બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

logo

પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ

logo

સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી

logo

ક્ષત્રિય સંકલન સમિતિ પરના આરોપને લઇ રમજુભાનો જવાબ, પી.ટી. જાડેજા મામલે સમાધાન થઈ ગયું છે

logo

આવનારા 4 દિવસમાં વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી, રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે

logo

PM મોદીનો આવતીકાલે વારાણસીમાં ભવ્ય રોડ શો

logo

ભાજપને 2019 કરતાં વધુ જનાદેશ મળશે: PM મોદી

logo

બારડોલીના નાદીદા પાસેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો

VTV / ભારત / meerut strange petition filled in high court police captured 22 camel but not returning

ગજબ! / 'જજ સાહેબ, ઊંટ નથી મળી રહ્યાં', શખ્સે મદદની ગુહાર લગાવતા હાઇકોર્ટે કહ્યું 'પોલીસ પાછા અપાવશે'

Manisha Jogi

Last Updated: 02:22 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશના મેરઠમાંથી ખૂબ જ અજીબ સમાચાર સામે આવ્યા છે. વ્યક્તિએ કોર્ટને કહ્યું છે કે, સાહેબ મને પોલીસ પાસેથી મારા 22 ઊંટ અપાવો, કોર્ટે આદેશ જાહેર કરીને લિસાડી ગેટ પોલીસ ઈન્સ્પેક્ટર પાસેથી જવાબ માંગ્યો છે.

ઉત્તરપ્રદેશના મેરઠમાંથી ખૂબ જ અજીબ સમાચાર સામે આવ્યા છે. આ વ્યક્તિએ હાઈકોર્ટમાં જઈને ઊંટ પરત મેળવવા માટે મદદ માંગી છે. તે વ્યક્તિએ કોર્ટને કહ્યું છે કે, સાહેબ મને પોલીસ પાસેથી મારા 22 ઊંટ અપાવો, કોર્ટે આદેશ જાહેર કરીને લિસાડી ગેટ પોલીસ ઈન્સ્પેક્ટર પાસેથી જવાબ માંગ્યો છે. આ મામલે આગામી સુનાવણી માર્ચ મહિનામાં થશે. 

આ સમગ્ર મામલો વર્ષ 2019માં શરૂ થયો હતો. ઓગસ્ટ મહિનામાં પોલીસ તંત્રએ ઈદના અવસરે ઊંટની કુર્બાની પર પ્રતિબંધ મુક્યો હતો. આ દરમિયાન લિસાડી ગેટ પોલીસે મેરઠમાં રહેતા મોહમ્મદ અનસના 22 ઊંટ કબ્જે કરી લીધા હતા. અનસે દાવો કર્યો છે કે, હજુ સુધી તેને તેના ઊંટ પરત મળ્યા નથી. આ મામલે સિટી મેજિસ્ટ્રેટને ઊંટ પરત આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારપછી અનસે વર્ષ 2022માં હાઈકોર્ટમાં અરજી કરીને ઊંટ પરત આપવા માટે મદદ માંગી હતી. 

હાઈકોર્ટમાં અરજી
મીડિયા રિપોર્ટ અનુસાર હાઈકોર્ટે 12 જાન્યુઆરી 2023ના રોજ ઊંટ પરત આપવાનો આદેશ આપ્યો હતો. હજુ સુધી આ આદેશનું પાલન કરવામાં આવ્યું નથી. હવે આ મામલે ફરીથી અરજી દાખલ કરવામાં આવે છે. આ મામલે પીડિતે જણાવ્યું છે કે, પોલીસે ઊંટ જપ્ત કર્યા છે, તો તે પરત પણ આપશે. હવે મામલે 18 માર્ચના રોજ સુનાવણી થશે. 

વધુ વાંચો: ભૂલથી વરરાજા સાથે જાનૈયાઓ આગલા દિવસે જ પહોંચી ગયા દુલ્હનના ઘરે, મચી દોડમદોડ, થઇ જોવાજેવી

પોલીસ પાસેથી જવાબ માંગ્યો
આ મામલે સિટી મેજિસ્ટ્રેટે જણાવ્યું કે, ઊંટ પાછા આપવાનો આદેશ જાહેર કર્યો હોવા છતાં પોલીસે 22 ઊંટ પરત ના આપ્યા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે લિસાડી ગેટ પોલીસ ઈન્સ્પેક્ટર પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ