બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Food and Recipe / make farali moreya pulav in this shravan month

રેસિપી / શ્રાવણમાં બનાવો ફરાળી મૌરેયાનો પુલાવ

Published By: vtvAdmin

Last Updated: 04:38 PM, 7 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણ મહિનો એટલે ઉપવાસ અને વ્રતનો મહિનો. આ મહિનામાં ઘણા લોકો ડુંગળી-લસણ તો મૂકે જ છે તો કેટલાક લોકો એકટાણો ઉપવાસ કરે છે.

આ મહિનામાં તમારા ઘરે કોઇને કોઇ ઉપવાસ તો ચોક્કસથી કરતુ હશે. હવે આખો મહિનો એકટાણું કરીને એકના એક બટેકા, સાબુદાણા અને સામાની ખિચડીથી કટાંળી જશે.

તો આજે ટ્રાય કરો થોડું હટકે, જેનો સ્વાદ તમારા જીભે ચોટી જશે, અમે વાત કરી રહ્યા છીએ ફરાળી મૌરેયાના પુલાવની. તો હવે જાણી લો અને ઘરે જ બનાવો ટેસ્ટી ફરાળી આઇટમ.. 

સામગ્રી:

- મૌરેયો 2 મોટી ચમચી
- 1 બટેકુ
- 1 કપ મગફળી
- 2 લીલા મરચાં
- 1 નાની ચમચી ઘી 
- સિંધવ મીઠું સ્વાદનુસાર
- 2 કપ પાણી
- ગાર્નિશિંગ માટે કોથમીર

બનાવવાની રીત:

સૌથી પહેલા મૌરેયાના સાફ કરીને પાણીમાં 5-10 મિનિટ સુધી પલાળી રાખો. પાંચ મિનિટ પછી તેમાંથી પાણી કાઢી લો. હવે એક પેન લઇને મીડિયમ તાપમાં ઘી ગરમ કરો.  ઘી ગરમ થતા જીરું સાંતડો. જીરું સંતડાઇ ગયા પછી મગફળી નાખીને શેકી લો. જે પછી તેમાં લીલાં મરચાં અને બટાકા નાખીને બટાકા પણ ચઢી જવા દો. 

બટાકા ચઢી જાય પછી મૌરેયો નાખીને મિશ્રણને ધીમે ધીમે ચમચીથી હલાવો અને 2 મિનિટ સુધી થવા દો. હવે તેમાં મીઢું અને પાણી નાખો. પાણીમાં એક ઉકાળો આવે પછી વાસણને ઢાંકી દો અને ધીમા તાપે 20 મિનિટ સુધી રાંધો. આ દરમિયાન વચ્ચે મિશ્રણને હલાવતા રાખો. પાણી બળી જશે 20 મિનિટ પછી ગેસને બંધ કરી દો, તેના પર કોથમીરથી ગાર્નિગ કરીને ગરમા ગરમ સર્વ કરો. 

નોંધ:  જો તમે ફરાળી ના ખાવું હોય તો પુલાવમાં તમારી પસંદગીના શાક નાખી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

Recipe lifestyle ફરાળી મૌરેયાનો પુલાવ recipe

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ