બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / make your ayushman health card from ration card

કામની વાત / હવે રેશન કાર્ડથી પણ બનાવી શકશો તમારું આયુષ્માન હેલ્થ કાર્ડ, એ કઇ રીતે? જાણો Apply પ્રોસેસ

Manisha Jogi

Last Updated: 02:42 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીનો હેલ્થ ઈન્શ્યોરન્સ આપવામાં આવે છે. જે રેશનકાર્ડમાં 6 અથવા તેનાથી વધુ સભ્યો હોય તેઓ ઘરે બેઠા મોબાઈલથી આયુષ્માન કાર્ડ બનાવી શકે છે.

કેન્દ્ર સરકાર આર્થિકરૂપે નબળા લોકો માટે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ ઓછી આવક ધરાવતા લોકોને હેલ્થ કવરેજ આપવામાં આવે છે. આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીનો હેલ્થ ઈન્શ્યોરન્સ આપવામાં આવે છે. લાભાર્થી સરકારી તથા પ્રાઈવેટ હોસ્પિટલમાં પાંચ લાખ રૂપિયા સુધી મફત ઈલાજ કરાવી શકે છે. જે રેશનકાર્ડમાં 6 અથવા તેનાથી વધુ સભ્યો હોય તેઓ ઘરે બેઠા મોબાઈલથી આયુષ્માન કાર્ડ બનાવી શકે છે.  

આ યોજના માટે પાત્રતા ધરાવતા લોકોને સરકાર તરફથી આયુષ્માન કાર્ડ જાહેર કરવામાં આવે છે. કાર્ડની મદદથી લાભાર્થી આ યોજનાનો લાભ મેળવી શકે છે. આરોગ્ય મંત્રાલય અનુસાર ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ આયુષ્માન કાર્ડના લાભાર્થી છે. ઉત્તરપ્રદેશમાં 4.83 કરોડથી વધુ લોકોનું આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યું છે. સૌથી વધુ આયુષ્માન કાર્ડના લાભાર્થીઓની સંખ્યામાં મધ્યપ્રદેશ બીજા નંબર પર આવે છે, જ્યાં 3.75 કરોડ લોકો અને મહારાષ્ટ્રમાં 2.39 કરોડ લોકોએ આયુષ્માન કાર્ડનો લાભ મેળવ્યો છે. રેશનકાર્ડથી આયુષ્માન હેલ્થ કાર્ડ કેવી રીતે બની શકે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

વધુ વાંચો: 'જજ સાહેબ, ઊંટ નથી મળી રહ્યાં', શખ્સે મદદની ગુહાર લગાવતા હાઇકોર્ટે કહ્યું 'પોલીસ પાછા અપાવશે'

આયુષ્માન હેલ્થ કાર્ડ

  • સૌથી પહેલા મોબાઈલમાં Ayushman App ડાઉનલોડ કરો. 
  • હવે લોગિન પર ક્લિક કરો.
  • હવે Login as Beneficiary પર ક્લિક કરો. 
  • હવે મોબાઈલ નંબરથી વેરિફાય કરો અને કેપ્ચા તથા OTP એન્ટર કરો. 
  • હવે State, Scheme, Search By, District સિલેક્ટ કરો. 
  • હવે રેશનકાર્ડ નંબર અથવા આધાર નંબર એન્ટર કરીને Search પર ક્લિક કરોય
  • હવે રેશન કાર્ડમાં જેટલા લોકોના નામ હશે તેમના નામ જોવા મળશે. 
  • હવે આયુષ્માન કાર્ડ બનાવવા માટે Unidentified બટન પર ક્લિક કરો. 
  • હવે Aadhar OTP, Face, Irish, Fingerprintથી વેરફાઈ કરો. 
  • હવે તમારી ડિટેઈલ્સ ફીલ કરો. 
  • હવે લાઈવ ફોટો અપલોડ કરો અને ડિટેઈલ્સ સબમિટ કરો. 
  • થોડા દિવસમાં તમારું આયુષ્માન કાર્ડ બની જશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ