ન્યૂઝ અપડેટ્સ
VTV / Medicines, food and drink are cheap but this thing for the family has become expensive
Last Updated: 11:25 AM, 12 July 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
GST કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી અને તેમાં લેવાયેલા સૌથી મહત્વપૂર્ણ નિર્ણયોમાં ઓનલાઈન ગેમિંગને GST હેઠળ લાવવા અને 28 ટકા ટેક્સ લાદવાનો અને કેન્સરની દવાઓમાંથી IGST દૂર કરવાનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ GST પર ક્યાં રાહત મળી અને શું થયું મોંઘું?
GST કાઉન્સિલની બેઠકમાં ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ, કેસિનોની સંપૂર્ણ કિંમત પર 28% GST લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓનલાઈન ગેમિંગને GST કાયદાના દાયરામાં લાવવામાં આવ્યું છે. ઓનલાઈન ગેમિંગ પર GST લાદવાના નિર્ણયની સ્પષ્ટતા કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આ મુદ્દા પર વિગતવાર ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચર્ચા દરમિયાન આજના સમયમાં ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીની અસર કેટલી છે અને તેનાથી કેટલી આવક થઈ શકે છે. દરેક રાજ્ય સાથે આ તમામ પાસાઓ પર ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
#WATCH | Union Finance Minister Nirmala Sitharaman, says "We have offered exemption on GST for satellite launch services provided by private organisations... Online gaming, horse racing and casinos will be taxed at 28% (all three activities) and they will be taxed on full face… pic.twitter.com/vFGCHfaCFy
— ANI (@ANI) July 11, 2023
ADVERTISEMENT
હવે કાર ખરીદવી થશે મોંઘી
GST કાઉન્સિલે કાર ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેઠક દરમિયાન વ્યાપક ચર્ચા-વિચારણા કર્યા પછી મલ્ટી પર્પઝ કાર (MUVs) પર 22 ટકા વળતર ઉપકર વસૂલવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે, જે 28 ટકા GST ઉપરાંત હશે. એટલે કે હવે આ કેટેગરીના વાહનો ખરીદવા માટે વધુ ખર્ચ કરવો પડશે. જોકેનાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, સેડાન કાર પર 22 ટકા સેસ લાગુ નહીં થાય.
આયાતી કેન્સરની દવા સસ્તી
હવે આયાતી કેન્સરની દવા પર IGST લાગશે નહીં. એટલે કે આ દવા સસ્તી થશે. GST કાઉન્સિલની આ બેઠકમાં કેન્સરની દવા Dinutuximabની આયાત સસ્તી થઈ શકે તેવી અપેક્ષા પહેલાથી જ હતી અને તેને સરકારે મંજૂરી આપી હતી. નોંધનીય છે કે, હાલમાં આના પર 12 ટકા IGST વસૂલવામાં આવે છે, જેને કાઉન્સિલ દ્વારા શૂન્ય કરવામાં આવ્યું છે. આ દવાના એક ડોઝની કિંમત 63 લાખ રૂપિયા છે.
ADVERTISEMENT
It was clarified by the council today that food and beverages in cinema halls will attract 5 per cent and not 18 per cent GST: Sanjay Malhotra, Revenue Secretary pic.twitter.com/JdNhij13mz
— ANI (@ANI) July 11, 2023
ADVERTISEMENT
સિનેમા હોલમાં જમવાનું સસ્તું
હવેથી સિનેમા હોલમાં ફિલ્મો જોવાના શોખીન લોકો માટે ખાવા-પીવાની વસ્તુઓ સસ્તી થશે. વાસ્તવમાં બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ કહ્યું કે, સિનેમા હોલમાં ખાવા-પીવાની વસ્તુઓ પર જીએસટી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક પહેલા સિનેમા હોલમાં ઉપલબ્ધ ખાદ્યપદાર્થો અને પીણાં પરનો GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. કાઉન્સિલની બેઠકમાં આ પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે.
GST કાઉન્સિલની બેઠક બાદ આ ખાદ્યપદાર્થો સસ્તા
જેના પર નાણામંત્રી નિર્મલા સીતારમણે GST ઘટાડવાની જાહેરાત કરી છે. તેમાંથી રાંધેલી વસ્તુઓ પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. એટલે કે હવે કાચા કે તળેલા નાસ્તાની ગોળીઓ સસ્તી કરવામાં આવી છે. આ સિવાય ઈમિટેશન, ઝરી દોરા પરનો ટેક્સ 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો