ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:04 PM, 28 February 2024
ADVERTISEMENT
ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લામાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. લગ્ન તારીખના એક દિવસ પહેલા જ જાન દુલ્હનના દરવાજા પર પહોંચી ગઈ. જાનૈયાઓની જાન જોઈને દુલ્હનના ઘરના લોકો એકદમ દંગ રહી ગયા હતા. જાનૈયાઓ આવી જતા દુલ્હનના પરિવારજનો અને ગ્રામજનોએ સાથે મળીને ઉતાવળમાં તમામ વ્યવસ્થા કરી હતી. આ પ્રકારની ઘટના સર્જાતા આખા ગામમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી.
ADVERTISEMENT
હમીરપુરના સિકરોઢી ગામનિવાસી સ્વ.રામફલ અનુરાગીની દીકરી રેખાના લગ્ન સદર કોતવાલીના પારા પુરવા ગામના બેટારામ સાથે નક્કી થયા હતા. લગ્ન તારીખ 27 ફેબ્રુઆરીએ હતા, પણ 26 ફેબ્રુઆરીએ જાન દરવાજા પર આવી ગઈ હતી, જે જોઈને તમામ લોકો સ્તબ્ધ રહી ગયા હતા.
લગ્ન કંકોત્રીમાં થઈ ભૂલ
દુલ્હાના ભાભી કૌશલ્યાએ જણાવ્યું કે, કંકોત્રીમાં 27 ફેબ્રુઆરીની જગ્યાએ 26 ફેબ્રુઆરી લખાઈ ગઈ હતી. તેમના ઘરમાં કોઈને વાંચતા લખતા આવડતું નહોતું અને સંબંધીઓને કંકોત્રી પણ આપવામાં આવી હતી. જાન નક્કી કરેલ તારીખ કરતા એક દિવસ પહેલા 26 ફેબ્રુઆરીએ આવી પહોંચી હતી. જાન દુલ્હનના દરવાજા પર પહોંચતા ખબર પડી હતી કે, લગ્ન 27 ફેબ્રુઆરીએ રાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT
જાનૈયાઓના સ્વાગતની તૈયારી
ગામ નિવાસી અશોક કુમાર પાંડેએ જણાવ્યું કે, રેખાના પિતાનું મૃત્યુ થઈ ગયું છે. જાન એક દિવસ પહેલા આવી જતા આખો કાર્યક્રમ બગડી ગયો હતો. ગામના તમામ લોકોએ જાનૈયાઓ માટે વ્યવસ્થા કરી હતી. રાતોરાત જાનના સ્વાગત અને સત્કારની તૈયારીઓ કરવામાં આવી. મિઠાઈ સાથે બધુ ભોજન બનાવવામાં આવ્યું. ત્યારપછી દ્વારચાર અને જયમાલાની રસમ પણ થઈ હતી. મંગળવારે સવારે લગ્ન થયા અને સાંજે દુલ્હનની વિદાય કરવામાં આવી.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ