર્ષ પહેલા એક વિશાળ મંદિર બાંધવામાં આવ્યુ. માતાજીના મંદિરે આજે ભજન અને ભોજનની સાથે દુઆ મેળવી ભાવિકો ધન્ય થાય છે.

MA D

અહીં બિરાજે છે કાઠિયાવાડી સંસ્કૃતિના લોકદેવી

દર વર્ષે વૈશાખ સુદ બારસે માં મોગલનો પાટોત્સવ દિવસ હોય અને આ દિવસે ગુજરાતભરમાં મોગલ માતાના મંદિરે લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડે છે. ગુજરાતમાં 2 મુખ્ય લોકસંસ્કૃતિઓ અસ્તિત્વમાં છે. એક આદિવાસી સંસ્કૃતિ અને એક કાઠિયાવાડી સંસ્કૃતિ. કોઈપણ લોક સંસ્કૃતિમાં કુળદેવતા, સ્થાનદેવતા, લોકદેવી, લોકદેવતા અને ગ્રામદેવતાનું ખૂબ મહત્વ હોય છે. મોગલ માતા કાઠિયાવાડી સંસ્કૃતિમાં લોકદેવી તરીકે પૂજાય છે. લોકોની ગાઢ આસ્થા મા મોગલ સાથે જોડાયેલી છે. અઢારે વર્ણ મા મોગલની ઉપાસના કરે છે અને મા મોગલ સૌની મનોકામના પૂર્ણ કરે છે. ભાવિકો માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને એટલે જ માના ચરણોમાં લોકો દૂર દૂરથી આવી દર્શન કરી ધન્ય તો થાય છે અને નવી શક્તિના સંચાર સાથે ઘરે જાય છે.

MA D 2

લોક સંસ્કૃતિમાં ભગુડા ગામ અતિ મહત્વનું છે

ભગુડાધામ કાઠિયાવાડી લોક સંસ્કૃતિમાં મહત્વનું સ્થાન ધરાવે છે. લોકો ભગુડા ગામને પવિત્ર ગણે છે અને મોગલ મા આજે પણ ત્યાં જીવંત સ્વરૂપે હાજર છે તેવો ગાઢ વિશ્વાસ ધરાવે છે. ભગુડા ગામ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું છે અને તળાજા તાલુકાથી લગભગ 16 કિલોમીટરના અંતરે છે. લોક સંસ્કૃતિમાં ભગુડા ગામ અતિ મહત્વનું છે. તે ગામ સાથે ઘણા લોકોની લાગણીઓ અને આસ્થાઓ જોડાયેલી છે. ભાવિકોની શ્રદ્ધા તેમને મંદિરે ખેંચી લાવે છે તે માતાજીના સાનિધ્યમાં આવી શાંતિનો અનુભવ કરે છે અને માતાજીના દર્શન કરી મંદિરમાં જ સેવા કરી ખરેખર ભક્તિ કરવાનો સંતોષ અનુભવે છે.

MAMA

વાંચવા જેવું: આ તારીખે જન્મેલા લોકો માટે જૂન મહિનો રહેશે શુભ, સંપત્તિ વધશે અને મળશે સારા સમાચાર

ભોજનશાળામાં વિનામૂલ્યે દરરોજ ભોજન પ્રસાદી

મંદિર ટ્રસ્ટ ભક્તોને વિશેષ સુવિધાઓ આપે છે. મંદિર ટ્રસ્ટ તરફથી ભક્તોને તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. દૂરથી મુસાફરી કરીને આવતા લોકોને રહેવા, જમવાની ઉત્તમ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. દરરોજ ભોજનશાળામાં હજારો લોકો વિનામૂલ્યે ભોજનની પ્રસાદીનો લાભ લે છે. દરરોજ ત્રણ ટાઈમ જમવાની સુવિધા પણ ટ્રસ્ટ મંડળ તરફથી કરવામાં આવી છે. દૂરથી પદયાત્રા કરીને આવતા શ્રદ્ધાળુઓને વિશેષ સુવિધાઓ પણ પુરી પાડવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Dev Darshan Bhaguda Mughal Mataji Mughal Mataji
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ