બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

logo

અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા

logo

લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું

VTV / ભારત / jhansi bride married to brother in law after groom did not come samuhik vivah yojna

વિચિત્ર કિસ્સો / સમૂહ લગ્નમાં 'ખેલા': વરરાજાની ગેરહાજરીમાં દુલ્હને જીજા સાથે સાત ફેરા ફરી લીધા, પોલ ખુલતા કર્યું એવું કે...

Manisha Jogi

Last Updated: 11:23 AM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશના ઝાંસીમાં મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનામાં હેરાન કરી દેતો કિસ્સો સામે આવ્યો છે. દુલ્હને જીજાજી સાથે લગ્ન કરી લીધા હતા. દુલ્હા દુલ્હન સાથે અલગથી વાત કરવામાં આવી તો તેમણે આ વાતનો સ્વીકાર કર્યો હતો.

ઉત્તરપ્રદેશના ઝાંસીમાં મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનામાં હેરાન કરી દેતો કિસ્સો સામે આવ્યો છે. દુલ્હાની ગેરહાજરીમાં દુલ્હને જીજાજી સાથે લગ્ન કરી લીધા હતા. દુલ્હનની પોલ ખુલી જતા તેણે ઉતાવળમાં તેના સેંથાનું સિંદૂર લૂછી નાખ્યું હતું. અધિકારી લલિતા યાદવે જણાવ્યું કે, આ મામલે તપાસ કરવામાં આવશે. 

મંગળવારે સામૂહિક વિવાહ યોજના હેઠળ ઝાંસીની પોલિટેકનિક કોલેજના મેદાનમાં અનેક કપલના લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ દરમિયાન દુલ્હો લગ્નસ્થળે ના પહોંચતા દુલ્હનની સાથે તેના જીજાજી હતા તેના લગ્ન દુલ્હન સાથે કરાવી દેવામાં આવ્યા હતા. લગ્ન પછી દુલ્હને તેના સેંથાનું સિંદૂર લૂછી નાખ્યું હતું. દુલ્હા દુલ્હન સાથે અલગથી વાત કરવામાં આવી તો તેમણે આ વાતનો સ્વીકાર કર્યો હતો. 

શું છે સમગ્ર મામલો
27 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી સામૂહિક વિવાહ સમ્મેલન હતું. આ સંમેલનમાં અનેક કપલના લગ્ન કરાવવામાં આયા હતા. આ વિવાહ સમારોહમાં એક કપલ શંકાસ્પદ જોવા મળ્યું હતું, આ મામલે તપાસ કરવામાં આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. 

ઝાંસીના બામોરમાં રહેતી ખુશીના લગ્ન મધ્યપ્રદેશ છતરપુરના બૃષભાન સાથે નક્કી થયા હતા. સામૂહિક વિવાહ સમારોહમાં તેનો રજિસ્ટ્રેશન નંબર 36 હતો. ખુશીએ ફેરા ફર્યા પછી સેંથામાંથી સિંદૂર કાઢી નાખ્યું હતું. દુલ્હા સાથે વાત કરવામાં આવતા તેણે કબૂલ્યું હતું કે, તેનું નામ બૃષભાન નહીં પણ દિનેશ છે અને તે બામોરમાં રહે છે. 

દિનેશે જણાવ્યું કે, બૃષભાન સાથે લગ્ન થવાના હતા પણ બૃષભાન આવ્યો ન હતો એટલા માટે કેટલાક લોકોએ કહેતા બૃષભાનની જગ્યાએ તે જ દુલ્હો બની ગયો હતો. જેમાં વિભાગીય અધિકારી અને કર્મચારી પણ શામેલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

વધુ વાંચો: VIDEO:આ મંદિરમાં કોઈ બળતણ વિના પ્રગટી રહી છે જ્યોત, અકબરથી લઈને અંગ્રેજો કોઈ ઓલવી ન શક્યું

દુલ્હનનું નિવેદન
આ મામલે દુલ્હન તેનું નામ ખુશી અને છવિ એમ અલગ અલગ નામ કહે છે. દુલ્હન જણાવે છે કે, વરરાજા લગ્નમાં ના આવી શક્યો નહોતો. વરસાદ આવી રહ્યો હતો અને તે ખૂબ જ દૂર હતો. આ કારણોસર તેણે જીજાજી સાથે લગ્ન કરી લીધા. મને ખબર છે કે, આ બધુ ખોટું છે પણ અમારી પણ પ્રોબ્લેમ હતી. ફોર્મ ભરાઈ ગયું હતું, બધુ ઓનલાઈન થઈ ગયું હતું. હું મંડપમાં બેઠી હતી એટલા માટે લગ્ન કરવા પડ્યા. અધિકારી લલિતા યાદવે જણાવ્યું કરે, આ પ્રકારે ના થઈ શકે. જો આ પ્રકારે થયું હશે તો યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ