બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટ્રેનમાં ઊંઘી ગયા અને સ્ટેશન નીકળી ગયું? તરત જાણો પાછા ફરવાનો સરળ રસ્તો

તમારા કામનું / ટ્રેનમાં ઊંઘી ગયા અને સ્ટેશન નીકળી ગયું? તરત જાણો પાછા ફરવાનો સરળ રસ્તો

Published By: Nirav Kumar

Last Updated: 09:15 PM, 27 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમુક લોકો રાત્રે ટ્રેનમાં સ્ટેશન મિસ થઇ જતા હોય છે. આવી સ્થિતિમાં શું શું થઈ શકે? તે વિષે આપણે અહીંયા જાણીશું.

રાત્રે ટ્રેનમાં મુસાફરી કરવી ઘણી આરામદાયક લાગે છે પરંતુ જો તમારું ગંતવ્ય સ્ટેશન મધરાતે આવવાનું હોય તો યાત્રીઓને ઊંઘવામાં પણ ચિંતા સતાવે છે કે ક્યાંક આંખ લાગી જાય અને સ્ટેશન છૂટી જાય તો શું થશે? આવી બીક રહે છે. પરંતુ રેલવેની અમુક મહત્વની સુવિધાઓ અને નિયમો આવી સ્થિતિમાં તમારી મદદ કરી શકે છે.

  • પહેલા TTEને જાણ કરો

જો તમે ઊંઘમાં સ્ટેશન મિસ થઇ જાઓ અને ટ્રેન આગળ વધી જાય તો તરત જ ટ્રેનમાં હાજર TTE સાથે વાત કરો. તેમને આખી વાત સમજાવો. જરૂર પડે તો TTE તમને જર્ની એક્સ્ટેન્શન અંગે માર્ગદર્શન આપી શકે છે.

  • રીટર્ન માટે નવી ટિકિટ લેવી પડશે?

જો કોઈ મુસાફર પોતાના સ્ટેશનથી આગળ વધી જાય તો રીટર્ન માટે તેને નવું જનરલ કે રિઝર્વેશન ટિકિટ લેવું પડે છે. વગર ટિકિટે મુસાફરી કરવાથી તમારી સામે કાર્યવાહી પણ થઈ શકે છે.

  • રેલવેની ભૂલથી સ્ટેશન છૂટે તો?

જો તમારી ભૂલને બદલે રેલવેની ભૂલને કારણે સ્ટેશન છૂટી જાય જેમ કે ટ્રેન અચાનક રૂટ બદલી લે કે પ્લેટફોર્મ બદલાઈ જાય તો તમે TDR દ્વારા રિફંડ મેળવી શકો છો. પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે TDR નિશ્ચિત સમયમર્યાદામાં જ ફાઈલ કરવું જરૂરી છે.

વધુ વાંચો : પાસપોર્ટ હોય તો બસ, ભારતીયો માટે ખુલ્લા છે આ વિઝા-ફ્રી દેશોના દરવાજા

  • અમુક મહત્વની સલાહ

રાત્રે મુસાફરી કરતી વખતે સૂતા પહેલા અલાર્મ ચોક્કસ લગાવી લો. તમારી ટ્રેન ક્યારે સ્ટેશન પર આવે છે તેની સમયસર નજર રાખો. આ સિવાય આસપાસના સાથી મુસાફરોને પણ તમારા સ્ટેશન વિશે જણાવી દો જેથી તેઓ પણ તમને યાદ અપાવી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TTE railway station passengers

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ