ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / Mass suicide of 7 members of the same family in Adajan Surat

BIG BREAKING / સુરતમાં પરિવારનો સામૂહિક આપઘાત: 6 લોકોએ ઝેરી દવા પીને તો એક સભ્યએ ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ

Published By: Malay

Last Updated: 12:45 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતના અડાજણમાં એક જ પરિવારના 7 સભ્યોનો સામૂહિક આપઘાત, પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી

ADVERTISEMENT

  • સુરતમાં એક પરિવારનો સામૂહિક આપઘાત 
  • એક પરિવારના 7 લોકોએ ટૂંકાવ્યું જીવન 
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી 

Surat News: સુરતના અડાજણમાંથી હચમચાવી નાખતો બનાવ સામે આવ્યો છે. જે મુજબ સુરતના અડાજણમાં એક જ પરિવારના 7 લોકોએ સામૂહિક આપઘાત કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ પરિવારના સામૂહિક આપઘાત પાછળનું કારણ અકબંધ છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

એક જ પરિવારના 7 સભ્યોનો આપઘાત
મળતી માહિતી અનુસાર, સુરતના અડાજણ વિસ્તારમાં એક જ પરિવારના 7 લોકોએ જીવન ટૂંકાવી દેતા ખળભળાટ મચી ગયો છે. અડાજણ વિસ્તારમાં એક જ પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. જ્યારે એક સભ્યએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. તો એકસાથે 7 લોકોના આપઘાત કરવા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. 

સામૂહિક આપઘાત પાછળનું કારણ અકબંધ
આ અંગેની જાણ પોલીસને થતાં અડાજણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે. હાલ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બીજુ બાજુ પોલીસકર્મીઓ દ્વારા આજુબાજુમાં રહેતા લોકોની અને પરિવારજનો પૂછપરછ કરવામાં આવી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Adajan Surat Surat News mass suicide સુરત ન્યૂઝ સુરત સમાચાર સુરત સામૂહિક આપઘાત Surat News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ