ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / Mango Leaves Can Help Manage Diabetes

Health Tips / ડાયાબિટિશમાં આંબાના પાનનો પ્રયોગ અત્યંત લાભકારી

Published By: Kavan

Last Updated: 06:21 PM, 10 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટિશ કન્ટ્રોલમાં રાખવા માટે અનેક પરંપરાગત નુસ્ખા લાભદાયી સાબિત થાય છે.પરંતુ બહુ ઓછા લાકોને કદાચ ખબર હશે કે આંબાના પાનમાં સુગર લેવલને કાબુમાં રાખવાની અનોખી ક્ષમતા છે.ડાયાબિટિશના દર્દીઓ બ્લડ સુગરને કન્ટ્રોલમાં રાખવા દવા,કસરત ઉપરાંત ડાયેટ પર પણ ધ્યાન આપવું પડે છે.સુગરને ઓછી કરે તેવી ચીજો રોજબરોજના ડાયેટમાં સામેલ કરવી જરુરી હોય છે.

ADVERTISEMENT

આંબાના પાન પણ તેમાંના એક છે.તેમાં એવા તત્વો છે જે લાહીમાં સુગરનું પ્રમાણ ઓછું કરવામાં મદદરુપ થાય છે.આંબાના પાન પર અનેક સંશોધનો થયા છે.આંબાના પાનમાં રહેલું મેન્ગીફેરિન આપણા શરીરમાં બનતા આલ્ફા ગ્લુકોસાઇડેસ એન્ઝાઇમ પર અસર કરે છે.જેનાથી આંતરડામાં કાર્બોહાઇડ્રેટસનુ મેટાબોલિઝમ ધીમું પડે છે.આંબાના પાન શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારવામાં પણ મદદ કરે છે.

આંબાના પાનમાં પેકટિન,વિટામિન સી અને ફાઇબર પણ સારા એવા પ્રમાણમાં હોય છે.જે ડાયાબિટિશ ઉપરાંત કોલેસ્ટરોલમાં પણ ફાયદાકારક છે.પરંતુ આંબાના પાનનો ફાયદો લેવો કેવી રીતે? તે ફળ કે શાકભાજી નથી કે તેને રાંધીને કે કાચા ખાઇ શકાય.સંશોધકો કહે છે કે તમે તેનો સાદી રીતથી ઉપયોગ કરી શકો છો.

ઉલ્લેખનીય છે કે, 10થી 15 પાનને પાણીમાં સારી રીતે ઉકાળીને તેને આખી રાત માટે રહેવા દો.સવારે ઉઠીને નરણાકોઠે આ પાણી ગાળીને પી જાવ.આ પ્રયોગ થોડા મહિના સતત કરવાથી ડાયાબિટિશમાં તેનો ઘણો ફાયદો થાય છે.અલબત્ આ પ્રયોગ કરતી વખતે ડોકટરની સલાહ મુજબની દવા બંધ કરવાની ભુલ કયારેય પણ ન કરવી જોઇએ અને સુગર લેવલ પણ સતત ચેક કરતા રહેવું જોઇએ.
 

સંકળાયેલા મુદ્દાઓ

Manage Diabetes Mango blood sugar control diabetes mango leaves Health Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ