બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Food and Recipe / Make this Ukalo at home and avoid the Cough and cold

રેસિપી / શરદી-ખાંસીમાં અકસીર છે સસ્તો અને ઘરેલૂ ઉકાળો, શરીરને આપશે આ અઢળક ફાયદા

Published By: Bhushita

Last Updated: 02:04 PM, 13 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બદલાતી સીઝનમાં શરદી અને ખાંસીની તકલીફ ઘણી સામાન્ય હોય છે. જો સીઝનની સાથે સાથે તમે તમારા ખોરાકમાં પણ ફેરફાર લાવો છો તો તમે હેલ્ધી રહી શકો છો. જેમ તમે સીઝનલ વાનગીઓ આરોગો છો તેમ તમારે આ ઘરે બનાવેલા ઉકાળાને પણ અમુક સમયે લેતા રહેવું જોઇએ. તેમાં વપરાતા ગરમ મસાલા તમારા શરીરને રક્ષણ આપે છે અને સાથે તેનાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. તો ટ્રાય કરી લો આ ઘરે જ બનાવેલો ઉકાળો.

ઔષધીય ઉકાળો  

સામગ્રી

  • દસ નંગ તુલસીના પાન
  • દસ નંગ કાળા મરી
  • એક કટકો આદુ
  • એક લવિંગ
  • નાનો ટુકડો તજ
  • ચપટી સૂંઠ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ખાંડ કે મધ સ્વાદ અનુસાર

રીત

એક કપ પાણીમાં દસ તુલસીના પાન નાખો. ત્યારબાદ તેમાં દસ કાળા મરી નાખો. પછી તેમાં એક કટકો આદુનો વાટીને નાખો. પછી એક લવિંગ, થોડું તજ, એક ચપટી સૂંઠ નાંખીને બરાબર ઉકાળી લો. આને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન થઈ જાય. ત્યારબાદ તેને ગાળીને તેમાં સ્વાદ મુજબ મીઠુ, ખાંડ કે મધ નાંખીને પીઓ. 

 

પ્રતિકાત્મક ફોટો


લીંબૂ અને મધ   

સામગ્રી

  • લીંબુનો રસ
  • મધ
  • ડુંગળીનો રસ

રીત

લીંબૂના રસમાં મધ મિક્ષ કરવું અને તેને ગરમ કરવું. તમે ઈચ્છો તો આમાં ડુંગળીનો રસ પણ મિક્સ કરી શકો છો. આ સિરપને તમે તમારી જરૂર મુજબ સેવન કરી શકો છો. આનાથી ખાંસી અને શરદીમાં રાહત મળે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Honey Lemon Recipe tulsi ukalo ઉકાળો તુલસી મધ રેસિપી લીંબુ શરદી-ખાંસી recipe

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ