ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / સસ્તા થઇ શકે છે સ્માર્ટફોન, મોબાઈલ પાર્ટ્સની ઈમ્પોર્ટ ડ્યૂટી દૂર કરાઈ

photo-story

6 ફોટો ગેલેરી

ટેક / સસ્તા થઇ શકે છે સ્માર્ટફોન, મોબાઈલ પાર્ટ્સની ઈમ્પોર્ટ ડ્યૂટી દૂર કરાઈ

Last Updated: 12:15 AM, 10 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતમાં સ્માર્ટફોન સસ્તા થઈ શકે છે. કેમ કે,સરકારે મોબાઇલ ફોનમાં ઉપયોગમાં લેવાતા અનેક કોમ્પોનન્ટ પરની ઈમ્પોર્ટ ડ્યુટી દૂર કરી છે.

1/6

photoStories-logo

1. ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટી

કેન્દ્ર સરકારે મોબાઇલ ફોન અને બીજા ઇલેક્ટ્રોનિક ડિવાઈઝમાં ઉપયોગમાં લેવાતા ઘણા મુખ્ય કોમ્પોનન્ટ પરની ઈમ્પોર્ટ ડ્યુટી દૂર કરી છે. આ પગલાથી સ્માર્ટફોન બ્રાન્ડ્સ માટે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે અને ભવિષ્યમાં સ્માર્ટફોનના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે. જેમાં સ્માર્ટફોન માટે વાયરલેસ ચાર્જિંગ મોડ્યુલમાં ઉપયોગમાં લેવાતા પાર્ટ લિથિયમ-આયન સેલ અને મેડીકલ ડિવાઈઝ અને ઓટોમોબાઇલમાં ઉપયોગમાં લેવાતા ડિસ્પ્લે ભાગો સહિત અનેક કોમ્પોનન્ટ પર ડ્યુટીમાં મુક્તિ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. અગાઉ 5 ટકા અને 7.5 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી

પહેલા આ કોમ્પોનેન્ટ પર 5 ટકા અને 7.5 ટકાની ઈમ્પોર્ટ ડ્યૂટી લાગતી હતી. નવી મુક્તિ 31 માર્ચ 2029 સુધી અમલમાં રહેશે. આ નિર્ણય સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રી માટે નિર્ણાયક સમયે આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કોમ્પોનન્ટ ખર્ચમાં વધારો અને સપ્લાય ચેઇનમાં ડિસ્ટર્બન્સના લીધે સ્માર્ટફોનની કિંમતમાં વધારો થયો છે. જેમાં મેમરી ચિપ્સ અને બીજા જરૂરી ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટની અછત છે. આ પાર્ટ પરની ઈમ્પોર્ટ ડ્યુટી દૂર કરવાથી ખર્ચ ઘટાડવામાં અને સપ્લાય ચેઇનને સુધારવામાં મદદ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. એપલ અને શાઓમીને થશે લાભ

આ પગલાથી એપલ અને શાઓમી જેવી કંપનીઓને ફાયદો થઈ શકે છે, જે ભારતમાં સ્માર્ટફોનનું ઉત્પાદન કરે છે. આયાત ખર્ચ ઘટાડવાથી સ્થાનિક ઉત્પાદન વધુ સ્પર્ધાત્મક બની શકે છે અને ભારતને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન કેન્દ્ર બનાવવાના સરકારના મોટા ધ્યેયને પણ વેગ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ઉત્પાદન ક્ષેત્રમાં વૃદ્ધિ

રિપોર્ટ મુજબ, ભારતે નાણાકીય વર્ષ 2030 સુધીમાં તેના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઇન્ડસ્ટ્રીને 500 બિલિયન સુધી કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. દેશના સ્માર્ટફોન ઉત્પાદન ક્ષેત્રમાં પહેલાથી જ વૃદ્ધિ જોવા મળી છે, છેલ્લા દાયકામાં ઉત્પાદન 28 ગણું વધીને નાણાકીય વર્ષ 2024-25માં 5.45 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. શું કહે છે એક્સપર્ટ

એક્સપર્ટ અનુસાર, આ અસર કયા કોમ્પોનેન્ટને આવરી લેવાશે અને કેટલી ડ્યુટી દૂર કરવામાં આવે છે તેના પર નિર્ભર રહેશે. જો કે તેઓ આ પગલાના પરિણામે સ્માર્ટફોન બ્રાન્ડ્સ કિંમતોમાં ઘટાડો કરશે તેવી અપેક્ષા રાખતા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. લોકલાઈઝેશનને મળવું જોઈએ પ્રોત્સાહન

આ અંગે એક્સપર્ટનું કહેવું છે કે, "આયાત ડ્યુટીમાં ઘટાડો ચોક્કસપણે ઈમ્પોર્ટ ખર્ચમાં ઘટાડો કરશે પરંતુ તે વર્તમાન પરિસ્થિતિમાં મેમરી ભાવ વધારાને અસર નહીં કરે. આનાથી ખર્ચ સ્પર્ધાત્મકતા, સ્થાનિક વેલ્યુ એડિશન અને હાઈ એન્ડના સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક્સના ઉત્પાદનના લોકલાઈઝેશનને પ્રોત્સાહન મળવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Components Smartphones Import Duty
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ