બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારા કામનું / ખતરામાં છે કરોડો સ્માર્ટફોન યુઝર્સ! સરકારને મળી મોટી ખામી, ફોન થઇ શકે છે હેક

કામની વાત / ખતરામાં છે કરોડો સ્માર્ટફોન યુઝર્સ! સરકારને મળી મોટી ખામી, ફોન થઇ શકે છે હેક

Published By: Nirav Kumar

Last Updated: 05:57 PM, 9 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સી CERT-In એ ક્વાલકોમ સ્નેપડ્રેગન ચિપસેટમાં અનેક ગંભીર સિક્યોરીટી કમજોરી વિશે ચેતવણી બહાર પાડી છે, જેના લીધે તમારો ફોન હેકર્સ આસાનીથી હેક કરી શકે છે.

ભારતમાં લાખો એન્ડ્રોઇડ સ્માર્ટફોન સાયબર ખતરાનો સામનો કરી રહ્યા છે. ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સી CERT-In એ ક્વાલકોમ સ્નેપડ્રેગન ચિપસેટમાં અનેક ગંભીર સિક્યોરીટી કમજોરી વિશે ચેતવણી જાહેર કરી છે. આ કમજોરીના લીધે હેકર્સ ફોનમાં ઘૂસણખોરી કરી શકે છે, ડેટા ચોરી શકે છે, એપ્લિકેશનો ક્રેશ કરી શકે છે અને સિસ્ટમ કંટ્રોલનો ઉપયોગ કરી શકે છે.

જેમાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે, આ કમજોરી માત્ર ફ્લેગશિપ ફોન સુધી લીમીટેડ નથી. પણ બજેટ અને મિડ-રેન્જ ડિવાઇસ પણ આની ચપેટમાં છે. આથી યુઝર્સને તાત્કાલિક તેમના ફોન અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે.

  • કયા પ્રોસેસર્સમાં મોટી સિક્યોરીટી કમજોરી?

CERT-In ની લેટેસ્ટ સલાહ મુજબ આ કમજોરી અનેક ફેમસ ક્વાલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસરમાં જોવા મળી છે. જેમાં સ્નેપડ્રેગન 8મી જનરલ સિરીઝ, સ્નેપડ્રેગન 7મી સિરીઝ, સ્નેપડ્રેગન 6ઠ્ઠી સિરીઝ, સ્નેપડ્રેગન 4થી જનરલ સિરીઝ અને સ્નેપડ્રેગન 888 જેવા ચિપસેટનો સમાવેશ થાય છે. મતલબ કે, પ્રીમિયમ ફ્લેગશિપથી લઈને બજેટ સ્માર્ટફોન સુધીના સ્માર્ટફોન આ કમજોરીના લપેટામાં આવી શકે છે.

VTV DIGITAL

આ અંગે એજન્સીએ સમજાવ્યું કે આ કમજોરી હેકર્સને રિમોટ કોડ એક્ઝિક્યુશન, મેમરી કરપ્શન, સર્ઇવિસ ડનાઈલ અને પ્રીવલેજ વધારવા જેવા સાયબર હુમલાઓ શરૂ કરવાનો ખતરો વધારી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો સાયબર ગુનેગાર તમારા ફોનની સિસ્ટમમાં પ્રવેશ મેળવી શકે છે અને સંવેદનશીલ માહિતી ચોરી શકે છે.

  • યુઝર્સને આ રીતે નુકસાન પહોંચાડી શકે

આ સુરક્ષા ખામીની અસર માત્ર એપ્લિકેશન ક્રેશ સુધી મર્યાદિત નથી. હેકર્સ આ કમજોરીનો ઉપયોગ કરીને ફોન પર સામેલ વ્યક્તિગત ડેટા, બેંકિંગ માહિતી, ફોટા, પાસવર્ડ અને અન્ય સંવેદનશીલ ડોક્યુમેન્ટ ઍક્સેસ કરી શકે છે. અમુક કિસ્સાઓમાં, ડિવાઈઝની સમગ્ર સિસ્ટમ સાથે ચેડા થઈ શકે છે.

CERT-In એ જણાવ્યું હતું કે આ સમસ્યા મેમરી કરપ્શન, બફર ઓવરફ્લો, કમજોર ઇનપુટ માન્યતા અને વુઈક વેલીડેશન જેવી ટેકનીકલ ખામીઓને કારણે થાય છે. આ ખતરો માત્ર સ્માર્ટફોન પૂરતો મર્યાદિત નથી. જેમાં ટેબ્લેટ, વાયરલેસ ડિવાઈઝ, નેટવર્કિંગ પ્રોડક્ટ, ઓટોમોટિવ સિસ્ટમ્સ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) ડિવાઈઝ પણ પ્રભાવિત થઈ શકે છે.

વધુ વાંચો : WhatsAppનું નવું AI ફીચર નાના વેપારીઓ માટે બનશે ગેમ ચેન્જર,24x7 મળશે AI આધારિત

  • બચવા માટે શું કરવું?

સરકારી એજન્સીએ બધા યુઝર્સ અને સંસ્થાઓને તાત્કાલિક લેટેસ્ટ સિક્યોરીટી અપડેટ્સ ઇન્સ્ટોલ કરવાની સલાહ આપી છે. સ્માર્ટફોન કંપનીઓ આ કમજોરીને દૂર કરવા માટે ધીમે ધીમે પેચ બહાર પાડી રહી છે આથી તમારા ફોનની સેટિંગ્સમાં સોફ્ટવેર અપડેટ્સ તપાસવાનું ભૂલશો નહીં. આ સિવાય અજાણી વેબસાઇટ્સ કે થર્ડ પાર્ટી સ્ત્રોતોમાંથી એપ્લિકેશનો ડાઉનલોડ કરવાનું ટાળો. અપડેટ્સના અભાવે જૂના ફોન ઘણીવાર વધુ સંવેદનશીલ બને છે. આથી સિક્યોરીટી પેચને અવગણવા મોંઘા પડી શકે છે. જો તમારો ફોન અચાનક સ્લો પડી જાય, એપ્સ ઓટોમેટીક બંધ થઈ રહી હોય, કે બેટરી ઝડપથી ખતમ થઈ રહી હોય તો તમારે તાત્કાલિક તમારા ડિવાઇસની તપાસ કરાવવી જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Qualcomm Snapdragon cybersecurity agency CERT

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ