બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Food and Recipe / Make Apple Kheer Insted Of Traditional Rice Kheer For Dhanteras Pooja

દિવાળી 2019 / ચોખાની ખીરને બદલે બનાવી લો આ સ્પેશ્યિલ ખીર, ધનતેરસની પૂજામાં લક્ષ્મીજી થશે પ્રસન્ન

Published By: Bhushita

Last Updated: 02:54 PM, 24 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે દિવાળીના તહેવારોમાં મહત્વના દિવસ તરીકે ગણાતો એવો ધનતેરસનો દિવસ ઉજવાશે. ધનતેરસના દિવસે જેટલું મહત્વ મા લક્ષ્મીજીની પૂજાનું હોય છે એટલું જ મહત્વ માતાજીને ધરાવવામાં આવતા થાળનું પણ હોય છે. મોટાભાગે આપણે ત્યાં લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ખીરનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આમ પણ આપણા દરેક તહેવાર મિષ્ઠાન વગર અધૂરા ગણાય છે. માતાજીના થાળની સાથે-સાથે દરેકનું મોંઢું પણ મીઠું કરાવવું જ પડે છે. તો બસ આજે જ નોંધી લો આ સરસ પરંપરાગત ખીરથી અલગ ખીરની રેસિપી. આ રેસિપીથી ભગવાન તો પ્રસન્ન થશે જ અને સાથે પરિવાર જનોને પણ એક અલગ ટેસ્ટ ચાખવા મળશે.

સફરજનની ખીર

સામગ્રી

  • 4 નંગ સફરજન છીણેલા 
  • 1 કપ મિલ્કમેડ
  • 1 કપ દૂધ
  • 2 ચમચી ખાંડ
  • એલચીનો પાવડર
  • ડ્રાય ફ્રુટ્સની કતરણ

રીત

સૌથી પહેલા છીણેલા સફરજનમાં દૂધ અને ખાંડ નાંખી તેને પ્રેશર કૂકરમાં બાફી લો. મિશ્રણ બફાઇ જાય એટલે તેમાં એક કપ મિલ્કમેડ નાંખી ફરીથી એક મિનિટ માટે રાંધો. હવે ગેસની ફ્લેમ બંધ કરી દો. રંધાઇને તૈયાર થયેલી ખીરમાં ઉપરથી એલચીનો પાવડર અને ડ્રાય ફ્રુટ્સ નાંખીને ગાર્નિશ કરો. તૈયાર છે તમારી સફરજનની ખીર. આ ખીર પીરસો તે પહેલા તેને ફ્રીઝમાં મૂકી ઠંડી કરી લો. માતાજીને આ પ્રસાદ ધનતેરસના દિવસે ધરાવો. અનેક ગણું ફળ મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Apple Kheer DIwali 2019 Diwali Pooja Kheer Prasad Recipe dhanteras 2019 ખીર ધનતેરસ પ્રસાદ રેસિપી Diwali 2019

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ