બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવે નહીં બને તમારી AI તસવીર! Metaએ ઉઠાવ્યું ચોંકાવનારું પગલું, જાણો કેમ
Last Updated: 12:27 PM, 11 July 2026
તાજેતરમાં Metaએ Muse Image નામનું AI ટૂલ લોન્ચ કર્યું હતું. આ ટૂલની મદદથી કોઈપણ વ્યક્તિ માત્ર પ્રોમ્પ્ટ અને Instagram એકાઉન્ટનો ઉલ્લેખ કરીને AI ઈમેજ બનાવી શકતો હતો. ફીચર લોન્ચ થતાં જ પ્રાઇવસી અને સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયા. વધતા વિરોધ બાદ હવે કંપનીએ આ સુવિધા હટાવી દીધી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
Metaએ પોતાના બ્લોગમાં જણાવ્યું કે Muse Imageનો હેતુ લોકોને ક્રિએટિવ AI ટૂલ આપવાનો હતો. જોકે કેટલાક લોકો દ્વારા તેનો ખોટો ઉપયોગ થવાની શક્યતા સામે આવતા કંપનીએ આ ફીચર પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
સૌથી મોટો વિવાદ એ બાબતે થયો કે તમામ Public Instagram એકાઉન્ટ્સ આ ફીચરમાં ડિફોલ્ટ રીતે સામેલ હતા. એટલે કે જો કોઈ વ્યક્તિ પોતાની તસવીરોનો AI માટે ઉપયોગ ન ઇચ્છતો હોય તો તેને જાતે જઈને સેટિંગ્સમાં ફેરફાર કરવો પડતો હતો. ઘણા યુઝર્સને ભય હતો કે તેમની મંજૂરી વગર તેમની AI તસવીરો બનાવી શકાય છે. આ કારણે સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા શરૂ થઈ હતી.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ કંઇક આવો હશે Appleનો પ્રથમ ફોલ્ડ ફોન? ના જોયો હોય તો જોઇ લેજો આ Video
ADVERTISEMENT
Metaએ Private Instagram એકાઉન્ટ્સ અને 18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સના એકાઉન્ટ્સને આ ફીચરમાં સામેલ કર્યા નહોતા. તેમ છતાં Public એકાઉન્ટ ધરાવતા લાખો લોકો માટે આ મુદ્દો ચિંતાનો વિષય બની ગયો હતો.
ADVERTISEMENT
Metaએ ફીચર બંધ કર્યા બાદ હવે જો કોઈ વ્યક્તિ Meta AIમાં કોઈ Instagram એકાઉન્ટને ટેગ કરીને AI તસવીર બનાવવાનો પ્રયાસ કરે તો ચેટબોટ તે વિનંતી સ્વીકારતો નથી.
આ ફીચરનો વિરોધ માત્ર સામાન્ય યુઝર્સ સુધી મર્યાદિત રહ્યો નહોતો. હોલિવુડની જાણીતી ટેલેન્ટ એજન્સી CAA સહિત અનેક સંસ્થાઓએ પણ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. કલાકારોની તસવીરો અને ડિજિટલ ઓળખના દુરુપયોગની શક્યતા સામે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Agniveer Result 2026 / ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી રિઝલ્ટ જાહેર, જાણો કેવી રીતે કરી શકાશે ડાઉનલોડ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.