ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / કંઇક આવો હશે Appleનો પ્રથમ ફોલ્ડ ફોન? ના જોયો હોય તો જોઇ લેજો આ Video

ટેક્નોલોજી / કંઇક આવો હશે Appleનો પ્રથમ ફોલ્ડ ફોન? ના જોયો હોય તો જોઇ લેજો આ Video

Published By: Jinal Chauhan

Last Updated: 02:52 PM, 10 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Appleના પ્રથમ ફોલ્ડ iPhoneને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ ચાહકોમાં નવી ઉત્સુકતા જગાવી છે.

ADVERTISEMENT

X પ્લેટફોર્મ પર શેર કરાયેલા એક વીડિયોમાં Appleના કથિત iPhone Ultra Foldનો ડમી મોડેલ જોવા મળ્યો છે. વીડિયોમાં ફોનને અલગ-અલગ એંગલથી બતાવવામાં આવ્યો છે અને તેને ફોલ્ડ તથા અનફોલ્ડ કરીને પણ દર્શાવવામાં આવ્યો છે. જોકે Apple તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં આ વીડિયોએ ટેક જગતમાં ચર્ચાનો માહોલ ઉભો કર્યો છે.

કંઇક આવો હશે Appleનો પ્રથમ ફોલ્ડ ફોન? ના જોયો હોય તો જોઇ લેજો આ Video

Appleના ફોલ્ડેબલ iPhoneની રાહ ઘણા વર્ષોથી જોવાઈ રહી છે. તાજેતરમાં X પ્લેટફોર્મ પર Apple Hub નામના એકાઉન્ટ દ્વારા શેર કરાયેલા વીડિયોમાં iPhone Ultra Fold નામનો એક ડમી મોડેલ બતાવવામાં આવ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ ટેક પ્રેમીઓમાં તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Helmet Rules (7)

વીડિયોમાં શું જોવા મળ્યું?

વાયરલ વીડિયોમાં ફોનને ફ્રન્ટ, બેક અને સાઇડ એંગલથી બતાવવામાં આવ્યો છે. ફોન વ્હાઇટ કલર વેરિઅન્ટમાં જોવા મળે છે. પાછળની બાજુ ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો હોવાનું દેખાય છે. ફોનના નીચેના ભાગમાં સ્પીકર ગ્રિલ અને USB Type-C પોર્ટ પણ નજરે પડે છે. ડિઝાઇન પ્રીમિયમ લુક ધરાવતી હોવાનું વીડિયોમાંથી અંદાજ લગાવી શકાય છે.

Samsung Galaxy Z Fold જેવી ડિઝાઇન

વીડિયોમાં ફોનને અનફોલ્ડ કરીને પણ બતાવવામાં આવ્યો છે. અનફોલ્ડ થયા બાદ તેની અંદરની મોટી સ્ક્રીન Samsung Galaxy Z Fold સિરીઝ જેવી લાગે છે. સ્ક્રીનના ઉપરના ડાબા ભાગમાં સેલ્ફી કેમેરા પણ જોવા મળે છે.

Appleએ હજુ સુધી કરી નથી પુષ્ટિ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો માત્ર ડમી મોડેલ હોવાનું કહેવાઈ રહ્યું છે. Appleએ હજુ સુધી પોતાના ફોલ્ડેબલ iPhone અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. તેથી વીડિયોમાં દેખાતી ડિઝાઇન અંતિમ પ્રોડક્ટ જેવી જ હશે કે નહીં તે અંગે કંઈ કહી શકાય નહીં.

vtv app promotion

આ પણ વાંચોઃ સસ્તા થઇ શકે છે સ્માર્ટફોન, મોબાઈલ પાર્ટ્સની ઈમ્પોર્ટ ડ્યૂટી દૂર કરાઈ

ફોલ્ડ ફોન માર્કેટમાં પહેલેથી છે મોટી સ્પર્ધા

ફોલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટમાં Samsung ઘણા વર્ષોથી સક્રિય છે. કંપનીએ વર્ષો પહેલા Galaxy Fold સિરીઝ રજૂ કરી હતી અને ત્યારથી અનેક મોડેલ લોન્ચ કર્યા છે. Samsung ઉપરાંત Google, Vivo, OnePlus અને Xiaomi જેવી કંપનીઓ પણ ફોલ્ડેબલ સ્માર્ટફોન બજારમાં ઉતારી ચૂકી છે. ભારતમાં Google, Vivo અને OnePlusના ફોલ્ડ ફોન ઉપલબ્ધ છે.

કેટલી હોઈ શકે કિંમત?

Appleના આ સંભવિત ફોલ્ડ ફોનની કિંમત અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. જોકે બજારમાં ઉપલબ્ધ અન્ય ફોલ્ડેબલ સ્માર્ટફોનને ધ્યાનમાં રાખીએ તો તેની કિંમત 1.50 લાખ રૂપિયાથી 2 લાખ રૂપિયા વચ્ચે હોઈ શકે છે. Appleનું પ્રીમિયમ બ્રાન્ડિંગ જોતા કિંમત વધુ પણ હોઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Foldable iPhone Apple Fold Phone iPhone Ultra Fold

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ